ખેડૂતોની બેઠક બાદ રાકેશ ટિકૈતનું મોટું નિવેદન, સરકારનો પ્રસ્તાવ સ્પષ્ટ નથી, આંદોલન ચાલું જ રહેશે

રાકેશ ટિકૈતે કહ્યું છે કે, સરકારે પ્રસ્તાવ મૂક્યો છે કે તેઓ અમારી માંગણીઓ સાથે સંમત થશે અને અમારે વિરોધ સમાપ્ત કરવો જોઈએ, પરંતુ દરખાસ્ત સ્પષ્ટ નથી. અમને જેના પર શંકા છે તેની ચર્ચા આવતીકાલે બપોરે 2:00 વાગ્યે થશે.

ખેડૂતોની બેઠક બાદ રાકેશ ટિકૈતનું મોટું નિવેદન, સરકારનો પ્રસ્તાવ સ્પષ્ટ નથી, આંદોલન ચાલું જ રહેશે
Rakesh Tikait
| Edited By: | Updated on: Dec 07, 2021 | 7:37 PM

કેન્દ્ર સરકારના પ્રસ્તાવ બાદ જ્યાં ખેડૂતોનું આંદોલન (Farmers Protest) ટૂંક સમયમાં ખતમ થઈ જશે તેવી અટકળો ચાલી રહી છે તો બીજી તરફ ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું (Rakesh Tikait) કહેવું છે કે પ્રસ્તાવમાં ઘણી એવી બાબતો છે જે સ્પષ્ટ નથી. આ સ્થિતિમાં હાલ આંદોલન ચાલું જ રહેશે. રાકેશ ટિકૈતે કહ્યું છે કે, સરકારે પ્રસ્તાવ મૂક્યો છે કે તેઓ અમારી માંગણીઓ સાથે સંમત થશે અને અમારે વિરોધ સમાપ્ત કરવો જોઈએ, પરંતુ દરખાસ્ત સ્પષ્ટ નથી.

અમને જેના પર શંકા છે તેની ચર્ચા આવતીકાલે બપોરે 2:00 વાગ્યે થશે. અમારું આંદોલન ક્યાંય જવાનું નથી, તે અહીં જ રહેશે. ગઈકાલની મીટિંગ પછી વિરોધ પાછો ખેંચવાની સંભાવના વિશે, રાકેશ ટિકૈતે કહ્યું, SKMએ આજે ​​કહ્યું છે અને સરકાર એક વર્ષથી આમ કહી રહી છે. પરંતુ જ્યાં સુધી બધું ઉકેલાઈ ન જાય ત્યાં સુધી કોઈ ઘરે જઈ રહ્યા નથી.

પત્રકાર પરિષદમાં SKMએ શું કહ્યું?
આ પહેલા સંયુક્ત કિસાન મોરચાના (SKM) યુદ્ધવીર સિંહે કહ્યું હતું કે, 5 સભ્યોની કમિટીની ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં સરકાર તરફથી આવેલ દરખાસ્ત અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તે પ્રસ્તાવ પર આજે સંયુક્ત કિસાન મોરચાના સાથીઓ સાથે બેઠક યોજાઈ અને ચર્ચા થઈ. કેટલાક સાથીદારો પ્રસ્તાવ પર સ્પષ્ટતા ઈચ્છતા હતા. તેમણે કહ્યું, વિષયોની નોંધ લેવામાં આવી છે અને તે સરકારને મોકલવામાં આવશે.

આવતીકાલ સુધીમાં સરકાર તરફથી જવાબ મળવાની આશા છે. આવતીકાલે 2:00 વાગે ફરી બેઠક મળશે. સરકાર તરફથી જે પણ જવાબ આવશે તેની ચર્ચા કરવામાં આવશે. સંયુક્ત કિસાન મોરચા વતી એમ પણ કહેવામાં આવ્યું હતું કે, આ મુદ્દે સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે આંદોલન પાછું ખેંચ્યા બાદ કેસ પાછો ખેંચવાની પ્રક્રિયા શરૂ થશે.

હરિયાણામાં 48,000 લોકો સામે કેસ નોંધાયેલા છે અને દેશભરમાં પણ કેસ નોંધાયેલા છે. સરકારે તાત્કાલિક કેસ પાછા ખેંચવાનું શરૂ કરવું જોઈએ. બીજી બાજુ, ગુરનામ સિંહ ચઢૂનીએ કહ્યું કે આંદોલનમાં 700 થી વધુ ખેડૂતોએ જીવ ગુમાવ્યો છે, જેમના માટે પંજાબ સરકારે 5 લાખ રૂપિયા વળતર અને પરિવારમાં એકને સરકારી નોકરી આપવાની વાત કરી છે. આ જ મોડલ કેન્દ્ર સરકારે પણ અમલમાં મૂકવું જોઈએ.

 

આ પણ વાંચો : રાહુલ ગાંધીને મળ્યા બાદ સંજય રાઉતનું નિવેદન, કોંગ્રેસ નહીં તો ભાજપ સામે અન્ય કોઈ મોરચાનો અર્થ જ નથી

આ પણ વાંચો : લાલ કા ઈન્કિલાબ હોગા, બાઈસ મે બદલાવ હોગા ! લાલ ટોપી જ ભાજપને સત્તાથી દૂર કરશે, પીએમ મોદીના નિવેદન પર અખિલેશ યાદવનો પલટવાર