Funny Video : સોશિયલ મીડિયા પર અવારનવાર બાળકોના વીડિયો (Video) વાયરલ થતા જોવા મળે છે. જેમાં ક્યારેક બાળકોનુ ટેલેન્ટ તો ક્યારેક બાળકોની હરકત જોઈને લોકો દંગ રહી જાય છે. આજકાલ આવો જ એક વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સામાન્ય રીતે શાળામાં (School) કેટલાક બાળકો ખૂબ તોફાની હોય છે અને તેઓ ઘણીવાર અન્ય બાળકોની કેટલીક વસ્તુઓ જેમ કે પેન્સિલ, પેન અથવા અન્ય કોઈપણ વસ્તુ ચોરી લેતા હોય છે.
બાળક શિક્ષકને ફરિયાદ કરવાને બદલે સીધો પોલીસ સ્ટેશન પહોંચી ગયો
આ અંગે તમે બાળકોને શિક્ષક સામે ફરિયાદ કરતા જોયા હશે.પરંતુ વાયરલ થઈ રહેલા વીડિયોમાં કંઈક અલગ જ જોવા મળે છે. જો કે, અહીં પણ એક બાળકની પેન્સિલ ચોરાઈ ગઈ છે, પરંતુ તે શિક્ષકને ફરિયાદ કરવાને બદલે સીધો પોલીસ સ્ટેશન પહોંચી જાય છે.વીડિયોમાં તમે જોઈ શકો છો કે પ્રાથમિક શાળામાં ભણતા બાળકોનું એક જૂથ તેમના એક સહાધ્યાયી વિરુદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યું છે.
આ વીડિયો આંધ્ર પ્રદેશના(Andhra Pradesh) કુર્નૂલ જિલ્લાના પેડા કડુબુરુ પોલીસ સ્ટેશનનો છે, જ્યાં બાળકો ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા. વીડિયોમાં એક બાળક દાવો કરતો જોઈ શકાય છે કે, ઘણા દિવસોથી તેનો એક સાથી તેની પેન્સિલ ચોરી રહ્યો છે અને તેથી જ તેની પોલીસ ફરિયાદ કરવા આવ્યો છે.
જુઓ વીડિયો
Even Primary School Children trust #APPolice:
There is a paradigm shift in the attitude,behaviour&sensitivity of AP Police in way of giving confidence& reassurance to the people of #AP
AP Police stays as No1 in #SMARTPolicing in the country in @IPF_ORG Survey 2021 only testifies pic.twitter.com/Zs7CQoqqOI— Andhra Pradesh Police (@APPOLICE100) November 25, 2021
પોલીસે બાળકને આપી ખાતરી
આ દરમિયાન, પોલીસ અધિકારીઓ તે બાળકની ફરિયાદ આરામથી સાંભળે છે, પરંતુ જ્યારે બાળક તેમને કેસ નોંધવાનું કહે છે, ત્યારે પોલીસ ફરિયાદી અને આરોપી બાળક વચ્ચે સમાધાન કરાવવાનો પણ પ્રયાસ કરે છે અને હાથ મિલાવવાનું કહે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
આ સાથે પોલીસે (Andhra Pradesh Police)બાળકને ખાતરી આપી કે આરોપી બાળક ફરી આવો ગુનો નહીં કરે. આ વીડિયો તેલુગુ ભાષામાં છે, જેને આંધ્ર પ્રદેશ પોલીસના ટ્વિટર હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે આંધ્ર પ્રદેશ પોલીસે લખ્યું છે કે, ‘પ્રાઈમરી સ્કૂલના બાળકો પણ આંધ્ર પ્રદેશ પોલીસમાં વિશ્વાસ કરે છે.’
આ પણ વાંચો : Video : સોશિયલ મીડિયા પર છવાયા આ વરરાજા ! દુલ્હનને મદદ કરતા દુલ્હાને જોઈને યુઝરે કહ્યુ “કાશ હમ પહેલે મિલે હોતે “
Published On - 4:29 pm, Sat, 27 November 21