પંજાબી સિંગર સાથે મળીને RBIએ બનાવ્યું Song, જાણો શું છે નવો પ્લાન

|

Feb 22, 2021 | 7:52 PM

RBIએ વધતાં જતાં સાઈબર ફ્રોડ તથા ઓનલાઈન નાણાકીય લેવડ-દેવડમાં કેટલાક ગુનાઓની ગતિવિધીમાં વધારો થયો અને આ ગુનાઓને રોકવા, લોકોમાં જાગૃતતા વધારવા પંજાબી સિંગર (Rapper Viruss) વાઈરસ સાથે તાલમેલ કર્યો છે.

પંજાબી સિંગર સાથે મળીને RBIએ બનાવ્યું Song, જાણો શું છે નવો પ્લાન
Reserve Bank Of India

Follow us on

RBIએ વધતાં જતાં સાઈબર ફ્રોડ તથા ઓનલાઈન નાણાકીય લેવડ-દેવડમાં કેટલાક ગુનાઓની ગતિવિધીમાં વધારો થયો અને આ ગુનાઓને રોકવા, લોકોમાં જાગૃતતા વધારવા પંજાબી સિંગર (Rapper Viruss) વાઈરસ સાથે તાલમેલ કર્યો છે. રિઝર્વ બેન્કે આ ઝુંબેશને સત્તાવાર રીતે તેના ટ્વીટર હેન્ડલથી બહાર પાડ્યું છે. આ અભિયાનમાં લોકપ્રિય પંજાબી ગાયક ઉર્ફ રેપર વાયરસ (Rapper Viruss)ને લેવામાં આવ્યા છે. અક્ષય કુમાર અને કિયારા અડવાણીની ફિલ્મ લક્ષ્મી માટે ‘બમ ભોલે’ ગીતને નવું રૂપ આપ્યા પછી રેપર વાયરસને ખૂબ લોકપ્રિયતા મળી છે. રિઝર્વ બેંક ટ્વીટર પર સૌથી વધુ ફોલોવર ધરાવતી બેંક છે. કોવિડ-19 રોગચાળાની શરૂઆત થઈ, ત્યારથી જ રિઝર્વ બેંક સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે.

છેતરપિંડી પર અંકુશ આવશે

કોરોના મહામારી દરમિયાન સામાજિક અંતરને કારણે ઓનલાઈન વ્યવહાર (Online Transaction)માં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે સાયબર ક્રાઈમના કેસો પણ ખૂબ ઝડપથી વધ્યા છે. ડિજિટલ દુનિયામાં વધી રહેલા છેતરપિંડીને ધ્યાનમાં રાખતા ભારતીય રિઝર્વ બેંકે એક અનોખી પહેલ શરૂ કરી છે. બેંકનું માનવું છે કે આવા પ્રયાસોથી લોકોમાં જાગૃતિ વધશે અને છેતરપિંડીની ઘટનાઓ પર અંકુશ લગાવી શકાય છે. ખરેખર ભારતીય રિઝર્વ બેંક, ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા લોકોને જાગૃત કરે છે. જેથી લોકોને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચે અને RBI અફવાો કે ફેક ન્યૂઝથી બચવા માટે સમય-સમય પર સૂચનાઓ જાહેર કરતી રહે છે.

 

ગીત દ્વારા પ્રચાર

આ વીડિયો દ્વારા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ લોકોને સાઈબર ક્રાઈમ અને ID ડુપ્લિકેશનથી પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવું તે જણાવ્યું છે. વિશેષ વાત એ છે કે Rapper Virussએ આ વીડિયો રિઝર્વ બેંક માટે કોઈ પૈસા લીધા વિના કર્યો છે. આ ઝુંબેશમાં ઓનલાઈન લેવડ-દેવડ કરવાવાળાઓને RBIએ સાવધાન રહેવા કહ્યું છે. RBI પહેલા પણ આવી ઘણી ઝુંબેશ ચલાવી ચૂક્યું છે.

 

આ પણ વાંચો: Petrol Diesel Price: દેશમાં ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ, RBI ગવર્નરે આપ્યા સંકેત

Next Video