
રેલવેમાં નોકરી મેળવવાનું સ્વપ્ન જોતા યુવાનો માટે સારા સમાચાર છે. રેલવે ભરતી બોર્ડ એટલે કે RRB 10 એપ્રિલ એટલે કે આજથી સહાયક લોકો પાયલટની 9 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરશે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો ભારતીય રેલવેની ઓફિશિયલ વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 9 મે 2025 નક્કી કરવામાં આવી છે. આ ભરતી ઝુંબેશ હેઠળ ભારતના વિવિધ ઝોનલ રેલ્વેમાં સહાયક લોકો પાયલટની કુલ 9970 જગ્યાઓ ભરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત: આ જગ્યાઓ માટે ફક્ત તે ઉમેદવારો જ અરજી કરી શકે છે જેમણે પોતાનું ધોરણ 10 પાસ કર્યું હોય અને સંબંધિત ટ્રેડમાં ITI લાયકાત ધરાવતા હોય અથવા સંબંધિત ક્ષેત્રમાં એન્જિનિયરિંગમાં ડિપ્લોમા/ડિગ્રી મેળવી હોય.
અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 1 જુલાઈ 2025 ના રોજ 18 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જો કે સરકારી નિયમો મુજબ અનામત કેટેગરીના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
રેલવે સહાયક લોકો પાયલટ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ ફી તરીકે 500 રૂપિયા ચૂકવવા પડશે. જો કે CBT 1 પરીક્ષામાં બેસવા પર તેમને 400 રૂપિયા પરત કરવામાં આવશે. તે જ સમયે, EBC, SC, ST, મહિલા અને દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારોએ 250 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે અને CBT 1 પરીક્ષા આપ્યા પછી તેમને સંપૂર્ણ રકમ પરત કરવામાં આવશે.
RRB ALP ભરતી 2025 માટેની પસંદગી પ્રક્રિયામાં અનેક તબક્કાઓનો સમાવેશ થશે. પ્રથમ તબક્કો કમ્પ્યુટર-આધારિત કસોટી (CBT 1) હશે, જે ફક્ત લાયકાત ધરાવતી નેચરની હશે. જે ઉમેદવારો CBT-1 પાસ કરશે તેમને CBT-2માં બેસવાની તક મળશે. આ પછી કમ્પ્યુટર-આધારિત એપ્ટિટ્યુડ ટેસ્ટ (CBAT) લેવામાં આવશે અને અંતિમ રાઉન્ડમાં ડોક્યુમેન્ટ્સ ચકાસણી અને મેડિકલ ટેસ્ટનો સમાવેશ થશે.
CBT-1 પરીક્ષામાં ગણિત, જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગ, જનરલ સાયન્સ અને જનરલ અવેરનેસ સંબંધિત 75 પ્રશ્નો પૂછવામાં આવશે. આ પરીક્ષા પાસ કર્યા પછી ઉમેદવારોએ CBT-2 પરીક્ષા આપવાની રહેશે અને તેના સ્કોરના આધારે મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે.
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..