
પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં પોલીસે મોટી કાર્યવાહી કરીને એક નિવૃત્તિ સરકારી બસ ડ્રાઇવરના ઘરેથી આશરે 29 કરોડ રૂપિયા રોકડા અને 15 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું છે. એટલું જ નહીં, પોલીસને આ વ્યક્તિના ઘરેથી કરન્સી કાઉન્ટિંગ મશીન પણ મળી આવ્યા છે, જેનાથી આ મામલો વધુ ગંભીર બની ગયો છે. હાલમાં પોલીસ જપ્ત કરાયેલી રકમની ગણતરી અને સમગ્ર નેટવર્કની તપાસમાં લાગી ગઈ છે. પોલીસે આ દરોડો મોહમ્મદ બજાર વિસ્તારમાં આવેલા મિનાર મંડલના બે માળના મકાન પર પાડ્યો હતો. મિનાર મંડલ અગાઉ સરકારી બસ ડ્રાઇવર રહી ચૂક્યા છે અને તેઓ પથ્થરના વેપારી તુલુ મંડલના સંબંધી હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, તુલુ મંડલ એક સંગઠિત સિન્ડિકેટ ચલાવવાના આરોપોના ઘેરાવામાં છે. તેઓ કથિત રીતે તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ વિધાયક અનુવ્રત મંડલના નજીકના પણ રહ્યા છે.
બીરભૂમના પોલીસ અધિક્ષક (SP) વિદિત રાય ભુંડેશના જણાવ્યા મુજબ, પોલીસને એવી માહિતી મળી હતી કે એક સંગઠિત સિન્ડિકેટ સાથે જોડાયેલી ગેરકાયદે રોકડ અને સોનું તુલુ મંડલના નજીકના નજીબુદ્દીન મારફતે આ મકાનમાં રાખવામાં આવ્યા છે. માહિતીના આધારે મંગળવારે મોડી રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન પોલીસે ઘરમાંથી આશરે 29 કરોડ રૂપિયા રોકડા, 15 કિલો સોનાના બિસ્કિટ અને અનેક કરન્સી કાઉન્ટિંગ મશીનો જપ્ત કર્યા હતા. આ મામલે એક વ્યક્તિની અટકાયત પણ કરવામાં આવી છે.
પોલીસ હવે એ શોધવામાં લાગી છે કે આટલી મોટી માત્રામાં રોકડ રકમ અને સોનું ક્યાંથી આવ્યા. તપાસ એજન્સીઓ તુલુ મંડલની સંપત્તિ અને આવકના સ્ત્રોતની પણ તપાસ કરશે. પોલીસની તપાસમાં કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ખાસ ફોકસ રહેશે. ગેરકાયદે રેતી ખનન, પથ્થર ખનન, સંગઠિત આર્થિક અપરાધ અને રાજકીય કનેક્શન અંગે પોલીસ એ તપાસ કરશે કે શું આ કથિત સિન્ડિકેટને કોઈ પ્રભાવશાળી રાજકીય કે વહીવટી સંરક્ષણનો લાભ મળી રહ્યો હતો.
તપાસ એજન્સીઓ તુલુ મંડલની કથિત કરોડોની સંપત્તિ, જમીન અને એ દાવાની પણ તપાસ કરશે કે તેમની પાસે દુબઈમાં એક હોટેલ છે. આ સિવાય તેમની પુત્રીના હાઈ-પ્રોફાઈલ લગ્ન અને જમાઈના પરિવારના કથિત ગોલ્ડ સ્મગલિંગ મામલા સાથે જોડાયેલા સંબંધોની પણ તપાસ કરવામાં આવશે. પોલીસ એ પણ જાણવા માંગે છે કે ગેરકાયદે ખનનથી સરકારને થયેલા મહેસૂલી નુકસાનનો લાભ માત્ર સ્થાનિક સ્તર સુધી મર્યાદિત હતો કે પછી તેનું નેટવર્ક મોટા સ્તર સુધી ફેલાયેલું હતું.
Commendable job by our Law Enforcement personnel for the crackdown on Sand Mafia.
Following a precise operation based on source based information, Birbhum Police conducted a major raid under Mohammad Bazar PS targeting the hideout of illegal sand mafia Tullu Mondal alias Mohd… pic.twitter.com/Ln4XJCWKKY
— Suvendu Adhikari (@SuvenduWB) July 29, 2026
Published On - 6:13 pm, Thu, 30 July 26