રક્ષા પ્રધાન રાજનાથસિંહ પહોચ્યા લદ્દાખ, કહ્યું કે 130 કરોડ ભારતીયોનાં સન્માનની રક્ષા કરી છે સેનાએ, ભારતની એક ઈંચ જમીન પર કોઈ કબજો નહી કરી શકે,ભારતીય જવાનોની શહીદી દેશ નહી ભુલે

|

Jul 17, 2020 | 8:54 AM

ભારત અને ચીન વચ્ચેની તણાવગ્રસ્ત સ્થિતિ બાદ સરહદ એલર્ટ મોડ પર છે ત્યારે વડાપ્રધાન બાદ હવે રક્ષાપ્રધાન રાજનાથસિંહ પણ લદ્દાખની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે પણ રક્ષાપ્રધાનની સાથે છે.આ દરમિયાન પેરા કમાન્ડોએ શાનદાર પ્રદર્શન કર્યું. પેંગૉન્ગ તળાવ પાસે પેરા કમાન્ડોએ યુદ્ધાભ્યાસ […]

રક્ષા પ્રધાન રાજનાથસિંહ પહોચ્યા લદ્દાખ, કહ્યું કે 130 કરોડ ભારતીયોનાં સન્માનની રક્ષા કરી છે સેનાએ, ભારતની એક ઈંચ જમીન પર કોઈ કબજો નહી કરી શકે,ભારતીય જવાનોની શહીદી દેશ નહી ભુલે
http://tv9gujarati.in/raksha-pradhan-r…i-nahi-lai-shake/

Follow us on

ભારત અને ચીન વચ્ચેની તણાવગ્રસ્ત સ્થિતિ બાદ સરહદ એલર્ટ મોડ પર છે ત્યારે વડાપ્રધાન બાદ હવે રક્ષાપ્રધાન રાજનાથસિંહ પણ લદ્દાખની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે પણ રક્ષાપ્રધાનની સાથે છે.આ દરમિયાન પેરા કમાન્ડોએ શાનદાર પ્રદર્શન કર્યું. પેંગૉન્ગ તળાવ પાસે પેરા કમાન્ડોએ યુદ્ધાભ્યાસ કર્યો. પેંગૉન્ગ તળાવ એજ વિસ્તાર છે જ્યાં સૌથી પહેલા ભારત અને ચીનના સૈનિકો સામસામે આવી ગયા હતા આજે ભારત પેંગૉન્ગ તળાવ પાસે દેશના જવાનોએ શક્તિપ્રદર્શન કર્યું અને પોતાનું પરાક્રમ દર્શાવ્યું.પૂર્વ લદ્દાખમાં જ્યારે ભારત અને ચીન વચ્ચે વિવાદ શરૂ થયો હતો ત્યારે આગ્રા અને બીજી જગ્યાઓ પરથી પેરા કમાન્ડોને લદ્દાખ મોકલવામાં આવ્યા હતા.. યુદ્ધની સ્થિતિને જોતા પેરા કમાન્ડોની તૈનાતી કરવામાં આવી હતી.

પેરા કમાન્ડોને પહાડોવાળા વિસ્તાર જેવી ગલવાન ખીણ, પેંગૉન્ગ તળાવ અને દૌલબ બેગ ઓલ્ડીમાં યુદ્ધ લડવા માટે તૈનાત કરાયા હતા. ભારત અને ચીન વચ્ચે તણાવ ઓછો કરવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે.. અને ચીની સેના અનેક વિસ્તારોમાં પીછેહટ પર કરી રહી છે પરંતુ ભારત દરેક મોર્ચે લડી તૈયાર છે. દુશ્મનના વિસ્તારમાં ઓપરેશન અંજામ આપવા માટે પેરા કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા છે. આ સમયે રક્ષાપ્રધાન રાજનાથસિંહ સમક્ષ દર્શાવવામાં આવ્યું કે પેરા કમાન્ડો કેવી રીતે ઑપરેશનને અંજામ આપી શકે છે. મળતી માહિતી પ્રમાણે, 13 હજાર 800 ફૂટ ઉંચાઈથી પેરા કમાન્ડો આજે ઓપરેશનને અંજામ આપી રહ્યા છે. વાયુસેનાના અનેક હેલિકોપ્ટર પેંગૉન્ગ તળાવ પાસે મંડરાઈ રહ્યા છે.

જમીની સેના અને વાયુસેના વચ્ચે સારા તાલમેલ માટે આ ઑપરેશન ખૂબજ મહત્વપૂર્ણ હોય છે. ભારત ચીનને એ બતાવી રહ્યું છે કે તેની દરેક ચાલબાજીને જવાબ આપવા માટે તૈયાર છે. મહત્વનું છે કે સરહદ પર તણાવ ઓછો કરવા માટે સૈન્ય સ્તરની વાતચીતનો દોર પણ ચાલું છે. બીજીતરફ દેશના દિગ્ગજ નેતા લદ્દાખની મુલાકાતે છે. 3 જુલાઈએ વડાપ્રધાન મોદીએ લદ્દાખની મુલાકાત લીધી હતી અને જવાનોનો જોશ વધાર્યો હતો હવે રક્ષાપ્રધાન રાજનાથસિંહની મુલાકાત પણ અનેક બાબતે મહત્વની માનવામાં આવી રહી છે. લેહની જમીન પરથી પીએમ મોદીએ સ્પષ્ટ કહી દીધુ હતુ કે હિન્દુસ્તાન પર નજર નાખવી ચીનને મોંઘી પડશે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

Next Article