રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે (Sergey Lavrov) વિદેશ મંત્રી એસ જયશંકરને(S Jaishankar) દેશના સાચા દેશભક્ત ગણાવ્યા છે. લવરોવે કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War) વચ્ચે મોસ્કોથી આયાત ઘટાડવાના વધતા દબાણ વચ્ચે ભારત પોતાની વિદેશ નીતિ નક્કી કરશે. વધુમાં સર્ગેઈ લવરોવે કહ્યું, ‘એસ જયશંકર એક અનુભવી રાજદ્વારી અને તેમના દેશના સાચા દેશભક્ત છે, કારણ કે જ્યારે તેમણે કહ્યું હતું કે ભારતને તેની સુરક્ષા અને વિકાસ માટે શું જોઈએ છે તેના આધારે આગળની રણનિતી નક્કી થયા છે, પરંતુ ઘણા દેશો આવુ કરી શકતા નથી.’
ભારતના વિદેશમંત્રી એસ જયશંકરએ અમેરિકામાં (America) રશિયા સાથેના સંબંધો (India Russia) વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું હતુ કે ભારત અને રશિયા વચ્ચે જુના સંબધ છે. ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં સર્ગેઈ લવરોવે કહ્યું હતું કે રશિયા ખાદ્ય સુરક્ષા, સંરક્ષણ અથવા વ્યૂહાત્મક ક્ષેત્રો માટે તેના કોઈપણ પશ્ચિમી સહયોગી પર ભરોસો ન કરી શકે. અમે એવા તમામ દેશો સાથે સહયોગ કરવા તૈયાર છીએ જે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું ઉલ્લંઘન કરવા માટે ગેરકાયદેસર માધ્યમોનો ઉપયોગ કરતા નથી.
વધુમાં તેમણે કહ્યું આવા દેશોમાં ભારત પણ સામેલ છે,અમે દ્વિપક્ષીય રીતે સહયોગ કરીએ છીએ. ભારત અને રશિયા વચ્ચેના સંબંધો દાયકાઓ જૂના છે. પરંતુ યુક્રેન યુદ્ધ બાદ ભારત પર રશિયા સાથેના સંબંધો પર પુનર્વિચાર કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે.
ભારત-રશિયા સંબંધો વિશે વાત કરતા સર્ગેઈ લવરોવે કહ્યું, ‘ભારત અમારો જૂનો મિત્ર છે. અમે ઘણા સમય પહેલા અમારા સંબંધોને ‘વ્યૂહાત્મક ભાગીદારી’ ગણાવ્યા હતા. ત્યારે લગભગ 20 વર્ષ પહેલા ભારતે કહ્યું હતું કે શા માટે આપણે આપણા સંબંધોને ‘પ્રીવિલેજ્ડ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ ના કહીએ ? અને થોડા સમય પછી ભારતે કહ્યું કે આપણે આપણા સંબંધોને ‘સ્પેશિયલ પ્રિવિલેજ્ડ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ કહેવા જોઈએ. તે કોઈપણ દ્વિપક્ષીય સંબંધોની વિશિષ્ટતા દર્શાવે છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો : Russia Ukraine War: અવળચંડાઈ બાદ હવે પુતિન યુદ્ધ ખતમ કરવાની ફિરાકમાં, રશિયાએ યુક્રેનની સેનાને આપી છેલ્લી ચેતવણી