
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનના ભોપાલ સ્થિતિ ઐતિહાસિક રાજાશાહી મિલકત અંગે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જેના પર મધ્યપ્રદેશ હાઈકોર્ટે આખરે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશને ફગાવી દીધો છે, જેમાં અભિનેતા સૈફ અલી ખાન, તેની બહેનો સોહા અને સબા અને માતા શર્મિલા ટાગોરને મિલકતોના વારસદાર તરીકે રાખવામાં આવ્યા હતા. નવાબ હમીદુલ્લા ખાનના વારસદારોએ ખાનની પ્રપૌત્રી સાજિદા સુલતાનના પક્ષમાં અગાઉના મિલકત વિભાગને પડકાર્યો હતો.
અગાઉના નિર્ણયમાં પૈતૃક મિલકત સાજિદા સુલતાનને આપવામાં આવી હતી. જો કે 1960 માં મૃત્યુ પામેલા ભૂતપૂર્વ નવાબના વારસદારો મુસ્લિમ પર્સનલ લો (શરિયત) અધિનિયમ 1937 મુજબ વ્યક્તિગત મિલકતોનું વિભાજન ઇચ્છતા હતા, જે તત્કાલીન નવાબના મૃત્યુ સમયે અમલમાં હતો, અને 1999 માં ટ્રાયલ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જો કે હાઈકોર્ટે હવે ટ્રાયલ કોર્ટને કાર્યવાહી ફરી શરૂ કરવા અને એક વર્ષમાં સુનાવણી પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ આદેશ ભોપાલ રાજવી પરિવારના સમગ્ર વારસા માળખાને બદલી શકે છે.
નવાબોની આ વિવાદિત મિલકતોમાં ભોપાલ, સિહોર અને રાયસેન જેવા વિસ્તારોમાં બનેલા મહેલો, જમીન અને અન્ય મિલકતોનો સમાવેશ થાય છે. એક અહેવાલ મુજબ, અભિનેતા સૈફ અલી ખાનના ભોપાલ રજવાડાની ઐતિહાસિક મિલકત પરનો પ્રતિબંધ 2015માં સમાપ્ત થઈ ગયો છે. પટૌડી પરિવારને પોતાનો પક્ષ રજૂ કરવા માટે સમય આપવામાં આવ્યો હતો પરંતુ અત્યાર સુધી તેમના તરફથી કોઈ દાવો રજૂ કરવામાં આવ્યો નથી.
પટૌડી પરિવારની માલિકીની અને અભિનેતા સૈફ અલી ખાન સાથે આંશિક રીતે સંબંધિત લગભગ 15,000 કરોડ રૂપિયાની મિલકતો સરકાર દ્વારા દુશ્મન સંપત્તિ અધિનિયમ, 1968 હેઠળ નિયંત્રણમાં લઈ શકાય છે. NDTVના અહેવાલ મુજબ, એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, મધ્યપ્રદેશ હાઈકોર્ટે 2015માં આ મિલકતો પર લાદવામાં આવેલ પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. નિર્ણયમાં સમાવિષ્ટ કેટલીક મિલકતોમાં સૈફનું બાળપણનું ઘર ફ્લેગ સ્ટાફ હાઉસ, નૂર-ઉસ-સબા પેલેસ, દાર-ઉસ-સલામ, હબીબીનો બંગલો, અમદાવાદ પેલેસ, કોહેફિઝા મિલકત વગેરેનો સમાવેશ થાય છે.
1968નો શત્રુ સંપત્તિ અધિનિયમ, ભારત સરકારને શત્રુ સંપત્તિઓને નિયંત્રિત કરવાનો અધિકાર આપે છે. ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મન દેશો સાથેના યુદ્ધ પછી આ કાયદો ભારતમાં લાવવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ, સરકાર શત્રુ સંપત્તિઓનું સંચાલન અને રક્ષણ કરે છે.
આ કાયદા હેઠળ, સરકાર દ્વારા શત્રુ સંપત્તિઓની હરાજી કરી શકાય છે. શત્રુ સંપત્તિ પર કોઈપણ પ્રકારના દાવા માટે કોઈ અવકાશ નથી. 2017માં આ શત્રુ સંપત્તિ અધિનિયમમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવુડના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.