ભારતીય વાયુસેનાને મળ્યા નવા એરચીફ, રાફેલ સહિત 26 વિમાન ઉડાવી ચૂક્યા છે

|

Sep 30, 2019 | 6:28 AM

એર માર્શલ રાકેશકુમાર સિંહ ભદોરિયાએ વાયુસેનાની કમાન સંભાળી લીધી છે. એર ચીફ માર્શલ બી.એસ.ધનોઆએ તેમના કાર્યકાળના છેલ્લા દિવસે એટલે કે આજે તેમને એરફોર્સની કમાન સોંપી દીધી છે. આજે બી.એસ.ધનોઆ ચીફ ઓફ એર સ્ટાફના પદથી નિવૃત થઈ ગયા છે. એર વાઈસ ચીફ એર માર્શલ આર.કે.એસ. ભદોરિયા ભારતીય વાયુસેનાના સૌથી સારા પાયલટમાંથી એક છે. તેમને અત્યાર સુધી […]

ભારતીય વાયુસેનાને મળ્યા નવા એરચીફ, રાફેલ સહિત 26 વિમાન ઉડાવી ચૂક્યા છે

Follow us on

એર માર્શલ રાકેશકુમાર સિંહ ભદોરિયાએ વાયુસેનાની કમાન સંભાળી લીધી છે. એર ચીફ માર્શલ બી.એસ.ધનોઆએ તેમના કાર્યકાળના છેલ્લા દિવસે એટલે કે આજે તેમને એરફોર્સની કમાન સોંપી દીધી છે. આજે બી.એસ.ધનોઆ ચીફ ઓફ એર સ્ટાફના પદથી નિવૃત થઈ ગયા છે.

એર વાઈસ ચીફ એર માર્શલ આર.કે.એસ. ભદોરિયા ભારતીય વાયુસેનાના સૌથી સારા પાયલટમાંથી એક છે. તેમને અત્યાર સુધી 26 પ્રકારના ફાઈટર અને પરિવહન વિમાનોને ઉડાવ્યા છે. તેમાં રાફેલ પણ સામેલ છે. આર.કે.એસ ભદોરિયા ફ્રાન્સની સાથે હાલમાં થયેલી 36 રાફેલ ફાઈટર વિમાનની ખરીદીની ડીલમાં ટીમનો ભાગ હતા. તે રાફેલ ખરીદ ટીમના ચેરમેન રહ્યા છે. તેમને વાયુસેનાના નવા ચીફ બનાવવાની જાહેરાત 19 સપ્ટેમ્બરે કરવામાં આવી હતી.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તેમને નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA) પૂણેમાંથી ટ્રેનિંગ લીધી છે. સાથે જ બાંગ્લાદેશના કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજથી ડિફેન્સ સ્ટડીઝમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તેમને 15 જૂન 1980માં વાયુસેનાની ફાઈટર સ્ટ્રીમમાં કમીશન આપવામાં આવ્યુ હતુ. તેમને પ્રતિષ્ઠિત સ્વોર્ડ ઓફ ઓનર પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે.

વાયુસેનામાં અત્યાર સુધી તેમની સફર શાનદાર રહી છે. તેમને 26 પ્રકારના ફાઈટર અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ઉડાવવામાં નિપુણતા મેળવી છે. તેમને 4,250 કલાક સુધી ફાઈટર વિમાન અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ઉડાવવાનો અનુભવ છે. તે રાફેલ ફાઈટર જેટને ઉડાવનારા વાયુસેનાના પ્રથમ પાયલટ પણ છે.

એર માર્શલ ભદોરિયાને પરમ વિશિષ્ટ સેવા મેડલ (PVSM), AVSM, વાયુ સેવા મેડલ (VM) અને ADC જેવા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. આ પહેલા તે જગુઆર સ્કવાડ્રન કમાન્ડ, પ્રીમિયર એર ફોર્સ સ્ટેશન, કમાન્ડિંગ ઓફિસર ઓફ ફાઈટ ટેસ્ટ સ્કવાડ્રન સહિત ઘણી જવાબદારીઓને સંભાળી ચૂક્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

એર માર્શલ રાકેશ કુમાર સિંહ ભદોરિયા ટ્રેનિંગ કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ પણ રહી ચૂક્યા છે. વાયુસેનામાં તેમને પોતાનું કરિયર 39 વર્ષ પહેલા વર્ષ 1980માં શરૂ કર્યુ હતુ. તેમને 15 જૂન 1980માં વાયુસેનાની ફાઈટર સ્ટ્રીમમાં કમીશન આપવામાં આવ્યુ હતુ.

તેમનો જન્મ આગ્રાની પાસે કોરથમાં થયો હતો. તેમની પત્નીનું નામ આશા ભદોરિયા છે. તેમને એક દીકરી અને દીકરો છે. તેમના ગામના લોકો ભદોરિયાની આ સિદ્ધીથી ખુશ છે. ભદોરિયાના કાકીએ જણાવ્યું કે રાકેશકુમાર સિંહ ભદોરિયા જ્યારે નાના હતા તો તેમના દાદાજીને કહેતા હતા કે તે એક દિવસ પાયલટ બનશે અને તમે મને જહાજ ઉડાવતા જોઈ શકશો.

ભદોરિયા પરિવાર દેશ માટે કામ કરતુ રહે છે. રાકેશકુમાર સિંહ ભદોરિયાના પિતરાઈભાઈ સંદીપ ભદોરિયાએ જણાવ્યું કે અમારા પરિવારના લોહીમાં બહાદુરી અને નેતૃત્વ છે. અમારા દાદાજી શોબરન સિંહ બ્રિટિશ સેનામાં હતા. તે વિશ્વ યુદ્ધ-2માં તેમની સેવા આપી ચૂક્યા છે. તેમના પિતા સુરજ પાલ સિંહ ભદોરિયા વાયુસેનામાં તેમની સેવાઓ માસ્ટર વોરંટ ઓફિસરના પદ પર આપી ચૂક્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારે મારા પિતા અરવિંદ કુમાર સિંહ આર્મીમાં હતા અને કાકા વાયુસેનામાં હતા. તેની સાથે જ મારા બે ભાઈ અવનીશ અને વિપિન ભદોરિયા ભારતીય સેનામાં તેમની સેવા આપી રહ્યા છે. રાકેશ કુમાર સિંહની દીકરી સોનાલી પણ વાયુસેનામાં પાયલટ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article