Good News : ભારતમાં લોન્ચ થશે સિંગલ ડોઝ વેક્સિન, કોરોના થશે છુમંતર

|

Nov 25, 2021 | 6:34 AM

Sputnik Light Vaccine: રશિયાની Sputnik Light સિંગલ ડોઝ વાળી વેક્સિન ડિસેમ્બર સુધીમાં ભારતમાં લોન્ચ થશે.

Good News : ભારતમાં લોન્ચ થશે સિંગલ ડોઝ વેક્સિન, કોરોના થશે છુમંતર
Corona Vaccine

Follow us on

કોરોનાની સંભવિત (Corona) ત્રીજી લહેરને રોકવા માટે સરકાર બધા જ પગલાં લઇ રહી છે. રશિયન સ્પુતનિક લાઇટ કોવિડ-19 રસી (Sputnik Light Vaccine) ડિસેમ્બર સુધીમાં ભારતમાં લોન્ચ કરવામાં આવશે. રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના(RDIF) સીઇઓ કિરિલ દિમિત્રીવે આ માહિતી આપી છે.

 

એવું કહેવામાં આવ્યું છે કે આ એક-ડોઝ સ્પુતનિક લાઇટ રસીની ક્લિનિકલ ટ્રાયલની ચાલી રહી છે. આ મહિનાના અંતમાં પરીક્ષણ પરિણામો સાથે તેને DCGIને સોંપવામાં આવશે. ત્યાર બાદ તેની પરવાનગીની રાહ જોવામાં આવશે. આ પછી તેને ડિસેમ્બર મહિનામાં લોન્ચ કરવામાં આવશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

 

ગત મહિને, RDIF એ જણાવ્યું હતું કે રસીકરણ પછીના પ્રથમ ત્રણ મહિના દરમિયાન કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટના સંક્ર્મણ સામે સ્પુતનિક લાઇટ 70 ટકા અસરકારક છે. RDIF એ એક નિવેદનમાં કહ્યું કે આ રસી 60 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં 75 ટકાથી વધુ અસરકારક છે. સ્પુતનિકલાઇટ ગંભીર રીતે બીમાર લોકો સામે પણ વધુ અસરકારક છે.

 

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન હેઠળની વિષય નિષ્ણાત સમિતિ (SEC) એ સપ્ટેમ્બરમાં રશિયાની COVID-19 રસીના ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવાની ભલામણ કરી હતી.

 

5 ડિસેમ્બર, 2020 અને એપ્રિલ 15, 2021 વચ્ચે રશિયાના સામૂહિક રસીકરણ કાર્યક્રમના ભાગ રૂપે તેને ઇન્જેક્સન આપ્યાના 28 દિવસ પછી વિશ્લેષણ કરાયેલ ડેટા અનુસાર, સ્પુતનિક લાઇટે 79.4 ટકાની અસરકારકતા દર્શાવી છે.

 

સ્પુતનિક લાઈટ 2 ડોઝ વાળી ઘણી રસી કરતા લગભગ 80 ટકા અસરકારકતા વધારે છે. 6 મેના રોજ એક RDIF અખબારી યાદીમાં જણાવાયું હતું કે સ્પુતનિક લાઇટ કોરોનાવાયરસના તમામ નવા વેરિઅન્ટ સામે અસરકારક સાબિત થઈ છે. જેમ કે પ્રયોગશાળા પરીક્ષણો દરમિયાન ગમ્લેયા ​​સેન્ટર દ્વારા દર્શાવવામાં આવ્યું છે.

 

RDIF મુજબ, વન-શોટ રસી 15 થી વધુ દેશોમાં અધિકૃત છે. અન્ય 30 દેશોમાં નોંધણી પ્રક્રિયાઓ ચાલી રહી છે. આરડીઆઈએફના સીઈઓએ અગાઉ કહ્યું હતું કે સ્પુતનિક લાઇટનો ઉપયોગ હાલની હર્ડ ઇમ્યુનીટીને જાળવી રાખવા માટે બૂસ્ટર શોટ તરીકે પણ થઈ શકે છે.

નોંધનીય છે કે, તે 10 ઓક્ટોબરના રોજ ભારત સરકારે દેશમાં બનાવવામાં આવી રહેલી રશિયાની સિંગલ-ડોઝ એન્ટિ-કોવિડ-19 રસી સ્પુતનિક લાઇટની નિકાસને મંજૂરી આપી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે રશિયાએ ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની હેટેરો બાયોફાર્મા લિમિટેડને સ્પુતનિક લાઇટના 40 લાખ ડોઝની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

 

સ્પુતનિક લાઇટ એ રશિયન રસી સ્પુતનિક V ના ઘટક-1 જેવું જ છે. અત્યાર સુધી ભારતમાં બે ડોઝ સ્પુતનિકનો ઉપયોગ થતો હતો. હૈદરાબાદમાં હાજર ડૉ. રેડ્ડીઝ લેબ પાસે આ રસી ભારતમાં લાવવાની જવાબદારી છે.

આ પણ વાંચો : વરરાજા લગ્ન મંડપમાં ન પહોંચ્યા તો કન્યા વરરાજાના ઘરે પહોંચી ગઈ, વરરાજાના ઘર બહાર કન્યાએ કર્યા ધરણા

આ પણ વાંચો : જ્યારે પણ પાયલોટ ફાઈટર પ્લેન ઉડાડે છે ત્યારે આ સૂટ કેમ પહેરે છે? જાણો કારણ

Next Article