Ramayana Circuit Train: સાધુ-સંતોની ચેતવણી બાદ IRCTCએ વેઈટરોના ભગવા ડ્રેસ બદલ્યા, હવે પહેરશે આવા કપડાં

|

Nov 23, 2021 | 7:11 AM

સંત સમાજની ચેતવણી બાદ IRCTCએ સોમવારે સાંજે રામાયણ એક્સપ્રેસ ટ્રેનમાં કામ કરી રહેલા વેઈટરોનો ડ્રેસ બદલ્યો હતો. IRCTCએ ટ્વિટ કરીને આ માહિતી સાર્વજનિક કરી છે અને લખ્યું છે કે 'ટ્રેનના સ્ટાફનો ડ્રેસ બદલીને પ્રોફેશનલ યુનિફોર્મ કરવામાં આવ્યો છે.'

Ramayana Circuit Train: સાધુ-સંતોની ચેતવણી બાદ IRCTCએ વેઈટરોના ભગવા ડ્રેસ બદલ્યા, હવે પહેરશે આવા કપડાં
IRCTC changed the saffron dress of the waiters

Follow us on

રામાયણ સર્કિટ સ્પેશિયલ ટ્રેનમાં (Ramayana Circuit Train) સેવા આપતા ભગવા પહેરેલા વેઈટરોને લઈને શરૂ થયેલા વિવાદનો અંત આવી ગયો છે. ઉજ્જૈનના સંતોના વાંધાઓ બાદ IRCTCએ રામાયણ એક્સપ્રેસમાં સેવા આપતા વેઈટરોનો ડ્રેસ બદલ્યો છે. IRCTCએ સોમવારે સાંજે ટ્વીટ કરીને આની જાણકારી આપી અને નવા કપડા સાથે વેઈટરોની ઘણી તસવીરો પણ શેર કરી છે.

તમને જણાવી દઈએ કે અયોધ્યા-રામેશ્વરમ ટ્રેનમાં ભગવા ડ્રેસ પહેરેલા વેઈટરોના વાસણો ઉપાડવાનો વીડિયો વાયરલ થયા બાદ ઉજ્જૈનના સંત સમાજે તેને સંતોનું અપમાન ગણાવ્યું હતું. આ અંગે રેલવે મંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો, સાથે જ ટ્રેનને રોકવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. ઉજ્જૈન અખાડા પરિષદે (Ujjain Akhara Parishad) પણ રેલ્વે મંત્રીને પત્ર લખીને સખત વાંધો દર્શાવીને વિરોધ નોંધાવ્યો હતો. સંતોએ પત્રમાં 12 ડિસેમ્બરથી શરૂ થનારી આગામી ટ્રેનને રોકવાની ચેતવણી પણ આપી હતી.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

ટ્રેનના સ્ટાફને ભગવા ડ્રેસ આપવામાં આવ્યો હતો
સંત સમાજની ચેતવણી બાદ IRCTCએ સોમવારે સાંજે રામાયણ એક્સપ્રેસ ટ્રેનમાં કામ કરી રહેલા વેઈટરોનો ડ્રેસ બદલ્યો હતો. IRCTCએ ટ્વીટ કરીને આ માહિતી સાર્વજનિક કરી અને લખ્યું, ‘ટ્રેન સ્ટાફના ડ્રેસને પ્રોફેશનલ યુનિફોર્મમાં બદલી દેવામાં આવ્યો છે.’ IRCTC દ્વારા રામાયણ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી છે. ધાર્મિક યાત્રા સાથે જોડાયેલી આ ટ્રેનમાં ભક્તોને ટ્રેનની અંદર જ ભોજન પીરસવામાં આવે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં કેટલાક લોકો સાધુઓના વેશમાં જોવા મળ્યા હતા. જેઓ ભોજન પીરસતા હતા. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ રામાયણ સર્કિટ ટ્રેનનો વીડિયો છે અને આ તમામ ટ્રેનના વેઈટર છે. જેઓ આ લુકમાં મુસાફરોને ભોજન અને પાણી પીરસી રહ્યા છે. આ વીડિયોમાં દેખાતા વેઈટરના ડ્રેસ પર સંતોએ સવાલો ઉઠાવ્યા હતા.

શું હતું વાયરલ વીડિયોમાં
વાયરલ વીડિયોમાં ટ્રેનના વેઈટર ભગવા કપડા, ધોતી, પાઘડી અને સંતોના રુદ્રાક્ષની માળા પહેરેલા ભોજનના વાસણો ઉપાડતા જોવા મળ્યા હતા. ઉજ્જૈન અખાડા પરિષદના પૂર્વ મહાસચિવ પરમહંસ અવધેશ પુરી મહારાજે કહ્યું હતું કે આ અપમાન છે. વેઈટરોનો ડ્રેસ જલ્દી બદલવો જોઈએ, અન્યથા સંત સમાજ 12 ડિસેમ્બરે ઉપડનારી આગામી ટ્રેનનો વિરોધ કરશે અને હજારો હિન્દુઓ ટ્રેનની સામે વિરોધ પ્રદર્શન કરશે.

તમને જણાવી દઈએ કે દિલ્હીના સફદરજંગ રેલ્વે સ્ટેશનથી ખુલતી આ ટ્રેન તેની 17 દિવસની સફરમાં પ્રવાસીઓને ભગવાન રામ સાથે જોડાયેલા તમામ મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા લઈ જાય છે. આ ટ્રેન 17 દિવસમાં 7500 કિમીની મુસાફરી કરે છે.

આ પણ વાંચો : ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણીની થઈ જાહેરાત, 10879 ગ્રામ પંચાયતોમાં આ તારીખે યોજાશે મતદાન

આ પણ વાંચો : એક્સપોર્ટ-ઈમ્પોર્ટ કરનારાઓ માટે મોટા સમાચાર! 5 ડિસેમ્બર સુધી અપડેટ નહીં કરવામાં આવ્યા હોય આ કોડ તો થશે મોટું નુક્સાન

Next Article