ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં નાસભાગ, અચાનક શેડ તૂટતા અનેક ભક્તો ઘાયલ, જુઓ વિડીયો

સોમવાર હોવાથી હજારો ભક્તો અહીં બાબા મહાકાલના (Mahakal) દર્શન કરવા આવ્યા હતા. એકાએક ભક્તોની સંખ્યામાં વધારો થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વરસાદના કારણે ભક્તો શેડ નીચે ઉભા હતા.

ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં નાસભાગ, અચાનક શેડ તૂટતા અનેક ભક્તો ઘાયલ, જુઓ વિડીયો
Ujjain Mahakal Temple
| Edited By: | Updated on: Jul 25, 2022 | 4:38 PM

ઉજ્જૈનના (Ujjain) રૂદ્રસાગર વિસ્તારમાં આવેલા મહાકાલ મંદિરમાં (Mahakal Temple) દર્શન કરવા આવેલા ભક્તોમાં નાસભાગ મચી ગઈ હતી. સ્થળ પર હાજર પોલીસ કર્મચારીઓએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે વરસાદના કારણે શ્રદ્ધાળુઓ શેડ નીચે ઉભા હતા. કેટલાક ભક્તો ઘાયલ થયાની પણ વાત છે. હાલ પોલીસ ટીમ ઘટનાસ્થળે મોરચો સંભાળી રહી છે. સાવનનો સોમવાર હોવાથી હજારો ભક્તો અહીં બાબા મહાકાલના દર્શન કરવા આવ્યા હતા. એકાએક ભક્તોની સંખ્યામાં વધારો થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વરસાદના કારણે ભક્તો શેડ નીચે ઉભા હતા. ભક્તોની સંખ્યા વધવાને કારણે આ વિસ્તારમાં દબાણ વધી ગયું હતું અને શેડ તૂટી પડતાં શ્રદ્ધાળુઓને ઈજાઓ પહોંચી હતી.

દર્શન વ્યવસ્થા નિષ્ફળ રહી

સાવન મહિનાનો બીજો સોમવાર હોવાને કારણે દેશ-વિદેશમાંથી હજારો લોકો મહાકાલેશ્વર મંદિરે દર્શન માટે આવતા રહે છે. આ જ કારણ હતું કે જિલ્લા પોલીસ-પ્રશાસન અને મંદિર સમિતિ દ્વારા કરાયેલી વ્યવસ્થા સદંતર નિષ્ફળ ગઈ હતી. પરિસ્થિતિ એવી બની કે ભીડમાં દટાઈને શ્રદ્ધાળુઓ બેભાન થઈ ગયા, જેમને તેમના સંબંધીઓએ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા.

 

 

ભીડમાં બે લોકો બેહોશ થઈ ગયા

ગુનાના એરોનના રહેવાસી પ્રીતમ મીના (45) અને ગજેન્દ્ર સિંહ (50) પરિવારના 14 સભ્યો સાથે ગઈકાલે રાત્રે મહાકાલના દર્શન કરવા આવ્યા હતા. તેઓ આજે સવારે મંદિરની સામે સામાન્ય દર્શનાર્થીઓની લાઈનમાં ઉભા હતા. ભીડ અને ધમાલ વચ્ચે તેઓ મુશ્કેલીનો સામનો કરીને આગળ વધી રહ્યા હતા, ત્યારે પાછળથી અવાજ સાથે ભીડનું દબાણ વધી ગયું, જેના કારણે પ્રિતમ મીના અને ગજેન્દ્ર સિંહ બેહોશ થઈ ગયા.

કોઈએ મદદ ન કરી: ઘાયલોના સ્વજન

પ્રીતમ અને ગજેન્દ્રના સંબંધીઓએ જણાવ્યું કે અમે બંનેને ખૂબ જ મુશ્કેલીથી બહાર કાઢ્યા અને મંદિર તરફ લઈ ગયા. અહીંના પોલીસકર્મીઓ અને મંદિર સમિતિના કર્મચારીઓ પાસે મદદ માંગી, પરંતુ કોઈએ સાંભળ્યું નહીં. અમને અગાઉથી ખબર ન હતી કે મંદિરના દર્શનમાં આટલી તકલીફ પડશે અને ભીડમાં કોઈ મદદગાર નહીં હોય. નહિ તો અહીં આવતા પહેલા 10 વાર વિચાર કરત. ટોળામાં અન્ય લોકો પણ દબાઈ રહ્યા હતા, પરંતુ પોલીસ અને ગાર્ડ માત્ર લાકડીઓ બતાવતા હતા.

Published On - 4:38 pm, Mon, 25 July 22