Ramayana Train: રામાયણ યાત્રા માટે દિલ્હીથી રવાના થઈ પ્રથમ ટ્રેન, ભગવાન રામથી જોડાયેલા તીર્થસ્થળોના થશે દર્શન, જાણી લો ભાડુ

|

Nov 07, 2021 | 11:52 PM

IRCTC મુજબ આ યાત્રા કુલ 17 દિવસની હશે. યાત્રામાં વિશેષ ટ્રેનનો પ્રથમ પડાવ ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યા હશે, જ્યાં પ્રભુ રામ જન્મભૂમિ મંદિર, શ્રી હનુમાન મંદિર અને નંદીગ્રામમાં ભરત મંદિરના દર્શન કરાવવામાં આવશે.

Ramayana Train: રામાયણ યાત્રા માટે દિલ્હીથી રવાના થઈ પ્રથમ ટ્રેન, ભગવાન રામથી જોડાયેલા તીર્થસ્થળોના થશે દર્શન, જાણી લો ભાડુ

Follow us on

ભગવાન રામમાં આસ્થા રાખનારા પર્યટકો માટે IRCTCએ ‘દેખો અપના દેશ’ કાર્યક્રમ હેઠળ ‘શ્રી રામાયણ યાત્રા’ની શરૂઆત કરી છે. વિશેષ પર્યટક ટ્રેન, પર્યટન મંત્રાલયન, ભારત સરકારની પહેલ ‘દેખો અપના દેશ’ના અંતર્ગત ઘરેલુ પર્યટનને વધારવા માટે ચલાવવામાં આવી રહી છે. પ્રથમ ટ્રેન રવિવારે સફદરજંગ રેલવે સ્ટેશનથી રવાના થઈ.

 

IRCTC મુજબ આ યાત્રા કુલ 17 દિવસની હશે. યાત્રામાં વિશેષ ટ્રેનનો પ્રથમ પડાવ ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યા હશે, જ્યાં પ્રભુ રામ જન્મભૂમિ મંદિર, શ્રી હનુમાન મંદિર અને નંદીગ્રામમાં ભરત મંદિરના દર્શન કરાવવામાં આવશે. અયોધ્યાથી રવાના થઈ આ ટ્રેન સીતામઢી જશે. જ્યાં જાનકી જન્મસ્થળ અને નેપાલના જનકપુર સ્થિત રામ જાનકી મંદિરના દર્શન કરાવવામાં આવશે.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

 

17 દિવસમાં 7,500 કિલોમીટરની થશે યાત્રા

યાત્રામાં ટ્રેનનો આગામી પડાવ ભગવાન શિવની નગર કાશી હશે. જ્યાથી યાત્રી બસ દ્વારા કાશીના પ્રસિદ્ધ મંદિરોના દર્શન કરાવીને આ ટ્રેન 17માં દિવસે દિલ્હી પરત આવશે. 17 દિવસની યાત્રા દરમિયાન ટ્રેન લગભગ 7,500 કિલોમીટરની યાત્રા પુરી કરશે અને આ ટ્રેનમાં 5 સ્ટાર હોટલ જેવી આધુનિક સુવિધાઓ મળશે.

 

રેલવે દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો કે યાત્રા પુરી રીતે આરામદાયક અને સુવિધાજનક રહે, તેથી IRCTC તરફથી ટ્રેનને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. એસીની ફર્સ્ટ અને સેકેન્ડ કોચની વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રેનમાં યાત્રી કોચ સિવાય બે રેલ ડાઈનિંગ રેસ્ટોરન્ટટ અને એક મોર્ડન કિચન અને યાત્રીઓ માટે ફૂટ મસાજર, મિનિ લાઈબ્રેરી, આધુનિક અને સ્વચ્છ શૌચાલય અને શોવર ક્યુબિકલ જેવી લગ્જરી સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

 

 

એટલુ જ નહીં મુસાફરોની સુવિધાઓનો પણ ખાસ ખ્યાલ રાખતા સુરક્ષા માટે દરેક ડબ્બામાં સુરક્ષા ગાર્ડ, ઈલેક્ટ્રોનિક લોકર અને સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. 12 ડિસેમ્બરે બીજી ટ્રેન રવાના કરવાની યોજના છે. આ ટ્રેનમાં કુલ 156 બર્થની સુવિધા છે. યાત્રીઓના ઉત્સાહને દેખતા રેલવે 12 ડિસેમ્બરે બીજી ટ્રેન મોકલવાની યોજના બનાવી રહ્યું છે.

 

કેટલુ છે ભાડુ?

પર્યટનને વિશેષ રીતે વધારવા માટે ચલાવવામાં આવેલી આ વિશેષ ટ્રેનને IRCTCએ એસી ફર્સ્ટ ક્લાસની મુસાફરી માટે 1,02,095 રૂપિયા પ્રતિ વ્યક્તિ અને એસી સેકન્ડ ક્લાસની યાત્રા માટે 82,950 રૂપિયા પ્રતિ વ્યક્તિ ટિકિટ રાખી છે. ટિકિટ બુકિંગ માટે 18 વર્ષ અથવા તેનાથી ઉપરના લોકો માટે વેક્સિનના બંને ડોઝ લેવા અનિવાર્ય છે.

 

આ રીતે કરી શકો છો બુકિંગ

ટ્રેનમાં મુસાફરી કરવા અને બુકિંગ માટે યાત્રી IRCTCની અધિકૃત વેબસાઈટ https://www.irctctourism.com પર જઈ ઓનલાઈન બુકિંગ કરી શકે છે. બુકિંગની સુવિધા વેબસાઈટ પર વહેલા તે પહેલાના ધોરણે મળશે. કોઈ પણ અસુવિધા થવા પર વધારે જાણકારી માટે 8287930202, 8287930299, 8287930157 મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકો છો.

 

આ પણ વાંચો: Sameer Wankhede: સમીર વાનખેડે અને તેની પત્ની વચ્ચે આવ્યો બાહુબલી! ક્રાંતિ રેડકરે આ વીડિયોને કર્યો રીટ્વીટ

Next Article