Sidhu Moosewala Case: આજે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અમૃતસર કોર્ટમાં હાજર થશે, રિમાન્ડની માંગણી કરશે પોલીસ

|

Jul 11, 2022 | 8:51 AM

લોરેન્સ બિશ્નોઈ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો માસ્ટરમાઈન્ડ છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 14 જૂને પંજાબ પોલીસને સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં બિશ્નોઈની ધરપકડ કરવાની મંજૂરી આપી હતી.

Sidhu Moosewala Case: આજે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અમૃતસર કોર્ટમાં હાજર થશે, રિમાન્ડની માંગણી કરશે પોલીસ
File Image

Follow us on

પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની (Sidhu Moosewala) હત્યાના આરોપી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને આજે અમૃતસર કોર્ટમાં (Amritsar Court) રજૂ કરવામાં આવશે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની સુનાવણી માટે કોર્ટની બહાર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. જાણકારી અનુસાર મેડિકલ કરાવ્યા બાદ બિશ્નોઈ (Gangster Lawrence Bishnoi)ને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અમૃતસર પોલીસ ફરી એકવાર લોરેન્સના રિમાન્ડ મેળવવાનો પ્રયત્ન કરશે. આ પહેલા રાણા કંડોવાલિયા મર્ડર કેસના (Rana Kandowalia Murder Case) સંબંધમાં રવિવારે લોરેન્સ બિશ્નોઈને સ્ટેટ ઓપરેશન સેલમાં લાવવામાં આવ્યો હતો.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર DCP પરમિન્દર એસ. ભંડાલ (કાયદો અને વ્યવસ્થા)એ જણાવ્યું હતું કે રાણા કંડોવાલિયા હત્યા કેસના સંબંધમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને રવિવારે પ્રથમ સ્ટેટ ઓપરેશન સેલમાં લાવવામાં આવ્યો હતો. આ પછી તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાણા કંડોવાલિયા હત્યા કેસમાં બિશ્નોઈને 11 જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો. લોરેન્સને છેલ્લે બુધવારે અમૃતસર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ભંડાલે જણાવ્યું હતું કે “રાણા કંડોવાલિયા હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઈને 11 જુલાઈ સુધીના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા.”

બિશ્નોઈ મૂસેવાલાની હત્યાનો માસ્ટરમાઈન્ડ

જણાવી દઈએ કે લોરેન્સ બિશ્નોઈ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો માસ્ટરમાઈન્ડ છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 14 જૂને પંજાબ પોલીસને સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં બિશ્નોઈની ધરપકડ કરવાની મંજૂરી આપી હતી. કોર્ટે પંજાબ પોલીસની ટ્રાન્ઝિટ અરજીને પણ સ્વીકારી લીધી હતી અને પોલીસને આદેશ આપ્યો હતો કે આરોપી લોરેન્સનું દિલ્હી છોડતા પહેલા મેડિકલ ચેકઅપ સારી રીતે કરવામાં આવે.

પંજાબના માનસા જિલ્લામાં 29 મેના રોજ લોરેન્સ બિશ્નોઈ ગેંગના હુમલાખોરોએ સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરી હતી. તમને જણાવી દઈએ કે આ પહેલા કાળિયાર શિકાર કેસમાં અભિનેતા સલમાન ખાનનું પ્રતિનિધિત્વ કરતા વકીલે દાવો કર્યો હતો કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ પછી પોલીસે હસ્તિમલ સારસ્વતને મળેલા ધમકીભર્યા પત્રની સત્યતા જાણવા તપાસ શરૂ કરી હતી.

Published On - 8:51 am, Mon, 11 July 22

Next Article