Smriti Irani રાહુલ ગાંધી પર આક્રમક, કહ્યું કે વિદેશમાં ભારતનું અપમાન કરનારા એ દેશની માફી માંગવી જોઈએ

|

Mar 15, 2023 | 1:36 PM

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ હાલના દિવસોમાં રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદન પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ તેમના નિવેદન માટે માફી માંગવી જોઈએ. તેણે દેશની સંસ્થાઓનું અપમાન કર્યું છે.

Smriti Irani રાહુલ ગાંધી પર આક્રમક, કહ્યું કે વિદેશમાં ભારતનું અપમાન કરનારા એ દેશની માફી માંગવી જોઈએ

Follow us on

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના લંડનમાં ગત દિવસોમાં આપેલા નિવેદન પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સતત આક્રમક બની રહી છે. હવે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ બુધવારે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા.કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ લંડનમાં રાહુલ ગાંધીના નિવેદનને લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન, સંસદીય પરંપરા, દેશની લોકતાંત્રિક વ્યવસ્થા અને મતદાન કરનાર દરેક નાગરિકનું અપમાન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે સંસદમાંથી ભાગવાને બદલે રાહુલ ગાંધીએ આવી ને માફી માંગવી જોઈએ.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે ચૂંટણીમાં જીત અને હાર એ રાજકીય પરંપરાઓનો ભાગ છે, પરંતુ રાહુલ ગાંધીએ એવા દેશની મુલાકાત લઈને વિદેશી શક્તિઓને ભારત પર હુમલો કરવાનું આમંત્રણ આપ્યું છે જેનો ઈતિહાસ ભારતને ગુલામ બનાવવાનો રહ્યો છે.

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને સવાલો કર્યા

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું, તમે વિદેશમાં કહ્યું કે તમને દેશની કોઈપણ યુનિવર્સિટીમાં બોલવાનો અધિકાર નથી. જો એમ હોય તો, જ્યારે 2016 માં એક યુનિવર્સિટીમાં ‘ભારત તેરે ટુકડે હોંગે’ ના નારા લગાવવામાં આવ્યા હતા, ત્યારે તમે તેનું સમર્થન કર્યું હતું, તે શું હતું? રાહુલ ગાંધી તમે ખોટું ક્યાં બોલી રહ્યા હતા લંડનમાં કે પછી ભારતમાં ?

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

કોંગ્રેસના સભ્ય સ્પીકર પર કાગળ ફેંકે છે : સ્મૃતિ ઈરાની

તમે એમ પણ કહ્યું કે, તમને તમારા લોકતંત્રના અધિકારોનું દેશની સંસદમાં હનન થતાં જોવા મળી રહ્યું છે. આજે હું રાહુલ ગાંધીને પુછવા માંગુ છુ કે, ગાંધી ખાનદાનના આદેશ અનુસાર જ્યારે લોકસભામાં કોંગ્રેસના સભ્ય કાગળ સ્પીકર પર ફેંકે છે તેમજ સ્પીકરનું અપમાન કરે છે તે શું છે. જ્યારે રાજ્યસભામાં રાષ્ટ્રના ઉપરાષ્ટ્રપતિની ખુરશી તરફ કોંગ્રેસના નેતા કાગળ ફેંકે છે. તે શું છે. હું આજે ભારતના તમામ નાગિરક તરફથી કહેવા માંગુ છું કે, સંસદ આપણા દેશની માત્ર સાંસદનો જમાવડો નથી આપણા દેશની સંવિધાનિક પરંપરા, લોકતાંત્રિક તાકાત અને દરેક ભારતીયનો અધિકાર ક્ષેત્ર છે.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ દેશની સંસદમાં માફી માંગવી જોઈએ. વિદેશમાં જઈને દેશ અને તેની સંસ્થાઓને અપમાનિત કરવાનું કામ કર્યું. મોદીના વિરોધમાં રાહુલ રાષ્ટ્રવિરોધી બની ગયા અને લંડનમાં બેસી લોકશાહીનું અપમાન કર્યું છે.

Published On - 1:31 pm, Wed, 15 March 23

Next Article