કોરોનાના લક્ષણોને લઈને વૈજ્ઞાનિકોએ કર્યો નવો દાવો, મોઢામાં અને જીભ પર થઇ શકે છે આ સમસ્યા

|

Apr 17, 2021 | 11:36 AM

કોરોના આતંક મચાવતો જાય છે એમ એમ તેના નવા લક્ષણ સામે આવતા જાય છે. વૈજ્ઞાનિકોનો દાવો છે જે જીભ અને મોઢું સુકાઈ જવું પણ એક લક્ષણ છે.

કોરોનાના લક્ષણોને લઈને વૈજ્ઞાનિકોએ કર્યો નવો દાવો, મોઢામાં અને જીભ પર થઇ શકે છે આ સમસ્યા
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

સરકારી આંકડા મુજબ દેશમાં બે લાખ લોકોના જીવ લેનાર કોવિડ -19 ના નવા લક્ષણો સતત બહાર આવી રહ્યા છે. સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણની રાષ્ટ્રીય સંસ્થાઓએ લગભગ અડધા દર્દીઓમાં આ લક્ષણોની નોંધ લીધી છે. જેમાં મોઢું સૂકાઈ જવું તેમાંથી મુખ્ય છે જેને તબીબી વૈજ્ઞાનિકોની ભાષામાં ઝેરોસ્ટોમીયા કહેવામાં આવે છે. તે સંક્રમણના પ્રારંભિક સમયનું મુખ્ય લક્ષણ હોઈ શકે છે.

આ પછી દર્દીને આગામી કેટલાક દિવસોમાં તાવ, ગળામાં દુખાવો જેવા લક્ષણો વિકસે છે. ચિકિત્સકોના જણાવ્યા મુજબ સુકા મોંનું મુખ્ય કારણ શરીરમાં લાળનો અભાવ છે. લાળને લીધે, આપણું મોં ખરાબ બેક્ટેરિયા અને અન્ય તત્વો સામે રક્ષણ આપે છે અને પાચનની પ્રક્રિયા પણ શરૂ કરે છે.

જીભ સૂકાઈ જવી પણ એક લક્ષણ

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

જીભ સુકાઈ જવી ટે પણ નવા લક્ષણોમાં એક માનવામાં આવી રહ્યા છે. લાળનું ઉત્પાદન ન થવાના કારણે પણ આ બને છે. આ સમય દરમિયાન જીભ સફેદ થઈ શકે છે અથવા તેના પર સફેદ પેચો રચાય શકે છે.

પ્રારંભિક તપાસ માટે ઉપયોગી લક્ષણ

વૈજ્ઞાનિક માને છે કે પ્રારંભિક લક્ષણો દર્દીની તપાસ અને સારવાર શરૂ કરવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે. તે રોગને ફેલાવવાથી પણ રોકી શકે છે.

ખોરાક ખાવામાં તકલીફ

આવા લક્ષણોવાળા લોકોને ખાવામાં પણ તકલીફ થાય છે. લાળનો અભાવ સુકા ખોરાકને ચાવવાનું મુશ્કેલ બનાવે છે. ઉપરાંત, બોલવામાં પણ શુષ્ક મોંમાં સમસ્યા છે.

કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે નવા નવા લક્ષણો પણ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં તાવ, ઉલટી-ઝાડા, પેટમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, સુંઘવાની શક્તિ ગુમાવવી જેવા લક્ષણો હતા. ત્યાર બાદ એક અહેવાલ અને રીપોર્ટ અનુસાર નવા સ્ટ્રેઈનમાં કામને લગતી તકલીફ અને આંખોની સમસ્યા પણ જોવા મળી હતી. જેમાં દર્દીઓએ ફરિયાદ કરી હતી કે તેમને આંખે જોવામાં તકલીફ અનુભવાઈ રહી છે અને કાનને લઈને પણ સમસ્યાઓ થઇ રહી છે. આવામાં નવા લક્ષણો સામે આવ્યા છે.

 

આ પણ વાંચો: PM મોદીની સાધુ-સંતોને અપીલ: કોરોનાના સંકટને કારણે પ્રતિકાત્મક હોવો જોઈએ મહાકુંભ

આ પણ વાંચો: RT-PCR ટેસ્ટમાં નવો વાયરસ નથી આવી રહ્યો પકડમાં? જાણો આરોગ્ય મંત્રાલયે શું કહ્યું

Next Article