ભાજપ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં એક જનસભાને સંબોધિત કરતાં રામમંદિર નિર્માણ પર મોટું નિવેદન આપ્યું છે. અમિત શાહે જનસભામાં રામમંદિર નિર્માણનો સમય પણ જણાવ્યો છે. શાહે કહ્યું કે 4 મહિનાની અંદર અયોધ્યામાં રામમંદિર બનવા જઈ રહ્યું છે.
Union Home Minister & BJP President Amit Shah in Pakur, Jharkhand: Supreme Court has given its verdict. Now, within 4 months a sky-high temple of Lord Ram will be built in Ayodhya. (file pic)#TV9News pic.twitter.com/kRTvgRU4Qx
— Tv9 Gujarati (@tv9gujarati) December 16, 2019
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રામમંદિરની દાયકાઓ જૂની માગનો ઉલ્લેખ કરતાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે દરેક લોકો રામમંદિરનું નિર્માણ ઈચ્છે છે પણ કોંગ્રેસ અને તેમના વકીલ કોર્ટમાં તેમની સામે અડચણો ઉભી કરતાં રહેતા હતા. કોંગ્રેસ નેતા અને વકીલ કપિલ સિબ્બલ કોર્ટમાં કહેતા હતા કે હાલ કેસ ના ચલાવો, કેમ ભાઈ તમારા પેટમાં શું દર્દ થઈ રહ્યું છે?
કોંગ્રેસ પર મંદિર કેસમાં અડચણો ઉભી કરવાનો આરોપ લગાવતાં અમિત શાહે અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણનો સમય જણાવતાં શાહે કહ્યું કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો છે, 4 મહિનાની અંદર રામમંદિર અયોધ્યામાં બનવા જઈ રહ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]