Car accident viral video: ચોમાસાનો વરસાદ સૌ કોઈને સારો લાગે છે. પણ વધારે પડતો વરસાદ લોકોને રડવા માટે પણ મજબૂર કરી શકે છે. ભારતમાં પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક કાર અને જિંદગીઓ વધી વહી ગઈ હતી. હાલમાં વરસાદને કારણે થયેલી તબાહીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થઈ રહ્યો છે.
અકસ્માતના આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે આખી કાર તૂટી ગઈ હતી, ત્યારે તે કારમાં બેઠેલા લોકો ભાગ્યશાળી નીકળ્યા હતા, જેમને એક પણ ઈજા નથી આવી. આ વીડિયો નાગાલેન્ડનો છે જ્યાં એક કાળા રંગની કાર પહાડોની બાજુમાં બનેલા રસ્તા પર જઈ રહી હતી, જેના પર કેટલાક ફૂટ ઉપરથી એક પથ્થર પડ્યો હતો.
જેમાં સમગ્ર કારના ફુરચા ઉડી ગયા હતા. કારમાં બેઠેલા ચાર લોકોને એક પણ ઈજા આવી ન હતી.જેને જોઈને લાગ્યું કે આ કારમાં કોઈ બચ્યું નથી, પરંતુ અકસ્માત થયા બાદ કારમાં બેઠેલા તમામ લોકો પોતાની મેળે બહાર આવી ગયા, જેને જોઈને લોકોને આશ્ચર્ય થયું.
આ પણ વાંચો : Viral Video: ટામેટા ચોરીનો પ્રયત્ન કરી રહ્યો હતો આ વ્યક્તિ, તરત સાપે કર્યો હુમલો
The folks in the Harrier were lucky. 2ft behind & it’d have meant certain death.
This is excellent build quality from @TataMotors – the suspension & frame strength meant the vehicle did not budge much despite the extreme intensity of the impact. Quality saves lives; pay for it. pic.twitter.com/b62SqR6S7h
— Cynical Ujval (@cynical_ujval) July 12, 2023
આ પણ વાંચો : ફૂડ બ્લોગરે જ્વાળામુખીની અંદર બનાવ્યો પિત્ઝા, વીડિયો જોઈને યૂઝર્સ થયા આશ્ચર્યચકિત
સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ દંગ રહી ગયા હતા. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ વીડિયો જોઈ દરેક સોશિયલ મીડિયા યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ પણ વાંચો : Viral Video: પ્લેનમાં ‘ભીખ’ માંગતો જોવા મળ્યો Pakistani વ્યક્તિ, Video થયો વાયરલ
આ વીડિયો શેયર કરતા યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, હેરિયર કારમાં બેઠેલા લોકો નસીબદાર હતા, જો 2 ફૂટ પાછળ હોત તો ચોક્કસ મૃત્યુ થાત. @TataMotors તરફથી આ ઉત્તમ બિલ્ડ ગુણવત્તા છે. સસ્પેન્શન અને ફ્રેમની મજબુતતાને કારણે આટલો મોટો અકસ્માત થયો હોવા છતાં વાહન વધુ હલી ન શક્યું. કારની આ ગુણવત્તા કારમાં સવાર લોકોનો જીવ બચાવે છે, તેને જ ખરીદો.
Published On - 12:42 pm, Sat, 15 July 23