જમ્મુના સિદરા વિસ્તારના એક ઘરમાંથી છ મૃતદેહ મળી આવતા સનસનાટી, મૃત્યુ પામનારાઓમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ

|

Aug 17, 2022 | 11:23 AM

જમ્મુના (Jammu) સિદરા વિસ્તારમાં એક જ પરિવારના છ સભ્યો તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. માહિતી મળતા જ પોલીસ (J K Police) ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે.

જમ્મુના સિદરા વિસ્તારના એક ઘરમાંથી છ મૃતદેહ મળી આવતા સનસનાટી, મૃત્યુ પામનારાઓમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ
Six members of a family found dead at their residence in Sidra area of Jammu

Follow us on

જમ્મુ પોલીસે (J K Police) જણાવ્યું હતું કે બુધવારે અહીં તેમના ઘરે એક પરિવારના છ સભ્યો શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. મૃતકોની ઓળખ સકીના બેગમ, તેની બે પુત્રીઓ નસીમા અખ્તર અને રૂબીના બાનો, પુત્ર ઝફર સલીમ અને બે સંબંધીઓ હબીબુલ્લાહના પુત્ર નૂર-ઉલ-હબીબ અને ફારૂકના પુત્ર સજ્જાદ અહેમદ તરીકે થઈ છે. સિદરા (Sidra) વિસ્તારમાં એક ઘરમાંથી બે મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે બીજા ઘરમાંથી ચાર મૃતદેહ મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું કે મૃતદેહોને અહીંની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસની ટીમો વિસ્તારમાં પહોંચી ગઈ છે. તપાસ શરૂ કરવામાં આવી છે.

મૃત્યુનું કારણ હજુ જાણી શકાયું નથી. પોસ્ટમોર્ટમ બાદ તમામ બાબતો સ્પષ્ટ થશે.

જમ્મુમાં એક જ પરિવારના છ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ વાતની પુષ્ટિ કરતા પોલીસે જણાવ્યું હતું કે બુધવારે તમામ તેમના નિવાસસ્થાને શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, જમ્મુ શહેરની બહારના સિદરા વિસ્તારમાં તવી વિહારમાંથી મળી આવેલા છ મૃતદેહોમાંથી બે વ્યક્તિઓના મૃતદેહ એક ઘરમાં અને ચાર વ્યક્તિઓના મૃતદેહ બીજા ઘરમાંથી મળી આવ્યા હતા. મૃત્યુનું કારણ હજુ જાણી શકાયું નથી. પોલીસે છ વ્યક્તિઓના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. CrPCની કલમ 174 હેઠળ તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

મૃતકોની ઓળખ ગુલામ હસનની વિધવા સકીના બેગમ, તેમની બે પુત્રીઓ નસીમા અખ્તર અને રૂબીના બાનો, પુત્ર ઝફર સલીમ અને બે સંબંધીઓ નૂર-ઉલ-હબીબ અને સજ્જાદ અહેમદ તરીકે થઈ છે. પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કેસની તપાસ ચાલુ છે.

Next Article