MPના નીમચમાં મૂર્તિ સ્થાપના મુદ્દે બે સમુદાય વચ્ચે પત્થરમારો, 3 FIR નોંધાઈ, કલમ 144 લાગુ કરી દેવાઈ

|

May 17, 2022 | 9:46 AM

મધ્ય પ્રદેશના (Violence In Madhya Pradesh) નીમચમાં એક સમુદાયના ધાર્મિક સ્થળ(દરગાહ )ની નજીક બીજા સમુદાયે પ્રતિમા(હનુમાનજી) સ્થાપિત કરી હતી. ત્યાર બાદ બંને પક્ષો વચ્ચે વિવાદ શરૂ થયો હતો અને તે વિવાદ ઉગ્ર બનતા પત્થરમારો શરૂ થયો હતો.

MPના નીમચમાં મૂર્તિ સ્થાપના મુદ્દે બે સમુદાય વચ્ચે પત્થરમારો, 3 FIR નોંધાઈ, કલમ 144 લાગુ કરી દેવાઈ
Stone pelting

Follow us on

(Madhya Pradesh)ના નીમચ સિટીમાં  સોમવારે સાંજે બે સમુદાય વચ્ચે એક ધાર્મિક સ્થળ અંગે વિવાદ શરૂ થયો હતો. વિવાદમાં બને પક્ષ તરફથી પત્થરમારો (Stone Pelting)કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઘટનાની ગંભીરતા જોતા પોલીસે (Police)મોર્ચો સંભાળ્યો હતો. નીમચ સિટીની કચેરીમાં બનેલા એક સમુદાયના (દરગાહ)ની નજીકમાં જ બીજા સમુદાયે પ્રતિમા(હનુમાનજી)ની સ્થાપના કરી હતી. ત્યાર બાદ બંને પક્ષ વચ્ચે વિવાદ શરૂ થયો હતો. આ દરમિયાન પોલીસ અને પ્રશાસને સમજાવટની પ્રક્રિયા શરૂ કરી હતી પરંતુ સમય જતા બંને પક્ષ ઉગ્ર થઈ ગયા હતા અને પત્થરમારો શરૂ કર્યો હતો. જેથી પોલીસે ભીડને વિખેરવા ટીયર ગેસનો ઉપયોગ પણ કર્યો હતો.

ઘટના બાદ કલેક્ટર મયંક અગ્રવાલ, એસપી સૂરજ કુમાર વર્મા સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાલમાં આ ઘટનામાં 3 એફઆઇઆર નોંધવામાં આવી છે અને 9 લોકોની અટકાયત કરવામાં આવી છે. સાથે જ નીમચ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલમ 144 લાગુ પાડવામાં આવી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

ઉપદ્રવીઓએ વાહનો અને મકાનોમાં કરી તોડફોડ

હાલમાં સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. 5 પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસને અહીં ખડકી દેવામાં આવ્યા છે. આ દરમિયાન ઉપદ્વવીઓએ ઘણા વાહનો અને મકાનોના દરવાજાને નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસ ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે. આ મુદ્દે એસપી સૂરજ કમાર વર્માએ જાણકારી આપતા કહ્યું કે ઉપદ્રવ દરમિયાન કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું છે. તેમજ પોલીસ અધિકારીને પણ ઇજા પહોંચી છે. પોલીસનું પેટ્રોલિંગ ચાલુ છે અત્યારે કોઈ નવી ફરિયાદ મળી નથી , નતો આ વિવાદને લઇને કોઈની ધરપકડ થઈ છે. સીસીટીવી કેમેરા તથા અન્ય માધ્યમ દ્વારા પોલીસ ઉપદ્રવીઓની ઓળખ કરીને કામગીરી હાથ ધરશે. તો મોડી રાત્રે નીમચ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કમલ 144 લાગુ પાડી દેવામાં આવી હતી.

9 લોકોની કરવામાં આવી છે અટકાયત

એસપી સૂરજ કુમાર વર્માએ ટીવી નાઇન સાથે ફોન પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અત્યાર સુધીમાં 3 FIR નોંધવામાં આવી છે તેમજ બંને પક્ષના આશરે 9 લોકોની અટકાયત કરવામાં આવી છે. એક પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત થયા છે. તેમને ઉદયપુર રિફર કરવામાં આવ્યા છે. જોકે તેના પરિવારમાંથી કોઈ ફરિયાદ કરવા આવ્યું નથી. એટલે તેમના તરફથી ફરિયાદ નોંધવામાં આવી નથી. FIR માં હાલમાં ધાર્મિક ભાવના ભડકાવવા, તોડફઓડ કરવાની કલમો લાગુ પાડવામાં આવી છે જરૂરિયાત પડશે તો અન્ય કલમો પણ લાગુ પાડવામાં આવશે.

Next Article