શું તમારૂ આધારકાર્ડ ખોવાઈ ગયું છે તો ચિંતા ન કરો, ઘરે બેઠા આ રીતે મેળવી શક્શો નવું આધારકાર્ડ

|

Jun 02, 2019 | 11:51 AM

દરેક ભારતીય નાગરિક માટે આધારકાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આધારકાર્ડ એક માત્ર દસ્તાવેજ નથી પણ ઓળખાણ છે. કોઈ પણ લેણદેણ અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર એક જરૂરી દસ્તાવેજ છે. ત્યારે આધારકાર્ડ જો ખોવાઈ જાય તો તમે પરેશાન થઈ જાવો છો. આધારકાર્ડ કાઠી આપતી સંસ્થા UIDAI લોકોને ઘણી સુવિધાઓ આપે છે. તેમાંથી એક છે […]

શું તમારૂ આધારકાર્ડ ખોવાઈ ગયું છે તો ચિંતા ન કરો, ઘરે બેઠા આ રીતે મેળવી શક્શો નવું આધારકાર્ડ

Follow us on

દરેક ભારતીય નાગરિક માટે આધારકાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આધારકાર્ડ એક માત્ર દસ્તાવેજ નથી પણ ઓળખાણ છે. કોઈ પણ લેણદેણ અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર એક જરૂરી દસ્તાવેજ છે. ત્યારે આધારકાર્ડ જો ખોવાઈ જાય તો તમે પરેશાન થઈ જાવો છો. આધારકાર્ડ કાઠી આપતી સંસ્થા UIDAI લોકોને ઘણી સુવિધાઓ આપે છે. તેમાંથી એક છે આધાર રી-પ્રિન્ટ કરવાની સુવિધા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

 

UIDAI ગ્રાહકોને ઘરે બેઠા આધાર રી-પ્રિન્ટની કરવાની સુવિધા આપે છે. તેના માટે તમારે UIDAIની વેબસાઈટ પર જઈને આધાર રી-પ્રિન્ટ પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ તમારા કોમ્પ્યુટર પર એક નવી ટેબ ખુલશે , ત્યાં તમારે 12 આંકડાનો આધાર નંબર નાખવો પડશે. જો તમારી પાસે 12 આંકડાનો આધાર નંબર નથી તો તમારી પાસે 16 આંકડાનો VID નંબર અને સિક્યુરીટી કોડ પણ નાખી શકો છો.

TV9 Gujarati

 

હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે, જે 10 મિનિટ સુધી જ માન્ય રહેશે. OTP નાખ્યા પછી અને ટર્મ એન્ડ કંડીશનના વિકલ્પને પસંદ કરીને તમારે સબમિટ કરવું પડશે. તે પછી આધાર ડિટેલ ચેક કર્યા પછી તમારે મેક પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરવું પડશે. આધાર રી-પ્રિન્ટ કરવા માટે તમારે 50 રૂપિયા આપવા પડશે.

આ પણ વાંચો: અમેરિકાના વીઝા નિયમોમાં ફેરફાર, આપવો પડશે આ 4 વસ્તુઓનો રેકોર્ડ

તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગથી આ પૈસા ચૂકવી શકો છો. પેમેન્ટ કર્યા પછી તમારી સ્ક્રીન પર એક એકનોલેન્જમેન્ટ આવશે. આ એકનોલેન્જમેન્ટ સ્લિપને તમે ડાઉનલોડ પણ કરી શકો છો. તેની જાણકારી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પણ આવશે. તમારા દ્વારા આપવામાં આવેલા એડ્રેસ પર તમારૂ આધારકાર્ડ પોસ્ટ દ્વારા પહોંચાડવામાં આવશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article