Red Fort Violence : દીપ સિદ્ધુને કોર્ટે સાત દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા

|

Feb 09, 2021 | 8:07 PM

Red Fort Violence : 26 જાન્યુઆરીના દિવસે લાલ કિલ્લા પર થયેલી હિંસાના કેસમાં દિલ્હી પોલીસે દીપ સિદ્ધુની પંજાબના જિકારપુરથી ધરપકડ કરી હતી.

Red Fort Violence : દીપ સિદ્ધુને કોર્ટે સાત દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા

Follow us on

Red Fort Violence : દિલ્હીમાં 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પરની હિંસાના કેસમાં આજે સવારે ધરપકડ કરાયેલા મુખ્ય આરોપી Deep siddhuને દિલ્હીની તીસ હજારી કોર્ટમાં રજૂ કરાયો હતો. દિલ્હી પોલીસે કોર્ટમાં સિદ્ધુના 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, ત્યારબાદ કોર્ટે તેને 7 દિવસના રિમાન્ડ પર પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. સુનાવણી દરમિયાન પોલીસે કોર્ટમાં કહ્યું કે Deep siddhu હિંસા દરમિયાન વીડિયોગ્રાફીમાં જોવા મળ્યો હતો. દીપ સિદ્ધુનો ઉશ્કેરણીજનક એક વીડિયો છે, જેમાં તે તેના ટેકેદારો સાથે લાલ કિલ્લામાં પ્રવેશ કરી રહ્યો છે.કોર્ટની સુનાવણી દરમિયાન Deep siddhuના વકીલે કહ્યું કે 26 જાન્યુઆરી પછી દીપ સિદ્ધુની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. 26 જાન્યુઆરી પછી તેણે કોઈ પ્રવાસ કર્યો નથી. સિદ્ધુના વકીલે કહ્યું કે સિદ્ધુ ખોટા સમયે ખોટી જગ્યાએ પહોંચી ગયો હતો અને તેણે દોડવાનો પ્રયત્ન કર્યો ન હતો.

લાલ કિલ્લાની પ્રાચીર પર હતો સિદ્ધુ
દિલ્હી પોલીસે કોર્ટમાં જણાવ્યું કે 26 જાન્યુઆરીની હિંસામાં 140 પોલીસ જવાન ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું હતું કે લાલ કિલ્લામાં જ્યાં ઝંડો ફરકાવવામાં આવ્યો હતો ત્યાં દીપ હાજર હતો. વીડિયોમાં તે જુગરાજ સિંહ સાથે જોવા મળી રહ્યો છે. પોલીસે પોતાની દલીલમાં જણાવ્યું હતું કે દીપ સિદ્ધુએ લાલ કિલ્લામાં હિંસા ભડકાવવાનું કામ કર્યું છે. તેમજ પોલીસે દીપ સિદ્ધુના ફેસબુક લાઇવનો પણ ઉલ્લેખ કર્યો હતો.

મોબાઇલ અને લેપટોપ તપાસ થવી જરૂરી
દિલ્હી પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે આ કેસની પૂછપરછ માટે દસ દિવસના રિમાન્ડની જરૂર છે. સિદ્ધુના મોબાઇલ અને લેપટોપની તપાસ કરવામાં આવનાર છે. મુંબઇ અને હરિયાણામાં જઇને એ અસામાજિક તત્વોની ઓળખાણ કરવામાં આવશે. જે લાલ કિલ્લા પર દીપ સાથે હાજર હતા. પોલીસે કોર્ટમાં કહ્યું કે આ અસામાજિક તત્વો ઓ જુદી જુદી જગ્યાના હોઈ શકે છે.પોલીસને થોડા વધારે સમયની જરૂર છે. સોશિયલ મીડિયા પર વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો એ ફોનની પણ તપાસ થવી જરૂરી છે. પોલીસે કહ્યું કે 3 મોબાઈલ જમા કરવામાં આવ્યા છે, જેની ઝીણવટભરી તપાસ કરવી પડશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

દીપ સિદ્ધુને કોર્ટ લઇ જતા સમયે થયા સૂત્રોચ્ચાર
આજે સવારે પંજાબના જિકારપુરથી દીપ સિદ્ધુની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસ દીપ સિદ્ધુને કોર્ટમાં હાજર કરવા જઈ રહી હતી ત્યારે ત્યાં હાજર લોકો દ્વારા દીપ સિદ્ધુ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોર્ટ રૂમની બહાર પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

Next Article