
લેહ, લદ્દાખમાં થયેલી હિંસા બાદ, કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામે કડક પગલાં ભરવાનુ શરુ કર્યું છે. પર્યાવરણ ક્ષેત્રે કાર્ય કરતી સામાજીક સ્વૈચ્છીક સંસ્થાના વડા અને જાણીતા સોનમ વાંગચુક સતત તપાસ હેઠળ છે. વાંગચુકના સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ (SECMOL) ના FCRA લાઇસન્સ રદ કર્યા પછી, હવે તેમની ધરપકડના અહેવાલો સામે આવી રહ્યા છે.
મીડિયા અહેવાલ અનુસાર, લેહ, લદ્દાખમાં થયેલી હિંસા બાદથી સોનમ વાંગચુક સતત તપાસ હેઠળ છે. વાંગચુકના સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ (SECMOL) ના FCRA લાઇસન્સ રદ કર્યા પછી, હવે તેમની ધરપકડના અહેવાલો આવી રહ્યા છે.
બે દિવસ પહેલા લેહ એપેક્સ બોડી (LAB) દ્વારા છઠ્ઠી અનુસૂચિ લંબાવવા અને લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગણી સાથે બંધના આહ્વાન દરમિયાન ગત બુધવારે ફાટી નીકળેલી હિંસાના સંદર્ભમાં લગભગ 50 લોકોની અટકાયત કરવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “કર્ફ્યુવાળા વિસ્તારોમાં પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. કોઈ ઘટના નોંધાઈ નથી.”
આ દરમિયાન, લેહ જિલ્લા મેજિસ્ટ્રેટ રોમિલ સિંહ દોનકે ગુરૂવારે શુક્રવારથી શરૂ થતા આગામી બે દિવસ માટે તમામ સરકારી અને ખાનગી શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ સમયગાળા દરમિયાન આંગણવાડી કેન્દ્રો પણ બંધ રહેશે.
લેહમાં વધતી હિંસાને કારણે સોનમ વાંગચુકને તેમની પખવાડિયાની ભૂખ હડતાળ બંધ કરવી પડી હતી. ભૂખ હડતાળ દરમિયાન, તેમણે હિંસાની પણ નિંદા કરી હતી. તેમણે હિંસાની ટીકા કરતા કહ્યું હતું કે, “આ લદ્દાખ માટે સૌથી દુઃખદ દિવસ છે. છેલ્લા પાંચ વર્ષથી અમે જે માર્ગ પર ચાલી રહ્યા છીએ તે શાંતિપૂર્ણ રહ્યો છે.”
સોનમ વાંગચુકને લગતા અન્ય સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.
Published On - 3:39 pm, Fri, 26 September 25