Roshni Act Scam: ફારૂક અબદુલ્લા સહિતનાં મોટા નેતાઓ રોશની એક્ટથી મળેલી જમીન છોડવા કેમ નથી માંગતા? જાણો શું છે કિંમત

|

Dec 11, 2020 | 4:05 PM

જમ્મુ-કાશ્મીરમાં રોશની એક્ટ હેઠળ જમીન પર કબજો કરી રાખવાનો મામલો ઘણો ચર્ચામાં છે. ગોટાળામાં પ્રદેશનાં મોટા નામ સામેલ થયા બાદ હવે મામલો હવે ગરમાયો છે. આ એક્ટ હેઠળ જમીન મેળવવાવાળા લોકોએ હવે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. તેમણે અપીલ કરી છે કે હાઈકોર્ટે તેમનો પક્ષ જાણ્યા વગર ફાળવણીને ખોટો બતાવ્યો છે. જણાવી દઈએ કે જે […]

Roshni Act Scam: ફારૂક અબદુલ્લા સહિતનાં મોટા નેતાઓ રોશની એક્ટથી મળેલી જમીન છોડવા કેમ નથી માંગતા? જાણો શું છે કિંમત

Follow us on

જમ્મુ-કાશ્મીરમાં રોશની એક્ટ હેઠળ જમીન પર કબજો કરી રાખવાનો મામલો ઘણો ચર્ચામાં છે. ગોટાળામાં પ્રદેશનાં મોટા નામ સામેલ થયા બાદ હવે મામલો હવે ગરમાયો છે. આ એક્ટ હેઠળ જમીન મેળવવાવાળા લોકોએ હવે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. તેમણે અપીલ કરી છે કે હાઈકોર્ટે તેમનો પક્ષ જાણ્યા વગર ફાળવણીને ખોટો બતાવ્યો છે. જણાવી દઈએ કે જે જમીનોને લઈને બબાલ મચ્યો છે તેની કિંમત કરોડોમાં થવા જાય છે.

જાણકારી મુજબ પ્રદેશમાં જમીનનો ભાવ નક્કી નથી કેમકે કોઈ પણ જગ્યા પર જમીન નથી વેચાતી, પણ જે જમીન પર કબજો કરી લેવામાં આવ્યો છે તેની કિંમત કરોડોમાં બતાવવામાં આવી રહી છે. ગ્રામીણ વિસ્તારોને અગર છોડી દેવામાં આવે તો શહેરી  વિસ્તારોમાં જમીનનો ભાવ તેની વચ્ચે જ છે. બતાવવામાં આવી રહ્યું છે કે નેતાઓએ પોતાના પ્રભાવનો પુરો ઉપયોગ કરીને આ જમીનને મામુલી ભાવે ખરીદી લઈને તેના પર કબજો કરી લીધો હતો. આ જગ્યાઓ પર મોટા ઔદ્યોગિક કેન્દ્ર ખોલવામાં આવ્યા છે તો સાથે જ આલીશાન મકાન પણ બનાવવામાં આવ્યા છે.

લિસ્ટમાં કથિચ રૂપે સામેલ પૂર્વ સી.એમ ફારૂક અબ્દુલ્લા તરફથી ભટીંડીમાં જમીન પર કબજો કરીને મકાન બનાવી નાખવામાં આવ્યું છે. આ જમીનની કિંમત પ્રતિ એકર 1 કરોડ રૂપિયા કરતા વધારે છે. અલગ-અલગ જગ્યાનાં પ્રમાણમાં જમીનનાં ભાવ એ રીતે રહેતા હોય છે. જેમકે અગર નગર નિગમનાં અંડરમાં જમીન આવતી હોય છે તો તેની કિંમત પ્રતિ એકર એક કરોડ રૂપિયાથી વધારે હશે. શ્રીનગરમાં આજ પ્રકારે જમીનનો ભાવ નક્કી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બતાવવામાં આવી રહ્યું છે કે સપકારનો રેટ પ્રતિ એકર 1 કરોડ હોય તો માર્કેટમાં તે જમીનનો ભાવ બે કરોડ રૂપિયા હોય છે. એ જ પ્રકારે ગાંધી નગરમાં પ્રતિ એકરનો ભાવ આશરે બે કરોડ રૂપિયા છે ત્યાંના વિવિધ વિસ્તારોમાં નેતાઓએ મામુલી રૂપિયા આપીને જમીન પર કબજો કરી લીધો છે.

વર્ષ 2001માં પૂર્વ પ્રદેશ સરકારે રોશની એક્ટ બનાવીને કબજે કરી લેવાયેલી સરકારી જમીન પર લોકોને માલિકીપણાંનો અધિકાર આપવાનો ફેસલો કર્યો હતો જો કે સમય સમય પર આ કાયદામાં સંશોધન કરવામાં આવ્યું છે કે જેમાં સામાન્ય લોકોને ભાયદો મળવાની જગ્યા પર નેતાઓ અને પ્રભાવશાળી લોકો કે પછી ભૂ માફિયાઓએ કબજો કરી લીધો હતો, હવે તપાસ બાદ તે નેતાઓનાં નામ બાહર આવવાનાં શરૂ થઈ ગયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article