Republic Day 2022: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક (National war memorial) ખાતે 73મા પ્રજાસત્તાક દિવસના અવસર પર રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.આ દરમિયાન વડાપ્રધાન મોદીના માથા પર ઉત્તરાખંડની ટોપી જોવા મળી, આ સિવાય તેમના ગળામાં મણિપુરની માળા પણ જોવા મળી હતી.
દર વર્ષની જેમ આ વખતે પણ રાજધાની દિલ્હીના (Delhi) રાજપથ ખાતે મુખ્ય સમારોહનુ આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10.05 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુદ્ધમાં પહોંચીને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
તમને જણાવી દઈએ કે, આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટ, રક્ષા સચિવ અજય કુમાર અને સેનાની ત્રણેય પાંખના વડા પણ PM મોદી સાથે હાજર રહ્યા હતા. બાદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાફલો ઘોડા પર સવાર થઈને રાષ્ટ્રપતિના અંગરક્ષકો સાથે રાજપથ પહોંચ્યો હતો. જ્યાં વડાપ્રધાને તેમનું સ્વાગત કર્યું હતુ. ઉપરાંત સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ વડાપ્રધાને ત્યાં ડિજિટલ વિઝિટર બુક પર પોતાનો સંદેશ પણ લખ્યો હતો.
Delhi | Prime Minister Narendra Modi lays wreath at the National War Memorial on 73rd #RepublicDay pic.twitter.com/tQZiHlTTqA
— ANI (@ANI) January 26, 2022
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પ્રજાસત્તાક દિવસના અવસરે દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલયમાં ધ્વજ ફરકાવ્યો હતો. આ પછી તેમણે જણાવ્યુ કે, “હું દેશવાસીઓને 73માં ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવુ છુ.આ દિવસે એવા મહાન વીર અને બહાદુર સપૂતોને યાદ કરો જેમણે આ દેશને પ્રજાસત્તાક બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું.”
આ પણ વાંચો : Republic Day 2022: ગણતંત્ર દિવસ નિમિતે RSS મુખ્યાલયથી લઈને દેશભરમાં ફરકાવવામાં આવ્યો તિરંગો