દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો, 24 કલાકમાં 221 દર્દીના મોત

|

Nov 05, 2021 | 11:20 AM

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોના વાયરસના સક્રિય દર્દીઓની સંખ્યા હવે ઘટીને 1.48 લાખ થઈ ગઈ છે.

દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો, 24 કલાકમાં 221 દર્દીના મોત
Reduction in the case of corona

Follow us on

દિવાળી (Diwali-2021) નો પર્વ ચાલી રહ્યો છે તે સમય દરમિયાન ભારતવાસીઓ માટે પણ રાહતના સમાચાર છે. દેશમાં કોરોના મહામારી ઘટી રહી છે. દેશમાં કોરોના (Covid-19) કેસના આંકડામાં રોજ સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે દેશમાં કોરોના વાયરસ(virus)ના 12,729 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 221 દર્દીઓના મોત(Death) થયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપી હતી કે, અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,37,24,959 થઈ ગઈ છે. રોજ કોરોના(Covid-19)ના કેસ પણ ઘટી રહ્યા છે અને મૃત્યુઆંકમાં પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે. ત્યારે દિવાળીના સમયમાં જ દેશની જનતા માટે આ રાહતના સમાચાર બન્યા છે. દેશની જનતામાં હવે અન્ય પર્વ પણ ઊજવવાની આશા જાગી છે. જો કે સામાન્ય જનતાએ હજુ સાવચેતી રાખવાની અને કોરોનાની નિયમોનો અમલ કરવાની તકેદારી રાખવી ખૂબ જરૂરી છે. જાહેર સ્થળ પર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવુ ખૂબ જરૂરી છે. કેમ કે કોરોનાના કેસ ઓછા જરૂર થઇ રહ્યા છે પરંતુ કોરોના વાયરસ હજુ પણ યથાવત છે.

દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા ઘટી

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં કોરોના વાયરસના સક્રિય દર્દીઓની સંખ્યા હવે ઘટીને 1.48 લાખ થઈ ગઈ છે. મંત્રાલયે માહિતી આપી છે કે, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 12,165 લોકો સંક્રમણથી સાજા પણ થયા છે, જે બાદ અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 3,37,24,959 થઈ ગઈ છે. જે ભારત દેશ માટે ખૂબ સારા સમાચાર છે. કોરોના મહામારી ઘટતા દેશનું અર્થતંત્ર પણ ઝડપથી ગતિ પકડવાની આશા છે.

દેશમાં રસીકરણનો આંકડો 107 કરોડથી વધુ
દેશમાં કોરોના સામેનો જંગ જીતવા રસીકરણની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. દેશભરમાં આરોગ્ય કેન્દ્રો પર રસીકરણ માટે લોકો હજુ પણ જઇ રહ્યા છે. મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં દેશભરમાં 107 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ઝડપી રસીકરણથી કોરોના પર ખૂબ જ ઝડપથી કાબુ મેળવી શકાશે.

આ પણ વાંચોઃ સુરતમાં લોકોએ અંબાજી મંદિરે દર્શન કરીને નવા વર્ષનો પ્રારંભ કર્યો, લોકોની ભારે ભીડ

આ પણ વાંચોઃ WHOએ આપી ચેતવણી, કોરોના મહામારીને કારણે આ દેશમાં ફ્રેબ્રુઆરી સુધી 5 લાખ લોકો ગુમાવી શકે છે જીવ 

 

 

 

Next Article