પંજાબમાં ગરમાયુ રાજકારણ, સિદ્ધુએ સોનિયાને લખ્યો પત્ર, કહ્યુ પંજાબ સરકાર આ 13 મુદ્દાઓ પર કરે કામ

|

Oct 17, 2021 | 3:04 PM

આ પત્ર પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ પંજાબમાં 2022 ની વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં લખ્યો છે.

પંજાબમાં ગરમાયુ રાજકારણ, સિદ્ધુએ સોનિયાને લખ્યો પત્ર, કહ્યુ પંજાબ સરકાર આ 13 મુદ્દાઓ પર કરે કામ
Navjot Singh Sidhu (file photo)

Follow us on

પંજાબ કોંગ્રેસ (Punjab Congress) અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ (Navjot Singh Sidhu) રવિવારે કોંગ્રેસના (Congress) વચગાળાના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીને (Sonia Gandhi) પત્ર લખ્યો હતો. આ પત્રમાં સિદ્ધુએ કેટલાક મુદ્દાઓ વિશે જણાવ્યું હતું જે પંજાબ સરકારે (Punjab Government) પૂર્ણ કરવું જોઈએ. સિદ્ધુએ આ પત્ર એવા સમયે લખ્યો છે જ્યારે તેઓ પંજાબ રાજ્યના મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi) સાથે રાજકીય ઝઘડો ચાલી રહ્યો છે.

પોતાના પત્રમાં પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુએ સોનિયા ગાંધી પાસેથી કોંગ્રેસના ઘોષણાપત્ર માટે 13-એજન્ડા સાથે પંજાબ મોડેલ(Punjab Model) રજૂ કરવા માટે સમય માંગ્યો હતો. આ પત્ર પંજાબમાં 2022 ની વિધાનસભા ચૂંટણીના (Punjab Assembly polls) સંદર્ભમાં લખવામાં આવ્યો છે. અગાઉ શુક્રવારે સિદ્ધુએ કહ્યું હતું કે તેમની ચિંતાઓ દૂર કરવામાં આવી છે અને પાર્ટીએ કહ્યું કે તેઓ રાજ્ય એકમના વડા તરીકે ચાલુ રહેશે. સિદ્ધુએ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યાના થોડા દિવસો બાદ આ ઘટના સામે આવી છે.

આ કારણે સિદ્ધુ અને ચન્ની વચ્ચે થયો વિવાદ 
પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત ચન્ની અને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુ વચ્ચે તંગદિલી છવાઈ ગઈ જ્યારે કોંગ્રેસ હાઇકમાન્ડ, ચન્ની અને રાવતે સિદ્ધુને ધ્યાનમાં લીધા વગર પંજાબના નવા મંત્રીમંડળને આખરી ઓપ આપ્યો. સૂત્રો જણાવે છે કે સિદ્ધુ રાણા ગુરજીત સિંહના મંત્રીમંડળમાં સમાવેશને લઈને નારાજ હતા. તેમણે એવી પણ ફરિયાદ કરી હતી કે સિદ્ધુના વફાદારોમાં માત્ર પરગત સિંહને જ તેમની પસંદગીનો પોર્ટફોલિયો મળ્યો હતો. સિદ્ધુએ કહ્યું કે કેબિનેટ વિસ્તરણમાં હાઇકમાન્ડ દ્વારા તેઓને બાજુ પર રાખવામાં આવ્યા હતા અને અમરિંદર સિંહના વફાદાર બ્રહ્મ મોહિન્દ્રાને ઉચ્ચ પદ આપવામાં આવ્યું હતું.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

સિદ્ધુએ ડીજીપી તરીકે ઇકબાલ પ્રીત સિંહ સહોટા અને એજી તરીકે અમર પ્રીત સિંહ દેઓલની નિમણૂકનો પણ વિરોધ કર્યો હતો. પરંતુ સીએમ ચન્નીએ સ્પષ્ટ કર્યું છે કે બંને નિમણૂકો રદ કરવામાં આવશે નહીં. તણાવ એટલો વધી ગયો કે સિદ્ધુએ ચન્નીના પુત્રના લગ્નમાં પણ હાજરી આપી ન હતી. તે જ સમયે, નારાજ નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના વડા તરીકે રાજીનામું આપ્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે તેઓ પંજાબના ભવિષ્ય સાથે સમાધાન કરી શકતા નથી. આ રીતે પંજાબ ફરી એક વખત રાજકીય મડાગાંઠમાં ફસાઈ ગયું.

આ પણ વાંચોઃ રામના વનવાસ જવાના સીનમાં દશરથ ઢળી પડ્યા, લોકોએ માન્યુ કે કલાકારે કર્યો ઉત્તમ અભિનય, વાસ્તવમાં દશરથનુ પ્રાણ પંખેરુ ઉડી ગયુ હતુ

આ પણ વાંચોઃ મોંઘવારીનો માર : પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો, ચાર દિવસમાં દોઢ રૂપિયા વધીને એક લિટરે ભાવ રૂ. 111.17 પહોંચ્યો

Next Article