Video: કડકડતી ઠંડીમાં ITBP જવાનોમાં Republic Day 2022નો ઉત્સાહ, હિમવીરોએ માઈનસ 35 ડિગ્રીમાં તિરંગો ફરકાવ્યો

|

Jan 26, 2022 | 1:52 PM

દેશભરમાં આજે 26મી જાન્યુઆરીએ 73મો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં સૈનિકોએ લદ્દાખમાં માઈનસ 35 ડિગ્રી જેવા દુર્ગમ વિસ્તારોમાં તિરંગો લહેરાવ્યો છે.

Video: કડકડતી ઠંડીમાં ITBP જવાનોમાં Republic Day 2022નો ઉત્સાહ, હિમવીરોએ માઈનસ 35 ડિગ્રીમાં તિરંગો ફરકાવ્યો
ITBP Jawans celebrate Republic Day 2022 in Himachal Pradesh

Follow us on

ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (Indo Tibetian Border Police-ITBP)ના જવાનોએ હિમાચલ પ્રદેશમાં 16,000 ફૂટની ઊંચાઈએ ગણતંત્ર દિવસ 2022ની (Republic Day 2022) ઉજવણી કરી. સાથે સાથે ITBPના હિમવીરોએ લદ્દાખ (Ladakh) સરહદ પર -35 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 15000 ફૂટની ઉંચાઈએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરતી કૂચ પસાર કરી. આ સાથે ITBPએ તેના સૈનિકો દ્વારા ભારત માતા કી જયના ​​નારા લગાવ્યા હતા. આ દરમિયાન, સૈનિકોએ ITBP ફ્લેગ્સ અને ત્રિરંગો એકસાથે લહેરાવ્યો, જ્યારે બીજી તરફ (ITBP) સૈનિકોએ ઉત્તરાખંડમાં -30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 14,000 ફૂટની ઊંચાઈએ ભારતના 73માં ગણતંત્ર દિવસની ઉજવણી કરી.

આ સાથે જ ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોએ ઉત્તરાખંડના Auli વિસ્તારમાં 11,000 ફૂટની ઊંચાઈએ ભારતના 73માં ગણતંત્ર દિવસની ઉજવણી કરી. આ સાથે ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોએ ઉત્તરાખંડમાં -20 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઉત્સાહથી તિરંગો ફરકાવ્યો હતો. આ હિમવીરોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા પણ લગાવ્યા હતા. આ સાથે હાથમાં ધ્વજ સાથે તેમણે બરફથી ઢંકાયેલા પહાડ ઉપર માર્ચ પણ કાઢી હતી.

અટારી-વાઘા બોર્ડર પર જશ્નનો માહોલ

ભારતમાં આજે 73માં ગણતંત્ર દિવસની (Republic Day) ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અટારી-વાઘા બોર્ડર પર પણ જશ્નનો માહોલ છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (Border Security Force) અને પાકિસ્તાની રેન્જર્સે એકબીજા સાથે મીઠાઈની આપ-લે કરીને ઉજવણી કરી હતી. આ અનોખી ઉજવણીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જમ્મુ-કાશ્મીરથી કન્યાકુમારી સુધી કડક સુરક્ષા વ્યવસ્થા

મહત્વપૂર્ણ છે કે ગણતંત્ર દિવસના અવસર પર જમ્મુ-કાશ્મીરથી કન્યાકુમારી સુધી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન પોલીસકર્મીઓ જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં રસ્તાઓ પર વાહનોની તપાસ કરતા જોવા મળ્યા હતા. જમ્મુ અને કાશ્મીર પોલીસ અધિકારીએ કહ્યું, “શહેરમાં દરેક જગ્યાએ ચેક પોસ્ટ મૂકવામાં આવી છે. આ સાથે જ આવનારા અને જનારા તમામ વાહનોનું કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: VIDEO: ગણતંત્ર દિવસ નિમિતે અટારી-વાઘા બોર્ડર પર જશ્નનો માહોલ, BSF અને પાકિસ્તાની રેન્જર્સે મીઠાઈની કરી આપ-લે

આ પણ વાંચો: Republic Day 2022 : વડાપ્રધાન મોદીએ યુદ્ધ સ્મારક પર શહીદોને આપી શ્રદ્ધાંજલિ, જવાનો માટે લખ્યો આ સંદેશ

Next Article