Delhi: આજથી રાષ્ટ્રપતિ ભવન અને મ્યુઝિયમ સંકુલ મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકાશે

|

Aug 01, 2021 | 11:35 AM

કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ ભવન મુલાકાતીઓ માટે એપ્રિલ મહિનાથી બંધ રાખવામાં આવ્યું હતુ. પરંતુ હવે કોરોનાની સ્થિતિ હળવી થતા રાષ્ટ્રપતિભવન અને મ્યુઝિયમ સંકુલ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ છે.

Delhi: આજથી રાષ્ટ્રપતિ ભવન અને મ્યુઝિયમ સંકુલ મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકાશે
Rashtrapati Bhavan (File Photo)

Follow us on

આજથી રાષ્ટ્રપતિભવન અને મ્યુઝિયમ (Museum) સંકુલ મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકાશે. પ્રવાસીઓ અઠવાડિયામાં છ દિવસ સુધી ભવનની મુલાકાત કરી શકશે. ઉપરાંત જાહેર રજાઓને બાદ કરતાં ચાર પ્રી-બુક કરેલ ટાઇમ સ્લોટમાં (Time Slot) મુલાકાત કરી શકાશે.

કોરોનાની સ્થિતિને (Corona Condition) ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ ભવન મુલાકાતીઓ એપ્રિલ મહિનાથી (April) બંધ રાખવામાં આવ્યું હતુ. પરંતુ હવે કોરોનાની સ્થિતિ હળવી થતા રાષ્ટ્રપતિભવન અને મ્યુઝિયમ (Museum) સંકુલ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ છે.

રાષ્ટ્રપતિ ભવન (Rashtrapati Bhavan) રવિવારથી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર, સવારે 10:30 થી 11, બપોરે 12:30 થી 1:30 અને બપોરે 2:30 થી 3:30 વચ્ચે સ્લોટ દીઠ મહત્તમ 25 મુલાકાતીઓ જ રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લઈ શકશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જ્યારે, રાષ્ટ્રપતિ ભવનનું મ્યુઝિયમ સંકુલ મંગળવારથી રવિવાર સુધી અઠવાડિયામાં છ દિવસ ખુલ્લું રહેશે અને જાહેર રજાઓને બાદ કરતાં ચાર પ્રી-બુક કરેલ ટાઇમ સ્લોટમાં તેનો લાભ લઇ શકાશે. સ્લોટની વિગતવાર વાત કરવામાં આવે તો સવારે 9:30 થી 11, 11:30 થી 1, 1:30 થી 3 અને 3:30 થી 5 ની વચ્ચે, મહત્તમ 50 મુલાકાતીઓ મ્યુઝિયમ સંકુલને નિહાળી શકશે.

આ રીતે કરો સ્લોટ બુક

રાષ્ટ્રપતિ ભવનનું મ્યુઝિયમ સંકુલ ભારતની કલા, સંસ્કૃતિ, વારસો અને ઇતિહાસનું પ્રતીક કરતી અમૂલ્ય કલાકૃતિઓ પ્રદર્શિત કરે છે. જે લોકો રાષ્ટ્રપતિ ભવન અને મ્યુઝિયમ સંકુલની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છે. તેમણે https://presidentofindia.nic.in અથવા https://rashtrapatisachivalaya.gov.in/ અથવા https://rbmuseum.gov.in/ ઓનલાઈન બુકિંગ કરી શકે છે.

આ વેબસાઈટ (Website) ખોલતા તમને Book Now નો ઓપ્શન જોવા મળશે. ત્યારબાદ, તમારે ઉપલબ્ધ સ્લોટ અને તમારી પસંદગી અનુસાર તારીખ પસંદ કરવાની રહેશે. આ સાથે જ એક ફોર્મ ભરવાનું રહેશે અને ફી જમા કરાવવાની રહેશે. રાષ્ટ્રપતિ ભવનએ ભારતના રાષ્ટ્રપતિનું નિવાસસ્થાન છે અને તે દેશની લોકશાહી પરંપરાઓ અને બિનસાંપ્રદાયિક પ્રકૃતિના દર્શન કરાવે છે.

આ પણ વાંચો: Uttar Pradesh: યોગી સરકારના બાબુઓ નહીં કરી શકે બિઝનેસ ક્લાસમાં હવાઈ યાત્રા, નવી ગાડીઓ લેવા પર પણ રોક

આ પણ વાંચો: Weather Forecast: આ 6 રાજ્યોમાં છે જોરદાર વરસાદની સંભાવના, જાણો દેશના ક્યાં ભાગમાં જારી કરાયું રેડ એલર્ટ ?

Next Article