Rashtrapati Bhavan: 340 ઓરડા, 45 લાખ ઈંટો અને 17 વર્ષનો સમય, આવી રીતે બન્યુ હતુ રાષ્ટ્રપતિ ભવન, જાણો ખાસિયત

|

Jul 18, 2022 | 12:56 PM

Facts About President's House: 26 જાન્યુઆરી 1950ના દિવસે રાષ્ટ્રપતિ ભવનને વિશ્વના સૌથી મોટા લોકતંત્રની સ્થાયી સંસ્થાના રૂપે બદલવામાં આવ્યુ. રાષ્ટ્રપતિ ભવનની સૌથી મોટી ઓળખ સેન્ટ્રલ ડોમ છે. જે ઐતિહાસિક સાંચી સ્તૂપની યાદ અપાવે છે. આવો જાણીએ રાષ્ટ્રપતિ ભવનની ખાસિયત

Rashtrapati Bhavan: 340 ઓરડા, 45 લાખ ઈંટો અને 17 વર્ષનો સમય, આવી રીતે બન્યુ હતુ રાષ્ટ્રપતિ ભવન, જાણો ખાસિયત
રાષ્ટ્રપતિ ભવનની વિશેષતા, ખાસિયતો
Image Credit source: FILE

Follow us on

Rashtrapati Bhavan: દેશની રાજધાની દિલ્હીમાં આવેલ રાષ્ટ્રપતિ ભવન દેખાવમાં જેટલુ ભવ્ય છે એટલુ જ સુંદર છે. આ રાષ્ટ્રપતિ (President) ભવન અનેક ખૂબીઓથી ભરેલુ છે. વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશના રાષ્ટ્રપતિનું નિવાસ સ્થાન છે રાષ્ટ્રપતિ ભવન. ભારત આઝાદ થયો એ પહેલા રાષ્ટ્રપતિભવન બ્રિટિશ વાયસરોયનું સરકારી નિવાસસ્થાન હતુ. જેનુ નિર્માણ એ સમયે કરવામાં આવ્યુ જ્યારે વર્ષ 1911માં એવુ નક્કી થયુ હતુ કે ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી (Delhi) શિફ્ટ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવનના નિર્માણમાં 17 વર્ષનો સમય લાગ્યો હતો.

 

રાષ્ટ્રપતિ ભવનમાં છે 340 ઓરડા

26 જાન્યુઆરી 1950 એ રાષ્ટ્રપતિ ભવનને વિશ્વના સૌથી મોટા લોકતંત્રની સ્થાયી સંસ્થાના રૂપે બદલવામાં આવ્યુ હતુ. રાષ્ટ્રપતિ ભવનમાં ચાર માળ આવેલા છે અને તેમા 340 ઓરડા છે. રાષ્ટ્રપતિ ભવન બનાવવા માટે લગભગ 45 લાખ જેટલી ઈંટો વપરાઈ છે. રાષ્ટ્રપતિ ભવનમાં ઈમારત સહિત મુઘલ ગાર્ડન અને કર્મચારીઓના આવાસ પણ છે. રાષ્ટ્રપતિ ભવનનું નિર્માણ વાસ્તુકાર એડવિન લેંડસિયર લુટિયેન્સે કર્યુ હતુ.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

દરબાર હોલ શું છે ?

રાષ્ટ્રપતિ ભવનની અંદર આવેલા દરબાર હોલમાં 33 મીટરની ઉંચાઈએ 2 ટન વજનનું ઝુમ્મર લગાવેલુ છે. અંગ્રેજોના શાસનમાં દરબાર હોલ સિંહાસન કક્ષ કહેવામાં આવતો હતો. જેમા બે સિંહાસન વાઈસરોય અને વાયસરિન માટે રહેતા હતા. જો કે હવે અહીં એક સાધારણ ખુરશી જ જોવા મળે છે. જે રાષ્ટ્રપતિ માટે હોય છે. 5મી સદીમાં ગુપ્તકાળ સાથે સંબંધિત આશિર્વાદની મુદ્રાવાળી ગૌતમ બુદ્ધની મૂર્તિ છે. આ હોલની વિશેષતા એ છે કે જો રાષ્ટ્રપતિની ખુરશી પરથી કોઈ રેખા દોરવામાં આવે તો તે સીધી રાજપથ પર જાય છે અને ઈન્ડિયા ગેટની મધ્યમાં બીજા છેડે આવેલ હોલને મળે છે. આ હોલનો ઉપયોગ રાજકીય સમારોહ, પુરસ્કાર વિતરણ માટે કરવામાં આવે છે.

સેન્ટ્રલ ડોમ છે રાષ્ટ્રપતિ ભવનની મુખ્ય ઓળખ

રાષ્ટ્રપતિ ભવનની સૌથી મોટી ઓળખ સેન્ટ્રલ ડોમ છે. જે ઐતિહાસિક સાંચી સ્તૂપની યાદ અપાવે છે. આ ગુંબજ ફોર કોર્ટના 55 ફુટ ઉપર ભવનના મુકટની જેમ વિરાજમાન છે.

 

રાષ્ટ્રપતિ ભવનના પિલરમાં રહેલી ઘંટડીઓની ડિઝાઈન શું સૂચવે છે ?

