સિસોદિયાનું નાણા મંત્રાલય ગેહલોતને સોંપાશે તો રાજકુમાર આનંદ શિક્ષણ પ્રધાન બનશે

મનીષ સિસોદિયાની સીબીઆઈએ 26 ફેબ્રુઆરીએ દારૂ નીતિ કેસમાં ધરપકડ કરી હતી. બીજી તરફ સત્યેન્દ્ર જૈનની મની લોન્ડરિંગના આરોપમાં 30 મે 2022ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.ત્યારથી વિપક્ષ ભારતીય જનતા પાર્ટી તેમના રાજીનામાની માંગ કરી રહી હતી.

સિસોદિયાનું નાણા મંત્રાલય ગેહલોતને સોંપાશે તો રાજકુમાર આનંદ શિક્ષણ પ્રધાન બનશે
| Edited By: | Updated on: Mar 01, 2023 | 9:24 AM

રાષ્ટ્રપતિએ ભ્રષ્ટાચારના આરોપોમાં ઘેરાયેલા મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનું રાજીનામું સ્વીકારી લીધું છે. સીએમ કેજરીવાલે બંને મંત્રીઓના રાજીનામા એલજી વિનય સક્સેનાને મોકલ્યા હતા, એલજીએ રાષ્ટ્રપતિને મોકલ્યા હતા. રાષ્ટ્રપતિએ બંનેના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. જે બાદ નવા મંત્રીઓની જાહેરાત કરવામાં આવી છે. હવે મનીષ સિસોદિયાના મંત્રાલયો વિભાજિત થઈ ગયા છે. મનીષ સિસોદિયાનું નાણા મંત્રાલય કૈલાશ ગેહલોતને સોંપવામાં આવ્યું છે. સાથે જ તેમનું શિક્ષણ મંત્રાલય રાજકુમાર આનંદને આપવામાં આવ્યું છે.

દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપતા સિસોદિયાએ આરોપ લગાવ્યો છે કે તેમની વિરુદ્ધ ખોટા અને પાયાવિહોણા આરોપો પર કાવતરું ઘડવામાં આવ્યું છે, સત્ય બહાર આવશે. ત્રણ પાનાના અનડેટેડ પત્ર પર નાયબ મુખ્યમંત્રી કાર્યાલયની મહોર લાગેલી છે.સિસોદિયાએ પત્રમાં કહ્યું છે કે તેમણે દિલ્હી સરકારના વિવિધ વિભાગો માટે અત્યંત ઇમાનદારી સાથે કામ કર્યું છે. તેની સાથે લાખો બાળકોના આશીર્વાદ અને તેમના માતા-પિતાનો પ્રેમ છે.

સૌથી મોટી વાત એ છે કે તેમની પાસે હજારો શિક્ષકોના આશીર્વાદ છે જેમણે દિલ્હીમાં શિક્ષણ ક્રાંતિની શરૂઆત કરી હતી.તેમણે કહ્યું હતું કે મારા પર લાગેલા આરોપોનું સત્ય બહાર આવશે અને તે સાબિત થશે કે તેઓ ખોટા છે.

કૈલાશ ગેહલોત કયા મંત્રાલયો ધરાવે છે?

નાણા મંત્રાલય
આયોજન મંત્રાલય
જાહેર બાંધકામ વિભાગ
વીજળી વિભાગ
ગૃહ મંત્રાલય
શહેરી વિકાસ વિભાગ
સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગ
પાણી વિભાગ

રાજ કુમાર આનંદ કયો પોર્ટફોલિયો ધરાવે છે?

શિક્ષણ વિભાગ
જમીન અને મકાન વિભાગ
તકેદારી વિભાગ
સેવા વિભાગ
પ્રવાસન વિભાગ
કલા અને સંસ્કૃતિ વિભાગ
શ્રમ વિભાગ
રોજગાર વિભાગ
આરોગ્ય વિભાગ
ઉદ્યોગ વિભાગ

મનીષ સિસોદિયાની સીબીઆઈએ 26 ફેબ્રુઆરીએ દારૂ નીતિ કેસમાં ધરપકડ કરી હતી. બીજી તરફ સત્યેન્દ્ર જૈનની મની લોન્ડરિંગના આરોપમાં 30 મે 2022ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.ત્યારથી વિપક્ષ ભારતીય જનતા પાર્ટી તેમના રાજીનામાની માંગ કરી રહી હતી. સિસોદિયા ઓગસ્ટ 2022માં એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં તેમનું નામ સામે આવતાં પણ તપાસ હેઠળ આવ્યા હતા. ગયા. સીબીઆઈએ રવિવારે સાંજે સિસોદિયાની વર્ષ 2021-22 માટે દારૂની નીતિ બનાવવામાં અને તેના અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચાર બદલ ધરપકડ કરી હતી. આ પોલિસી હવે રદ કરવામાં આવી છે.

Published On - 7:50 am, Wed, 1 March 23