મહારાષ્ટ્રમાં રાજકીય ઉતાર-ચઢાવ ચાલુ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ (NCP)ના નેતા શરદ પવારના નિવેદન બાદ રાજ્યનું રાજકારણ ગરમાય તેવી શક્યતા છે. પવારે આજે શુક્રવારે કહ્યું કે અજિત પવાર અમારા નેતા છે. પાર્ટીમાં કોઈ ભાગલા નથી. તેમના આ નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા અલગ-અલગ પ્રકારના દાવાઓ થવા લાગ્યા છે.
શરદ પવાર આજ સતારા અને કોલ્હાપુરના પ્રવાસે છે પરંતુ આ પ્રવાસ પર નિકળ્યા પહેલા તેમણે બારામતીમાં પોતાના નિવેદનથી રાજકીય ક્ષેત્રે હલચલ મચાવી દીધી છે. શરદ પવારે કહ્યું, “પાર્ટીમાં વિભાજન ક્યારે થાય છે, જ્યારે દેશ સ્તરે એક મોટો જૂથ અલગ પડે છે. આજે પરિસ્થિતિ એવી નથી. અજિત પવાર અમારા નેતા છે.
આ પણ વાંચો : મમતાએ ભાંગરો વાટ્યો, Rakesh Roshanને પહોંચાડી દીધા ચંદ્ર પર, સોશિયલ મીડિયા પર મીમ્સ થયા VIRAL
તેમણે કહ્યું, પાર્ટીમાં કોઈ કેટલાક લોકોએ પોતાની અલગ ભુમિકા અપનાવી લીધી છે. તેનો મતલબ એ નથી કે, પાર્ટીમાં ભાગલા પડ્યા છે. અલગ નિર્ણય લેવો લોકતંત્રમાં તેનો અઘિકાર છે. અજિત પવારની બીડમાં થનારી જનસભા પર શરદ પવારે કહ્યું કે, આ તેનો લોકતાંત્રિક અધિકાર છે. એક દિવસ પહેલા એનસીપી સાંસદ અને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેએ પણ કહ્યું હતુ કે, અજીત પવાર હજુ પણ એનસીપીનો જ ભાગ છે અને પાર્ટીમાં એકજુથતા બનેલી છે.
આ પણ વાંચો : Breaking News: ચંદ્ર પર સોફ્ટ લેન્ડિગ બાદ રોવર આવી રીતે આવ્યું બહાર, ISROએ શેર કર્યો VIDEO
શરદ પવારે આ નિવેદન બાદ ભાજપના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે કહ્યું કે, આખું વર્ષ ભાજપે ખુબ કામ કર્યું છે. આગામી એક વર્ષમાં હજુ પણ કામ કરશે. 2024માં લોકસભા ચૂંટણી પહેલા શરદ પવારનું પણ મન પરિવર્તન થશે અને પીએમ નરેન્દ્ર મોદીના વિકાસમાં સાથે આવશે.
NCP છોડીને અજિત પવારની સાથે ગયેલા પ્રફુલ્લ પટેલે શરદ પવાર સાથે આવવા વિશે કહ્યું કે, હું તેમના વિશે શું કહું, તેઓ અમારી સાથે આવે તો સારી વાત હશે.