SCO Meeting 2023: ભારત સામે પાકિસ્તાન ઝુક્યુ, 600 ભારતીય માછીમારોને કરશે મુક્ત

SCO 2023: 2011માં પાકિસ્તાનના તત્કાલિન વિદેશ પ્રધાન હિના રબ્બાની ખારે ભારતની મુલાકાત લીધી હતી અને તેમના તત્કાલીન સમકક્ષ એસએમ કૃષ્ણા સાથે વાતચીત કરી હતી. તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફે 2014માં પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.

SCO Meeting 2023: ભારત સામે પાકિસ્તાન ઝુક્યુ, 600 ભારતીય માછીમારોને કરશે મુક્ત
| Edited By: | Updated on: May 05, 2023 | 9:59 PM

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ભારતની મુલાકાતે છે. આ દરમિયાન પાકિસ્તાને કહ્યું કે તે સદ્ભાવનાના સંકેત તરીકે 600 ભારતીય માછીમારોને મુક્ત કરશે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે માછીમારોએ દરિયાઈ સીમાનું ઉલ્લંઘન કર્યું છે. આ માટે આ લોકોને જેલમાં રાખવામાં આવ્યા છે.

રિપોર્ટ અનુસાર 600 માછીમારમાંથી 200ને 12 મેના રોજ મુક્ત કરવામાં આવશે. બાકીના 400 માછીમારોને 14 મેના રોજ મુક્ત કરવામાં આવશે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે બિલાવલ ભુટ્ટોએ શુક્રવારે ગોવાના બેનૌલિમમાં SCOની વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લીધો હતો. આવી સ્થિતિમાં તેને સકારાત્મક પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Manipur Violence: રાજ્યમાં નહીં થાય કલમ 355નો ઉપયોગ, ઉચ્ચ સ્તરીય બેઠકમાં અમિત શાહે લીધો મોટો નિર્ણય

હકીકતમાં, બિલાવલ છેલ્લા 12 વર્ષમાં ભારતની મુલાકાત લેનારા પ્રથમ પાકિસ્તાની વિદેશ મંત્રી છે. 2011માં પાકિસ્તાનના તત્કાલિન વિદેશ પ્રધાન હિના રબ્બાની ખારે ભારતની મુલાકાત લીધી હતી અને તેમના તત્કાલીન સમકક્ષ એસએમ કૃષ્ણા સાથે વાતચીત કરી હતી. તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફે 2014માં પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.

ભારતીય વિદેશ પ્રધાને પાકિસ્તાનને તેમના વિદેશ પ્રધાનની ઉપસ્થિતીમાં જ ઘેર્યુ

SCO દેશોના વિદેશ પ્રધાનની બેઠકને લઈ સૌનુ ધ્યાન ભારત અને પાકિસ્તાનના મુદ્દાઓ પર છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો પણ ઉપસ્થિત રહ્યા છે. ભારતીય વિદેશ પ્રધાને પાકિસ્તાનને તેમના વિદેશ પ્રધાનની ઉપસ્થિતીમાં જ ઘેર્યુ હતુ. બેઠક બાદ પણ ભારતના વિદેશ પ્રધાને પાકિસ્તાનને આતંકવાદની ઈન્ડસ્ટ્રીના પ્રવક્તા તરીકે બતાવ્યુ હતુ. પાકિસ્તાનના વિદેશ પ્રધાનની બેઠકમાં હાજરીને લઈને પણ બતાવ્યુ હતુ કે, બિલાવલ ભુટ્ટોને એક સદસ્યના રુપમાં જ ટ્રીટ કરવામાં આવ્યા છે.

એસ જયશંકરે કહ્યુ હતુ કે, પાકિસ્તાન આંતકવાદનો પ્રમોટર અને પ્રોટેક્ટર છે. પાકિસ્તાનને એ હિસાબથી જ જવાબ આપ્યો છે અને એ જ રીતે તેને કાઉન્ટર કરવામાં આવ્યુ છે. જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર પણ જયશંકરે ફરી કહ્યુ હતુ કે, જમ્મુ-કાશ્મીર ભારતનો જ હિસ્સો છે અને અને રહેશે. આગળ બતાવ્યુ હતુ કે, અનુચ્છેદ 370 હવે ઈતિહાસ છે. લોકો જલદી હવે આ વાતને સમજી લે તેટલુ સારુ છે. પાકિસ્તાની વિદેશ પ્રધાને પણ પાકિસ્તાની મીડિયા સાથે બેઠક બાદ વાત કરી હતી. તેઓએ કહ્યુ હતુ કે, ભારત સાથેના સંબંધો ત્યાં સુધી સામાન્ય નહીં થઈ શકે જ્યાં સુધી કાશ્મીરમાં ઓગષ્ટ 2019 થી પહેલા જેવી સ્થિતી લાગુ ના થઈ શકે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…