
છેલ્લા કેટલાક દિવસોથી ઈંધણના પુરવઠાને લઈને ફેલાયેલી ચિંતાઓને પગલે ભારત પેટ્રોલિયમ (BPCL), હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) અને ઇન્ડિયન ઓઈલે મોરચો સંભાળ્યો છે. કંપનીઓએ સોશિયલ મીડિયા દ્વારા જનતાને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.
જોકે, મિડલ ઈસ્ટ સંકટની અસર કિંમતો પર જોવા મળી છે. તાજેતરમાં પ્રીમિયમ પેટ્રોલ (95-ઓક્ટેન) ના ભાવમાં લિટર દીઠ ₹2 અને ઈન્ડસ્ટ્રીયલ ડીઝલમાં ₹22 નો વધારો થયો છે. પરંતુ સામાન્ય જનતા જે પેટ્રોલ-ડીઝલ વાપરે છે તેના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અધિકારીઓએ નોંધ્યું છે કે પ્રીમિયમ પેટ્રોલ વાપરનારા ગ્રાહકો માત્ર 5% જ છે.
સોશિયલ મીડિયા પર એવી અફવા પણ હતી કે LPG બુકિંગના દિવસોમાં ફેરફાર થયો છે, પરંતુ ઇન્ડિયન ઓઈલે સ્પષ્ટ કર્યું છે કે:
વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટ થઈ રહી છે, પરંતુ ભારત પાસે અત્યારે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જનતાએ માત્ર સત્તાવાર સ્ત્રોતો પર જ વિશ્વાસ કરવો જોઈએ જેથી સિસ્ટમ કાર્યક્ષમ રીતે ચાલતી રહે.