સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સાથ આપનારા લોકોને આવ્યો PMOથી ફોન, આપ્યું આમંત્રણ

|

May 31, 2019 | 2:24 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના બીજા કાર્યકાળ માટે શપથ લીધા. આ શપથ સમારોહ ખુબ જ ખાસ હતો. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશેષ આગ્રહ પર આ સમારોહમાં તે બધા જ લોકોને સામેલ કરવામાં આવ્યા જે છેલ્લા ઘણાં વર્ષોથી તેમની વિચારધારાના સ્તર પર પુરી રીતે સપોર્ટમાં રહ્યાં અને મોદીની મોટી જીતના હિરો બન્યા. આ […]

સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સાથ આપનારા લોકોને આવ્યો PMOથી ફોન, આપ્યું આમંત્રણ

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના બીજા કાર્યકાળ માટે શપથ લીધા. આ શપથ સમારોહ ખુબ જ ખાસ હતો. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશેષ આગ્રહ પર આ સમારોહમાં તે બધા જ લોકોને સામેલ કરવામાં આવ્યા જે છેલ્લા ઘણાં વર્ષોથી તેમની વિચારધારાના સ્તર પર પુરી રીતે સપોર્ટમાં રહ્યાં અને મોદીની મોટી જીતના હિરો બન્યા.

આ કાર્યકર્તાઓએ પડદા પાછળ રહીને કામ કર્યુ. તેમાં સૌથી ખાસ હતું બંગાળમાં રાજનીતિક હિંસામાં મૂત્યુ પામેલા ભાજપ કાર્યકર્તાઓના પરિવારજનો હતા અને જેમને સોશિયલ મીડિયા પર પોતાની લગનથી મોદીના પક્ષમાં માહોલ તૈયાર કરવામાં યોગદાન આપ્યું હતું.

સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ

TV9 Gujarati

 

લોકસભા ચૂંટણી નજીક આવતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ જુના સમર્થકો પણ એક મંચ પર આવી ગયા હતા. જેમને 2014ની ચૂંટણીમાં તેમની જીત માટે મુખ્ય ભૂમિકા ભજવી હતી. અલગ અલગ નામથી ચાલી રહેલા આ અભિયાન સોશિયલ મીડિયા પર લોકપ્રિય થયું હતુ. ‘આયેગા તો મોદી હી’ આ નારો સોશિયલ મીડિયા પર જ શરૂ થયો જે આ ચૂંટણીમાં સૌથી મોટા અભિયાન તરીકે સામે આવ્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શપથ ગ્રહણમાં સોશિયલ મીડિયા પર બ્રાન્ડ મોદીને મજબૂત કરવામાં મુખ્ય ભૂમિકા અંકિત જૈન, અંકુર સિંહ, રાહુલ કૌશિક, વિકાસ પાંડે, આશુતોષ મુગલીકર, ધવલ પટેલ વગેરે લોકો આવ્યા હતા. અંકુર અને અંકિતે કહ્યું કે જ્યારે વડાપ્રધાન મોદીએ તેમના શપથ ગ્રહણ સમારોહમાં બોલાવ્યા તો જાણે અમારા માટે એક સપના જેવું હતુ.

આ પણ વાંચો: આ નેતાઓને શપથવિધિમાં રાષ્ટ્રપતિએ રોકવા પડ્યા, કહ્યું પહેલાં ‘મે’ બોલો અને પછી તમારું નામ!

એક સમર્થકે તેનો ભાવુક વીડિયો પણ શેર કર્યો છે જે ઓસ્ટ્રેલિયાથી ખાસ મોદીના પક્ષમાં મત આપવા માટે આવ્યા હતા અને પાછા ઓસ્ટ્રેલિયા જવાના દિવસે શપથ ગ્રહણમાં સામેલ થવા માટે ફોન આવ્યો. નમો એપના ઉપયોગ કરનારા લોકોને પણ બોલાવવામાં આવ્યા હતા.

તે સિવાય ચોકીદારીનું કામ કરનારા 3 લોકોને પણ શપથ ગ્રહણમાં બોલાવવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસના ‘ચોકીદાર ચોર હે’ નારાની સામે નરેન્દ્ર મોદીએ ‘મે ભી ચોકીદાર’ નામથી નારો ચલાવ્યો હતો. તે પહેલા 2014ની ચૂંટણીમાં મોટી જીત મેળવ્યા પછી વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર તેમના 150 સમર્થકોની મુલાકાત કરી હતી અને તેમને ડિનર પર બોલાવ્યા હતા.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article