‘મેરે નબીને મુજે નૂપુર શર્મા કી હત્યા કે લિયે ભેજા હૈ..’ ઘુસણખોર રિઝવાને ખોલ્યું રહસ્ય, પાકિસ્તાનમાં ઘડાયું ષડયંત્ર! તહરીક-એ-લબૈક સાથે છે સબંધ

|

Jul 21, 2022 | 12:41 PM

શ્રીગંગાનગરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો દ્વારા પકડાયેલા પાકિસ્તાની ઘૂસણખોર રિઝવાન અશરફની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, તે કટ્ટરપંથી સંગઠન તહરીક-એ-લબૈક પાકિસ્તાન (TLP)થી પ્રભાવિત છે.

મેરે નબીને મુજે નૂપુર શર્મા કી હત્યા કે લિયે ભેજા હૈ.. ઘુસણખોર રિઝવાને ખોલ્યું રહસ્ય, પાકિસ્તાનમાં ઘડાયું ષડયંત્ર! તહરીક-એ-લબૈક સાથે છે સબંધ
Rizwan Ashraf revealed many secrets during interrogation

Follow us on

ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર સ્થિત રાજસ્થાનના શ્રી ગંગાનગર (Sri Ganganagar) જિલ્લામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો દ્વારા પકડાયેલા પાકિસ્તાની ઘૂસણખોર રિઝવાન અશરફની તમામ ગુપ્તચર એજન્સીઓ પૂછપરછ કરી રહી છે. 24 વર્ષના રિઝવાનની પૂછપરછમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. હવે જાણવા મળ્યું છે કે, નુપુર શર્માની હત્યાના ઈરાદા સાથે ભારતીય સરહદમાં ઘૂસેલા પાકિસ્તાની ઘૂસણખોર રિઝવાન અશરફ કટ્ટરપંથી સંગઠન તહરીક-એ-લબૈક (Tehreek e Labbaik Pakistan) પાકિસ્તાનથી પ્રભાવિત છે. TLP એક ઉગ્રવાદી સંગઠન તરીકે સરહદ પાર તેની પ્રવૃત્તિઓ કરે છે અને આ સંગઠન પર પાકિસ્તાનમાં પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં રાજસ્થાન પોલીસ હવે માની રહી છે કે, પાકિસ્તાની સંગઠન તહરીક-એ-લબ્બેકે ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માની હત્યાની યોજના બનાવી છે.

હાલમાં એજન્સીઓની પૂછપરછ ચાલી રહી છે. એડિશનલ ડીજીપી (ઈન્ટેલિજન્સ) એસ સેનગાથિરના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સંગઠન તહરીક-એ-લબ્બેકે નુપુર શર્માને મારવાની યોજના બનાવી છે અને રિઝવાન પણ તહરીક-એ-લબૈકથી પ્રભાવિત હતો. જણાવી દઈએ કે, રવિવારે સવારે BSF જવાનોએ હિંદુમલકોટ સેક્ટરમાંથી ભારતીય સરહદમાં ઘૂસી રહેલા 24 વર્ષીય પાકિસ્તાની નાગરિકને પકડી લીધો હતો, જેની ઓળખ રિઝવાન અશરફ તરીકે થઈ છે. યુવક પાસેથી ઘણી શંકાસ્પદ વસ્તુઓ અને 2 ચાકુ મળી આવ્યા હતા.

તહરીક-એ-લબૈક આતંક ફેલાવવા માંગતું હતું!

સંયુક્ત એજન્સીઓ અનુસાર, પાકિસ્તાનના ઉત્તરી પંજાબના મંડી બહાઉદ્દીન ટાઉનનો રહેવાસી રિઝવાન અશરફ પૂછપરછમાં સહકાર આપી રહ્યો નથી. આઈબી, સીઆઈડી અને બીએસએફ સહિતની સ્થાનિક પોલીસ રિઝવાનની પૂછપરછ કરી રહી હોવાનું જાણવા મળે છે. તહરીક-એ-લબૈક એ જ સંગઠન છે જેણે ગયા વર્ષે પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. તે જ સમયે તપાસ અધિકારીએ કહ્યું કે, યુવક નુપુર શર્માની હત્યા કરતા પહેલા અજમેર દરગાહ જવા પણ ઈચ્છતો હતો.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

તે જ સમયે, તપાસ અધિકારીઓનું કહેવું છે કે, રિઝવાન પાસેથી ઘણા રહસ્યો ખોલવાના બાકી છે. તે પૂછપરછમાં ઘણા પ્રશ્નોના જવાબ આપી રહ્યો નથી અને માત્ર એટલું જ રટણ કરી રહ્યો છે કે, ‘તેને અહીં તેના નબી દ્વારા મોકલવામાં આવ્યો છે.’ બીજી તરફ રિઝવાન પૂછપરછમાં પ્રશ્નો બાદ કુરાનની આયતો વાંચી રહ્યો છે અને નુપુર શર્માની હત્યાનું વારંવાર પુનરાવર્તન કરી રહ્યો છે. એવું જાણવા મળ્યું છે કે 6 જુલાઈએ પાકિસ્તાનમાં તહરીક-એ-લબૈકની બેઠકમાં નુપુર શર્માને દુજાખ મોકલવા માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ જ રિઝવાન ભારત માટે રવાના થયો હતો.

તહરીક-એ-લબૈક પાકિસ્તાન શું છે?

તેહરીક-એ-લબૈક પાકિસ્તાન (TLP)એ કટ્ટર ઇસ્લામવાદી ઉગ્રવાદી રાજકીય પક્ષ છે જેનું નેતૃત્વ ખાદિમ હુસૈન રિઝવી કરે છે. તહરીક-એ-લબૈક પાકિસ્તાનમાં નિંદાનો વિરોધ કરી રહ્યું છે. તહરીક-એ-લબૈકની શરૂઆત વિશે વાત કરીએ તો, તેની શરૂઆત ઇસ્લામિક સામાજિક-રાજકીય ચળવળ તરીકે થઈ હતી. તે જ સમયે, પાકિસ્તાનના વિવિધ શહેરોમાં હિંસક પ્રદર્શનો પછી એપ્રિલ 2021 માં સરકાર દ્વારા તહરીક-એ-લબ્બેક પાકિસ્તાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

Next Article