ઓમિક્રોનના વધતા કેસ સરકાર માટે ચિંતાનો વિષય, નાઇટ કર્ફ્યુ જેવા નિયંત્રણો લાદવાની રાજ્યોને અપાઈ સલાહ

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે ક્રિસમસ અને 31 ડિસેમ્બરના કારણે બજારમાં ભીડ વધી છે. લોકો સામાજિક અંતર જાળવ્યા વિના, માસ્ક પહેર્યા વિના ખરીદીમાં વ્યસ્ત છે.

ઓમિક્રોનના વધતા કેસ સરકાર માટે ચિંતાનો વિષય, નાઇટ કર્ફ્યુ જેવા નિયંત્રણો લાદવાની રાજ્યોને અપાઈ સલાહ
Union Health Secretary Rajesh Bhushan
| Edited By: | Updated on: Dec 24, 2021 | 7:51 PM

ભારતમાં કોરોના વાયરસ (Covid-19 in India) ના કેસોમાં ભલે ઘટાડો થયો હોવાનુ જણાતુ હોય, પરંતુ ઓમિક્રોન વેરિયન્ટના વધી રહેલા કેસોને કારણે કેન્દ્ર સરકાર ચિંતિત છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે (Union Health Secretary Rajesh Bhushan) શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વિશ્વમાં કોરોનાની ચોથી લહેર ( fourth wave of the corona) જોવા મળી રહી છે. જો કે એકંદરે હકારાત્મકતા દર 6.1 ટકા છે. તેમણે કહ્યું કે દેશના 20 જિલ્લા એવા છે જ્યાં પોઝીટીવીટી રેટ 5 થી 10 ટકા છે. સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે અત્યારે આપણે સાવધાન રહેવાની જરૂર છે.

રાજેશ ભૂષણે કહ્યું, વિશ્વમાં કોરોનાની ચોથી લહેર જોવા મળી રહી છે. હાલમાં કોરોના કેસનો એકંદરે હકારાત્મકતા દર 6.1 ટકા છે. તેથી, આપણે સાવચેત રહેવું જોઈએ અને આપણે હવે કોરોનાને લઈને બેદરકારી દાખવી શકાય નહી. તેમણે કહ્યું કે, યુરોપ, ઉત્તર અમેરિકા અને આફ્રિકામાં દર સપ્તાહે કોવિડના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે એશિયામાં હજુ પણ દર અઠવાડિયે કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આરોગ્ય સચિવે કહ્યું કે, ક્રિસમસ અને 31 ડિસેમ્બરના કારણે બજારમાં વધારો થયો છે. લોકો સામાજિક અંતર જાળવ્યા વિના, માસ્ક પહેર્યા વિના ખરીદીમાં વ્યસ્ત છે.

બે દિવસમાં કોરોનાના આંકડા વધ્યા
આરોગ્ય સચિવે કહ્યું કે ઓમિક્રોન અને કોરોનાવાયરસ કેસની વધતી સંખ્યા સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે. ઘણા રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવનાર છે. પરંતુ સામાન્ય જનતા કોરોનાની ગંભીરતાને ધ્યાને લીધા વિના પોતાની ઘૂનમાં જ છે. ઓમિક્રોનના મુંબઈમાં 35 અને મહારાષ્ટ્રમાં 88 દર્દીઓ છે. છેલ્લા બે દિવસમાં કોરોનાના આંકડામાં પણ વધારો થયો છે. 23 ડિસેમ્બરે મહારાષ્ટ્રમાં 1,179 કોરોના દર્દીઓ મળી આવ્યા હતા અને 17 લોકોના મોત થયા હતા. જયારે, મુંબઈમાં 602 કેસ નોંધાયા હતા, અને 1નું મોત થયું હતું. 22 ડિસેમ્બરે રાજ્યમાં કોરોનાના 953 કેસ નોંધાયા હતા અને 8 લોકોના મોત થયા હતા.

પાંચ રાજ્યોમાં સૌથી વધુ સક્રિય કેસ
આરોગ્ય સચિવ ભૂષણે કહ્યું કે, દેશમાં 20 જિલ્લા એવા છે જ્યાં કોરોનાના કેસની પોઝીટીવીટી રેટ 5-10 ટકા છે. તેમાંથી 9 કેરળમાં અને 8 મિઝોરમમાં છે. 2 જિલ્લા એવા છે કે જ્યાં કેસ પોઝીટીવીટી રેટ 10 ટકાથી વધુ છે. આ બે જિલ્લા મિઝોરમમાં છે. હાલમાં, સૌથી વધુ સક્રિય કેસ ધરાવતા ટોચના પાંચ રાજ્યો કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કર્ણાટક છે. તેમણે કહ્યું કે ભારતના 17 રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં 358 ઓમિક્રોન કેસ મળી આવ્યા છે. જ્યારે સાજા થનારા દર્દીઓની સંખ્યા 114 છે.

આ પણ વાંચોઃ

Gujarat : ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે 28 ડિસેમ્બરે વરસાદ પડશે

આ પણ વાંચોઃ

રાજ્યમાં 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂનો સમય વધારાયો, રાત્રે 11થી સવારના 5 વાગ્યા સુધી રેહેશે રાત્રિ કરફ્યૂ