Sunanda Pushkar Case: કોંગ્રેસના નેતા શશી થરૂરને મોટી રાહત, પત્ની સુનંદા પુષ્કરના મૃત્યુના કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

|

Aug 18, 2021 | 1:25 PM

Shashi Tharoor: પત્ની સુનંદા પુષ્કરના મૃત્યુના કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરને નિર્દોષ જાહેર કર્યા છે.

Sunanda Pushkar Case: કોંગ્રેસના નેતા શશી થરૂરને મોટી રાહત, પત્ની સુનંદા પુષ્કરના મૃત્યુના કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યા
congress leader shashi tharoor

Follow us on

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરની (Senior Congress leader Shashi Tharoor) પત્ની સુનંદા પુષ્કરના (Sunanda pushkar) મૃત્યુના કેસમાં વરિષ્ઠ નેતા શશી થરૂરને (Shashi Tharoor) મોટી રાહત આપી છે. શશી થરૂરને કોર્ટે આ કેસમાં નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો છે. સુનાવણી દરમિયાન, રાઉઝ એવન્યુ કોર્ટે થરૂરને પત્ની સુનંદા પુષ્કરના મૃત્યુના આરોપી હોવાનો ઇનકાર કર્યો હતો.

સુનંદા પુષ્કરના મૃત્યુનો કેસ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાલી રહ્યો હતો. આ કેસમાં પોલીસે તેની ચાર્જશીટમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેરળના સાંસદ શશી થરૂરને ભારતીય દંડ સંહિતાની કલમ 478-A  અને આત્મહત્યા કરવા માટે પ્રેરવા અંગેની કલમ 306 હેઠળ આરોપી બનાવ્યા છે.

કોર્ટના નિર્ણયને આવકારતા, શશિ થરૂરનુંના વરિષ્ઠ વકીલ વિકાસ પાહવાએ જણાવ્યું હતું કે તે 7 વર્ષ લાંબી કાનુની લડાઈ હતી. અંતે ન્યાયનો વિજય થયો છે. અમને શરૂઆતથી જ ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ હતો. પોલીસ દ્વારા આત્મહત્યા કરવા પ્રેરવા અને ક્રૂરતા અંગે લગાવેલા આરોપો વાહિયાત હતા.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

સુનંદા પુષ્કર હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરની પત્ની સુનંદા પુષ્કર જાન્યુઆરી 2014 માં એક હોટલના રૂમમાં મૃત અવસ્થામાં મળી આવી હતી. મેડિકલ રિપોર્ટ બાદ તેના શરીરમાં દવાઓની લીધી હોવાનું સામે આવ્યુ હતુ. જ્યારે પ્રાથમિક તપાસમાં હત્યાના કરાઈ હોવાના મુદ્દે પણ તપાસ કરવામાં આવી હતી. જોકે, આખરે પોલીસે આત્મહત્યા માટે ચાર્જશીટ દાખલ કરી હતી. જો કે કોર્ટમાં બંને પક્ષો વચ્ચે દલીલો બાદ શશી થરુર સામે આરોપો ઘડવાના આદેશને સ્થગિત કરવામાં આવ્યો હતો.

છેલ્લી સુનાવણી દરમિયાન સુનંદા પુષ્કર પર માનસિક અત્યાચારના મુદ્દે પણ દલીલ કરવામાં આવી હતી. સરકારી વકીલ અતુલ શ્રીવાસ્તવે કહ્યું હતું કે તેમની માનસિક સ્થિતિ સારી નહોતી. જેના કારણે તેમનું સ્વાસ્થ્ય બગડ્યું હતું. સુનાવણી દરમિયાન સુનંદાના પોસ્ટ મોર્ટમ રિપોર્ટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે આ કુદરતી મૃત્યુ નથી. મૃત્યુનું કારણ ઝેર છે, જે મ્હોવાટે પીવડાવાઈ શકાય છે અથવા તો ઈન્જેક્શન સ્વરૂપે આપી શકાય છે.

આ પણ વાંચોઃ Gold Price Today : સોનાનાં રોકાણકારો માટે મહત્વના સમાચાર, 1 તોલા સોનું 50,000 ના સ્તરે પહોંચવાના મળી રહ્યા છે સંકેત, જાણો શું છે નિષ્ણાંતોની સલાહ

આ પણ વાંચોઃ Viral Video : કેન્સરના ઇલાજ દરમિયાન મિત્ર બન્યા આ ભુલકાઓ, તેમની મુલાકાતનો વીડિયો જોઇ લોકોની આંખો થઇ ભીની

Published On - 1:18 pm, Wed, 18 August 21

Next Article