મંદિર મસ્જિદ જેવા વિવાદાસ્પદ મુદ્દાઓને લઈને કેટલાક લોકો હિન્દુઓના નેતા બનવા માગે છેઃ મોહન ભાગવત

|

Dec 20, 2024 | 8:27 AM

પુણેમાં હિન્દુ સેવા મહોત્સવ ચાલી રહ્યો છે. જે 22 ડિસેમ્બર સુધી ચાલશે. આરએસએસના વડા ડો. મોહન ભાગવતે ઉત્સવનુ ઉદ્ઘાટન કર્યા બાદ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે માનવતા અને વિશ્વ શાંતિના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે તહેવારનો હેતુ હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર કરવાનો છે.

મંદિર મસ્જિદ જેવા વિવાદાસ્પદ મુદ્દાઓને લઈને કેટલાક લોકો હિન્દુઓના નેતા બનવા માગે છેઃ મોહન ભાગવત
Mohan Bhagwat

Follow us on

પુનામાં હિન્દુ સેવા મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહન ભાગવતે જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મ શાશ્વત છે. માનવતાની સેવા એ હિન્દુત્વનો સૌથી મોટો ધર્મ છે. પુણેમાં હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થા દ્વારા શિક્ષણ પ્રસારક મંડળીના કોલેજ ગ્રાઉન્ડમાં હિન્દુ સેવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવ 22 ડિસેમ્બર સુધી ચાલશે. આ પ્રસંગે મોહન ભાગવત સંબોધન કરતા કહ્યું હતું કે, રામમંદિર બાદ કેટલાક લોકો મંદિર મસ્જિદના નવા સમાન મુદ્દા ઉઠાવીને હિન્દુ નેતા બનવા માંગે છે.

સરસંઘચાલે કહ્યું કે, માનવતાની સેવા કરતી વખતે પ્રચારથી દૂર રહેવું જોઈએ. જેઓ સેવા કરે છે, તેઓ દેખાડો કર્યા વિના સતત સેવા કરવાની ઈચ્છા રાખે છે. સેવાના ધર્મનું પાલન કરતી વખતે આપણે ઉગ્રવાદી ના બનવું જોઈએ. માનવતાનો ધર્મ એ જ વિશ્વ ધર્મ છે. તે સેવાની ભાવનાથી વ્યક્ત થવી જોઈએ. તેમણે કહ્યું કે હિંદુ ધર્મ વિશ્વ શાંતિ પર ભાર મૂકે છે પરંતુ લઘુમતીઓનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.

જરૂરિયાત મુજબ જ વસ્તુઓની અપેક્ષા રાખો

ડો. મોહન ભાગવતે જણાવ્યું હતું કે આપણે આપણી આજીવિકા માટે જે જરૂરી છે તે કરવું જોઈએ, પરંતુ આપણે તે મુજબ બમણી સેવા પણ કરવી જોઈએ. આપણને એવી લાગણી હોવી જોઈએ કે વિશ્વ આપણું રક્ષક છે, ઉપભોગ માટેની વસ્તુ નથી.

Video : સવારે મૂળા ખાવાથી છૂમંતર થશે શરીરની આ ગંભીર બીમારી
Airtel એ મુકેશ અંબાણીના Jio ને છોડ્યું પાછળ, આ છે કારણ
રશિયા મફતમાં આપશે કેન્સરની વેક્સિન, પણ ક્યારે આવશે?
વસાણામાં નખાતો ગુંદર ખાવાથી જાણો શું લાભ થાય છે? સ્ત્રીઓ માટે ઉત્તમ
Post Office ની આ સ્કીમમાં તમને મળશે ડબલ વ્યાજ, જાણો વિગત
વરુણ ધવને ગુજરાતી થાળી જમીને કહ્યું મજા આવી ગઈ, જુઓ ફોટો

આ પ્રસંગે શિક્ષણ પ્રસારક મંડળીના પ્રમુખ એડવોકેટ એસ. કે. જૈન, ઉપપ્રમુખ શ્રીકૃષ્ણ ચિતાલે, હિન્દુ સેવા મહોત્સવના પ્રમુખ કૃષ્ણકુમાર ગોયલ, સ્વામી ગોવિંદ દેવ ગીરી મહારાજ, જ્યોતિષી લાભેશ મુનિ મહારાજ, ઈસ્કોનના ગૌરાંગ પ્રભુ, હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાના રાષ્ટ્રીય કન્વીનર ગુણવંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કોઠારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

શિવાજી મહારાજને યાદ કર્યા

આ પ્રસંગે સ્વામી ગોવિંદ દેવ ગીરી મહારાજે જણાવ્યું હતું કે રાષ્ટ્ર ભૂમિ, સમાજ અને પરંપરાથી બને છે. છત્રપતિ શિવાજી મહારાજે પૂણેની ભૂમિની સેવા કરી હતી અને રાજમાતા જીજાઉએ આ પવિત્ર ભૂમિ પર ગણેશની સ્થાપના કરી હતી. તમામ સંસ્કારોનું શિખર સેવા છે અને સેવા પૂજા છે.

ઇસ્કોનના વડા ગૌરાંગા પ્રભુએ જણાવ્યું હતું કે હિન્દુ સનાતન ધર્મ હેઠળ ત્રણ સ્તંભો છે: દાન, નૈતિકતા અને આત્મ-અનુભૂતિ. લાભેશ મુનિ મહારાજે જણાવ્યું હતું કે આપણા તેજોમય ધર્મનો આત્મા એક છે અને સેવા કુંભનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે ગુણવંત કોઠારીએ દેશભરમાં ચાલી રહેલા હિન્દુ સેવા મહોત્સવની માહિતી આપી તેની જરૂરિયાત સમજાવી હતી. મહોત્સવમાં કૃષ્ણકુમાર ગોયલે પ્રાસ્તાવિક પ્રવચન આપ્યું હતું.

હિન્દુ સેવા મહાત્વ કાર્યક્રમ દરમિયાન આરએસએસ ચીફે તાજેતરમાં મંદિર મસ્જિદ વિવાદનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે રામ મંદિરના નિર્માણ પછી કેટલાક લોકોને લાગે છે કે તેઓ નવી જગ્યાએ સમાન મુદ્દા ઉઠાવીને હિન્દુઓના નેતા બની શકે છે પરંતુ આ કોઈપણ કિંમતે સ્વીકાર્ય નથી.

Next Article