Ration card : ગરીબ પરિવારોના કલ્યાણ માટે સરકાર ઘણી યોજનાઓ ચલાવે છે. જેમાંની એક રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના છે, જેમાં રેશનકાર્ડ ધારક પરિવારોને અનાજ આપવામાં આવે છે. જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ, પરિવારમાં સભ્યોની સંખ્યાના આધારે ખૂબ જ સસ્તા દરે રાશન (Ration) ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
ઘણા પરિવારો પાસે હજુ પણ રેશનકાર્ડ (Ration card) નથી અને તેઓ રેશનકાર્ડ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો તમારા માટે પણ આ સમાચાર મહત્વના છે. રેશનકાર્ડ બનાવવાની પ્રક્રિયા પહેલા જેટલી સરળ નથી. અહેવાલો અનુસાર, રેશનકાર્ડ મેળવવાની પ્રક્રિયા પહેલા કરતા વધુ જટિલ બની છે.
પહેલા કરતા વધુ દસ્તાવેજોની જરૂર રહેશે
નવું રેશનકાર્ડ બનાવવાથી માંડીને, કાર્ડને રિન્યૂ (Renew) કરવા અથવા તેમાં નવા સભ્યનું નામ ઉમેરવા સુધી, હવે લગભગ 10 દસ્તાવેજો જરૂરી બન્યા છે. અહેવાલો અનુસાર આ નવા સોફ્ટવેરને કારણે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જિલ્લા પુરવઠા અધિકારીઓના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના સંબંધિત સોફ્ટવેર (New Software) કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત થાય છે, જે સોફ્ટવેરની મદદથી રેશનકાર્ડ બનાવવામાં આવે છે.
આ દસ્તાવેજો જરૂરી રહેશે
1.પરિવારના વડાનો પાસપોર્ટ સાઈઝ ફોટો
2.રેશન કાર્ડ રદ કરવાનું પ્રમાણપત્ર (જો અગાઉ રદ કરવામાં આવે તો)
3.પરિવારના વડાના બેંક ખાતાના પહેલા અને છેલ્લા પાનાની ફોટોકોપી
4. ગેસ પાસબુકની ફોટોકોપી
5.સમગ્ર પરિવારની આધાર કાર્ડની ફોટોકોપી
6.જન્મ પ્રમાણપત્ર અથવા હાઇસ્કૂલ પ્રમાણપત્રની ફોટોકોપી, મતદારોનું ઓળખપત્ર અથવા સભ્યોનું પાન કાર્ડ
7.જાતિ પ્રમાણપત્ર (SC, ST, OBC) દસ્તાવેજની ફોટોકોપી
8.દિવ્યાંગ ગ્રાહક માટે અપંગતા પ્રમાણપત્રની ફોટોકોપી
9.જો તમે મનરેગા જોબ કાર્ડ ધારક હોવ તો જોબ કાર્ડની ફોટોકોપી
10.આવક પ્રમાણપત્રની ફોટોકોપી
11.સરનામાંના પુરાવા માટે વીજળીના બિલ, પાણીના બિલ, હાઉસ ટેક્સ, ભાડેનામામાંથી કોઈ પણ એકની ફોટોકોપી
અગાઉ પ્રક્રિયા સરળ હતી
નવું સોફ્ટવેર કે પોર્ટલ આવ્યુ તે પહેલા રેશનકાર્ડ બનાવવાની પ્રક્રિયા સરળ હતી. અગાઉ માત્ર પરિવારના વડાનો ફોટો, ઓળખ કાર્ડ, સરનામાનો પુરાવો, આવક સંબંધિત દસ્તાવેજોની (Documents) જરૂર હતી. પરંતુ હવે પ્રક્રિયા થોડી જટિલ બની છે. જો તમે પણ રેશનકાર્ડ બનાવવા માંગો છો, તો તમે નજીકના બ્લોક વિકાસ અધિકારી, ગ્રામ વિકાસ અધિકારી અથવા સંબંધિત અન્ય વિભાગોના CSC કાઉન્ટર પર અરજી કરી શકો છો.
આ પણ વાંચો: Maharashtra : ત્રીજી લહેર પહેલા તંત્ર એકશનમાં, વિદેશી પ્રવાસીઓ માટે RT-PCR રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો
આ પણ વાંચો: Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે આજે મન કી બાત, કોરોના-ખેતી-તહેવારને લઈને વાત કરે તેવી સંભાવના
Published On - 12:08 pm, Sun, 29 August 21