
અયોધ્યાના રામ મંદિર ટ્રસ્ટના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. ભારતીય વાયુસેનાના પૂર્વ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાને રામ મંદિર ટ્રસ્ટના CEO બનાવવામાં આવ્યા છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે બુધવારે (2 સપ્ટેમ્બર) આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરી હતી.
જિતેન્દ્ર મિશ્રા ભારતીય વાયુસેનામાં 39 વર્ષ સુધી શાનદાર સેવા આપી ચૂક્યા છે અને તેમણે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન વેસ્ટર્ન એર કમાન્ડનું સફળ નેતૃત્વ પણ કર્યું હતું. રામ મંદિર ટ્રસ્ટના CEO તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ તેમણે સિલેક્શન કમિટી, રામ મંદિર ટ્રસ્ટ અને પ્રભુ શ્રીરામનો આભાર માન્યો હતો.
રામ મંદિર ટ્રસ્ટના CEO બનવા પર જિતેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે, તેઓ ઈતિહાસમાંથી બોધપાઠ લઈને આગળ વધશે અને પૂરી લગન તેમજ પારદર્શિતા સાથે આ પવિત્ર કામગીરી કરશે. ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેઓ પોતાને અત્યંત ભાગ્યશાળી માને છે. આ સમાચાર મળતાં જ તેમણે સૌથી પહેલાં પોતાની માતા અને પરિવાર સાથે આ ખુશી વહેંચી હતી.
#WATCH | Delhi: First reaction by Air Marshal Jeetendra Mishra (Retd) – the first CEO of Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust, Ayodhya.
“…I consider this a great fortune that they chose me from so many candidates. I also consider this the blessings of Lord Ram that after… pic.twitter.com/8xtlsWb0C9
— ANI (@ANI) September 2, 2026
ટ્રસ્ટની આગામી કામગીરી અંગે તેમણે જણાવ્યું કે, ટ્રસ્ટના સભ્યો સાથે બેઠક યોજીને પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવશે. તેમણે ઉમેર્યું, “રામ મંદિર ટ્રસ્ટના વિશ્વાસ અને સમગ્ર ટીમ સાથે મળીને હું રામ મંદિર માટે શ્રેષ્ઠ કામ કરવાનો પૂરતો પ્રયાસ કરીશ.”
ઓપરેશન સિંદૂરથી રામ મંદિર ટ્રસ્ટના CEO બનવા સુધીની સફર અંગે વાત કરતા તેઓ ભાવુક થઈ ગયા હતા અને કહ્યું, “આ બધું માત્ર અને માત્ર પ્રભુ શ્રીરામની ઈચ્છાથી જ શક્ય બન્યું છે. ભગવાનની મરજી વગર હું કશું કરી શકતો નથી. ઈશ્વરનો જેવો આદેશ હશે તે મુજબ કામ કરીશ.”
મંદિરમાં અગાઉ બનેલી દાન-ભેટની ચોરીની ઘટનાઓ અંગે પૂછવામાં આવતા જિતેન્દ્ર મિશ્રાએ જણાવ્યું, “કોઈપણ કામ શરૂ કરતા પહેલાં ઈતિહાસમાંથી બોધપાઠ લેવો અનિવાર્ય છે. હું ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું કે આ મોટી જવાબદારી યોગ્ય રીતે નિભાવવાની મને શક્તિ આપે.”
#WATCH | Delhi: Air Marshal Jeetendra Mishra (Retd) – the first CEO of Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust, Ayodhya, says, “As I said, I would like to thank the selection committee, Sri Ram Mandir Trust and Lord Ram for having chosen me for this responsibility. I pray to… pic.twitter.com/m6RPNzYzw7
— ANI (@ANI) September 2, 2026