જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા બાદ બરફથી ઢંકાયા પર્વતો, આ રાજ્યોમાં 29 ડિસેમ્બર સુધી વરસાદની આગાહિ

|

Dec 26, 2021 | 5:48 PM

શનિવારે રાત્રે જમ્મુ અને કાશ્મીરમાં મોટાભાગના સ્થળોએ લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચે નોંધાયું હતું અને હવામાન વિભાગે રવિવારથી આગામી બે દિવસ સુધી કેન્દ્રશાસિત પ્રદેશમાં હળવાથી મધ્યમ હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરી છે.

જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા બાદ બરફથી ઢંકાયા પર્વતો, આ રાજ્યોમાં 29 ડિસેમ્બર સુધી વરસાદની આગાહિ
Snowfall was witnessed in Shimla's Narkanda in Himachal Pradesh

Follow us on

શનિવારે રાત્રે જમ્મુ અને કાશ્મીરમાં મોટાભાગના સ્થળોએ લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચે નોંધાયું હતું અને હવામાન વિભાગે રવિવારથી આગામી બે દિવસ સુધી કેન્દ્રશાસિત પ્રદેશમાં હળવાથી મધ્યમ હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરી છે. ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં આજે હિમવર્ષા થઈ હતી. ડોડા અને કિશ્તવાડમાં હિમવર્ષાના કારણે ઊંચા પહાડો પર બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે. એટલું જ નહીં, હિમવર્ષાને કારણે વિસ્તારના તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે.

કિશ્તવાડ જિલ્લાના વરવાન, ડચ્ચન, મારવાહ, સિંથાન-ટોપ અને ડોડા જિલ્લાના મરમત, દેસા, કૂટી વિસ્તારોમાં હિમવર્ષા થઈ, જ્યારે મેદાની વિસ્તારોમાં વરસાદ પડ્યો. દરમિયાન, અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોકરનાગ અને પહેલગામ સિવાય સમગ્ર ખીણમાં શનિવારે રાત્રે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. શ્રીનગરમાં શનિવારે લઘુત્તમ તાપમાન માઈનસ 1.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે શુક્રવારે રાત્રે તે 1.7 ડિગ્રી સેલ્સિયસ હતું.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

મેદાની વિસ્તારો સહિત પહાડી વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાની શક્યતા

હવામાન વિભાગે આ વર્ષે કાશ્મીર ઘાટીમાં શિયાળાની ઠંડી પહેલા 26 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી મેદાની વિસ્તારો સહિત પહાડી વિસ્તારોમાં ફરી વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં થોડાક ઈંચ અને પર્વતીય વિસ્તારોમાં 1 ફૂટ સુધી બરફ પડવાની સંભાવના છે. તે જ સમયે, રવિવારે હિમાચલ પ્રદેશના શિમલાના નારકંડામાં પણ હિમવર્ષા જોવા મળી હતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26-29 ડિસેમ્બર દરમિયાન પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર-જમ્મુ વિભાગ અને હિમાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. આ સિવાય પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ભારતના પંજાબ, હરિયાણા, દિલ્હીથી લઈને રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સુધીના ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. રવિવારે સવારે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ, બિહાર અને ત્રિપુરાના ઘણા ભાગોમાં મધ્યમ ધુમ્મસ નોંધાયું હતું, જ્યારે દક્ષિણ પંજાબ અને ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસ નોંધાયું હતું.

 

આ પણ વાંચો: MBA Admissions 2022: તમે IITમાંથી પણ MBA કરી શકો છો, CAT પરીક્ષા દ્વારા જાન્યુઆરીથી મળશે પ્રવેશ

આ પણ વાંચો: Bank PO Salary: શું તમે પણ બેન્ક પીઓ બનવા માંગો છો, જાણો કેટલો મળશે પગાર અને અન્ય સુવિધાઓ

Next Article