બેંગ્લોરમાં યોજાયો સદાકાળ ગુજરાત કાર્યક્રમ, સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો

|

Mar 26, 2023 | 10:02 PM

બેંગ્લોરમાં યોજાયો સદાકાળ ગુજરાત કાર્યક્રમ યોજાયો છે. જેનો સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના અમૃતકાળને એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રથી સૌ સાથે મળી અમૃતમય બનાવે તેવું પ્રેરક આહવાન કર્યું છે.આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે દેશ અને દુનિયામાં જ્યાં ક્યાંય પણ ગુજરાતી વસે છે, ત્યાં વિકાસમાં મદદગાર અને વિકાસના સંવાહક બન્યા છે

બેંગ્લોરમાં યોજાયો સદાકાળ ગુજરાત કાર્યક્રમ, સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો
Banglore Sadakal Gujarat

Follow us on

બેંગ્લોરમાં યોજાયો સદાકાળ ગુજરાત કાર્યક્રમ યોજાયો છે. જેનો સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના અમૃતકાળને એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રથી સૌ સાથે મળી અમૃતમય બનાવે તેવું પ્રેરક આહવાન કર્યું છે.આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે દેશ અને દુનિયામાં જ્યાં ક્યાંય પણ ગુજરાતી વસે છે, ત્યાં વિકાસમાં મદદગાર અને વિકાસના સંવાહક બન્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કર્ણાટકના બેંગ્લોરમાં કર્ણાટક ગુજરાતી સમાજ અને ગુજરાત સરકારના બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત સદાકાળ ગુજરાત કાર્યક્રમના અતિથિ વિશેષ પદેથી સંબોધન કરી રહ્યા હતા.

ગુજરાતી સમાજના અગ્રણીઓ આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા

ગુજરાતના NRG પ્રભાગના રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, બેંગ્લોર દક્ષિણના સાંસદ અને ભાજપા યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યા, કર્ણાટક ભાજપા અધ્યક્ષ નલિનકુમાર કટીલ અને સાંસદ પી.સી. મોહન તેમ જ ગુજરાતી સમાજના અગ્રણીઓ આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગાંધીજી અને સરદાર પટેલ એમ ગુજરાતના બે સપૂતોની જોડીએ દેશને સ્વરાજ્ય અપાવ્યું.

‘આજે આત્મનિર્ભર ભારત, મેઈક ઈન ઈન્ડિયા અને સ્ટાર્ટઅપ ઈન્ડિયાને પરિણામે વિદેશમાં જે કાંઈ નવી ટેકનોલોજી કે નવિન બાબતો આવે છે તે એ જ સમયે ભારતમાં પણ આવી જાય એવી સજ્જતા આપણે કેળવી છે.’ એમ મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર ના નેતૃત્વમાં ભારતે મેળવેલી વિશ્વપ્રતિષ્ઠાનો ગૌરવ સહ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ભારત માતાને આવી આગવી પ્રતિષ્ઠા અપાવનારા વડાપ્રધાન ગુજરાતની ધરતીના સંતાન

સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ભારત માતાને આવી આગવી પ્રતિષ્ઠા અપાવનારા વડાપ્રધાન ગુજરાતની ધરતીના સંતાન છે તેનું દરેક ગુજરાતી વિશ્વભરમાં ગૌરવ લે છે.ગુજરાતે વિકાસની નવી ઊંચાઈઓ નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં પાર કરી છે, તેની ભૂમિકા આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રણોત્સવ જ્યારે તેમણે શરૂ કરાવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે વિશ્વભરના લોકો આ સફેદ રણ જોવા આવશે.આજે આ રણ વિશ્વભરના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

ગુજરાતીતા ઝળકાવનારા 15 જેટલી વ્યક્તિઓનું આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન

સ્ટેચ્યુ ઓફ યુનિટી, અંબાજીધામનું ડેવલપમેન્ટ, સાથે ગિફ્ટ સિટી, ધોલેરા એસ.આઈ.આર., જેવા વર્લ્ડક્લાસ પ્રકલ્પો વિકસાવી પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતના હોલિસ્ટિક એન્ડ ઓલરાઉન્ડ ડેવલપમેન્ટની નવી સિદ્ધિઓ પાર કરાવી છે, તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

કર્ણાટક અને બેંગ્લોરમાં સ્થાયી થયેલા તથા વિવિધ ક્ષેત્રે સેવાપ્રદાનથી ગુજરાતીતા ઝળકાવનારા 15 જેટલી વ્યક્તિઓનું આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.બિનનિવાસી ગુજરાતી પ્રભાગ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્ણાટકમાં વસતા ગુજરાતી પરિવારોને રાજ્યના વિકાસના પ્રતિનિધિ ગણાવ્યા હતા.

તેમણે કહ્યું કે, કર્ણાટકમાં અલગ-અલગ સ્થળોએ મળીને 84 જેટલા ગુજરાતી સમાજો-સંગઠનો છે, તે સૌ કર્ણાટકના વિકાસ માટે પોતાનું યોગદાન આપીને અહીં પણ ગુજરાતીતા ઝળકાવે છે.સદાકાળ ગુજરાત કાર્યક્રમ ગુજરાતના સર્વગ્રાહી અને આધુનિક વિકાસને અન્ય પ્રાંતપ્રદેશમાં વસતા લોકો સમક્ષ ઉજાગર કરવાનો ઉપક્રમ છે, તેની પણ ભૂમિકા હર્ષ સંઘવીએ આપી હતી.

આ પણ વાંચો : Breaking News : ગુજરાતમાં કોરોનાના નવા 303 કેસ નોંધાયા, એક વ્યકિતનું મૃત્યુ

Published On - 9:54 pm, Sun, 26 March 23

Next Article