Mohali Blast: મોહાલીમાં પોલીસ ઈન્ટેલિજન્સ વિભાગની ઓફિસના ચોથા માળે રોકેટ લોન્ચરથી હુમલો, આરપીજીનો ઉપયોગ કરવામાં આવ્યો !

Punjab Mohali Blast: પંજાબના મોહાલીમાં પોલીસ ઈન્ટેલિજન્સ વિભાગની ઈમારતની બહાર વિસ્ફોટ (Blast) થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ રોકેટ જેવી વસ્તુ પડવાથી થયો હતો.

Mohali Blast: મોહાલીમાં પોલીસ ઈન્ટેલિજન્સ વિભાગની ઓફિસના ચોથા માળે રોકેટ લોન્ચરથી હુમલો, આરપીજીનો ઉપયોગ કરવામાં આવ્યો !
Blast in Mohali, Punjab
Image Credit source: Twitter
| Edited By: | Updated on: May 10, 2022 | 6:27 AM

પંજાબના મોહાલીમાં સોમવારે રાત્રે પંજાબ પોલીસના (Punjab Police) ગુપ્તચર વિભાગની ઇમારતની બહાર જોરદાર વિસ્ફોટ (Blast in Mohali) થયો હતો. એસપી રવિન્દ્ર પાલ સિંહે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે હુમલો રોકેટ લોન્ચરથી (Rocket launcher) કરવામાં આવ્યો હતો, જેમાં ગુપ્તચર વિભાગના મુખ્ય કાર્યાલયના ચોથા માળને નિશાન બનાવવામાં આવ્યું હતું. સમગ્ર મોહાલી જિલ્લાને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. કોઈ નુકસાન થયું ન હોવાનું પણ જણાવ્યું હતું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેને આતંકવાદી હુમલો ગણી શકાય, તો મોહાલીના એસપીએ કહ્યું કે તેને અવગણી શકાય નહીં. અમે તેની તપાસ કરી રહ્યા છીએ. હાલ આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી. બ્લાસ્ટ બાદ મોહાલીમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે આસપાસની ઈમારતો પણ બ્લાસ્ટના કારણે પ્રભાવિત થઈ છે.

ગુપ્તચર વિભાગની આ ઇમારત સુહાના સાહિબ ગુરુદ્વારા પાસે આવેલી છે. ઈન્ટેલિજન્સ વિંગના સૂત્રોનું કહેવું છે કે વિસ્ફોટ રોકેટ ગ્રેનેડ હુમલાને કારણે થયો હતો, જે લગભગ 7.45 વાગ્યે થયો હતો. હુમલા દ્વારા ઇમારતને નિશાન બનાવવામાં આવી છે. તેની અસર બિલ્ડીંગના ત્રીજા માળ સુધી જોવા મળી હતી. બ્લાસ્ટ બાદ ઈમારતની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ દળો તહેનાત કરવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પંજાબ સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર આ બ્લાસ્ટ કોઈ આતંકવાદી હુમલો નથી. ઉલટાનું, પંજાબ પોલીસના ગુપ્તચર વિભાગ પાસે પોતાના વિસ્ફોટકો છે, જેના કારણે વિસ્ફોટ થયો હોઈ શકે છે. ચંદીગઢના SSP કુલદીપ ચહલ પણ અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે હાજર છે. પોલીસ હવે ઘટનાસ્થળની આસપાસ લગાવેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી છે.

સીએમ માન પોલીસના સંપર્કમાં

એવું કહેવામાં આવી રહ્યું છે કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આ મામલે ડીજીપી સાથે વાત કરી છે અને ઘટનાની સંપૂર્ણ માહિતી મેળવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભગવંત માન સતત પોલીસ અધિકારીઓના સંપર્કમાં છે. સૂત્રોએ આતંકવાદી હુમલાની શક્યતાને હાલ તો નકારી કાઢી છે. તેમનું કહેવું છે કે બિલ્ડિંગની અંદર વિસ્ફોટકો રાખવામાં આવ્યા હતા. બ્લાસ્ટથી કોઈ નુકસાન થયું નથી. વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર છે અને તપાસ ચાલી રહી છે. આ સાથે ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે બિલ્ડિંગ પર આરપીજીથી હુમલો કરવામાં આવ્યો હતો.

આરપીજી શું છે ?

બિલ્ડિંગ પર આરપીજી દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા છે. તે રોકેટથી ઉપયોગમાં લાવાતો ગ્રેનેડ છે, જેને ખભા પર લઈ જઈને હુમલો કરી શકાય છે. તે એક પ્રકારનું મિસાઈલ ફાયરિંગ હથિયાર છે. આરપીજી વિસ્ફોટક હથિયારોથી સજ્જ રોકેટ લોન્ચ કરે છે. મોટાભાગના આરપીજી એક વ્યક્તિ વહન કરી શકે છે. તેનો ઉપયોગ ઘણીવાર ટેન્ક વિરોધી હથિયાર તરીકે પણ થાય છે.