રાષ્ટપ્રતિ ભવનના પિલર્સમાં ઘંટડીઓની ડિઝાઈન છે. જે ડેલી ઓર્ડર તરીકે પણ જાણીતુ છે. અંગ્રેજો એવુ માનતા હતા કે જો ઘંટડીઓ સ્થિર રહેતો સત્તા સ્થિર રહેશે અને લાંબા સમય સુધી ચાલશે, આથી મોટી સંખ્યામાં તેને અહીં બનાવવામાં આવ્યા હતા. જો કે આ ભવન બનતા જ અંગ્રેજોની સત્તાનું સિંહાસન હાલકડોલક થવા લાગ્યુ હતુ, કારણ કે ભારતમાં સ્વતંત્રતાની ક્રાંતિનો લોકજુવાળ શરૂ થઈ ગયો હતો

 

મારબલ હોલમાં છે ચાંદીનું સિંહાસન

રાષ્ટ્રપતિ ભવનના માર્બલ હોલમાં કિંગ જ્યોર્જ પંચમ અને મહારાણી મેરીની પ્રતિમાઓ છે. પૂર્વ વાઈસરોયસ અને ગવર્નર જનરલોના ચિત્રો આવેલા છે. મહારાણી જે સિંહાસન પર બેસતા તે ચાંદીનું સિંહાસન પણ છે. બ્રિટીશ રાજમુકટની પીતળની પ્રતિકૃતિ પણ રાખવામાં આવેલી છે.

નોર્થ ડ્રોઈંગ રૂમમાં અન્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષોની યોજાય છે મુલાકાત

નોર્થ ડ્રોઈંગ રૂમમાં રાષ્ટ્રપતિ અન્ય દેશના રાષ્ટ્રાધ્યક્ષોને મળે છે. આ ડ્રોઈંગ રૂમમાં લગાવેલા બે ચિત્રો ખાસ છે. જેમા એસ.એન. ઘોષાલની 14 ઓગષ્ટે સત્તા હસ્તાંતરણની તસ્વીર છે અને ઠાકુર સિંહ દ્વારા પ્રથમ ગવર્નર જનરલના શપથ ગ્રહણ સમારોહની તસ્વીર છે.

આ હોલમાં લાગેલા છે પૂર્વ રાષ્ટ્રપતિઓના ચિત્રો

આ હોલમાં 104 લોકોના બેસી શકે એટલી જગ્યા છે. પહેલા આ હોલને સ્ટેટ ડાયનિંગ હોલ પણ કહેવામાં આવતો હતો. જો કે બાદમાં તેને બેંક્વેટ હોલ પણ કહેવાનુ શરૂ કરાયુ હતુ. પૂર્વ રાષ્ટ્રપતિઓના ચિત્રો આ હોલની દિવાલો પર લગાવેલા છે.

યલો અને ગ્રે ડ્રોઈંગ રૂમની શું છે વિશેષતા?

યલો ડ્રોઈંગ રૂમનો ઉપયોગ નાના કાર્યક્રમો માટે કરવામાં આવે છે. જેમકે કોઈ એક મંત્રીનો શપથગ્રહણ હોય કે મુખ્ય ચૂંટણી કમિશનરના શપથગ્રહણ સમારોહ જેવા રાજકીય કાર્યક્રમો માટે આ હોલનો ઉપયોગ થાય છે. આ સાથે એક ગ્રે ડ્રોઈંગ રૂમ પણ છે, જેનો ઉપયોગ અતિથિઓના સ્વાગત માટે કરવામાં આવે છે.

500 કારીગરોએ બનાવી હતી અશોક હોલની કાર્પેટ

અશોક હોલમાં દરેક પ્રકારના મોટા સમારોહ આયોજિત થાય છે. આ હોલની છત ઉપર માત્ર દેશના જ અન્ય દેશના સમ્રાટોની રીતભાતની ઝલક જોવા મળે છે. છત પર ઈરાની સામ્રાજ્યના સમ્રાટ ફતેહ અલી શાહનું વિશાળ ચિત્ર અશોક હોલની છતના બરાબર મધ્યમાં આવેલુ છે. તેની આસપાસ 22 રાજકુમારો શિકાર કરતા જોવા મળે છે. એવું કહેવાય છે કે લેડ વિલિંગ્ટને વ્યક્તિગત રીતે ઈટાલીના ખ્યાતનામ ચિત્રકાર ટોમાસો કોલોનેલો (Tomasso Colonnello) પાસે હોલની પેઈન્ટિંગ કરાવી હતી. અશોક હોલમાં જે કાર્પેટ લગાવેલી છે તે 500 કારીગરોની બે વર્ષની મહેનત બાદ તૈયાર કરવામાં આવી હતી.

 

મુગલ ગાર્ડન છે આકર્ષણનુ કેન્દ્ર

રાષ્ટ્રપતિ ભવનનું મુગલ ગાર્ડન 15 એકરમાં ફેલાયેલું છે, જે હંમેશા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આ ગાર્ડનમાં બ્રિટિશ અને ઈસ્લામિક બંને પ્રકારની ઝલક જોવા મળે છે. આ બગીચો બનાવવા માટે, એડવિન લુટિયન્સે ગાર્ડન્સ ઓફ પેરેડાઈઝ ગણાતા કાશ્મીરના મુગલ ગાર્ડન સહિત ભારત અને પ્રાચીન ઈરાનના મધ્યયુગના સમયગાળા દરમિયાન બનાવવામાં આવેલા રાજ રજવાડાઓના બગીચાઓનો પણ અભ્યાસ કર્યો હતો. અહીં વૃક્ષો વાવવાનું કામ 1928માં શરૂ થયું હતું જે લગભગ એક વર્ષ સુધી ચાલ્યું હતું. અહીં આવેલા ફુલો મધર ટેરેસા, રાજારામ મોહન રોય, અબ્રાહમ લિંકન, જ્હોન એફ કેનેડી, ક્વીન એલિજા બેથ, જવાહરલાલ નેહરુ ઉપરાંત મહાભારતના અર્જુન, ભીમ સહિત અન્ય મહાન વિભૂતિઓના નામથી ઓળખાય છે.

 

Next Article