Parliament Winter Session: કેન્દ્ર સરકાર ડેમની સુરક્ષા અને જાળવણી કરશે, રાજ્યસભામાં લાંબી ચર્ચા બાદ ડેમ સેફ્ટી બિલ પાસ

રાજ્યસભામાં ડેમ સેફ્ટી બિલ પાસ થયા પહેલા આ બિલ ઓગસ્ટ 2019માં લોકસભા (Lok Sabha) દ્વારા પસાર કરવામાં આવ્યું હતું.

Parliament Winter Session: કેન્દ્ર સરકાર ડેમની સુરક્ષા અને જાળવણી કરશે, રાજ્યસભામાં લાંબી ચર્ચા બાદ ડેમ સેફ્ટી બિલ પાસ
Parliament Winter Session
| Edited By: | Updated on: Dec 02, 2021 | 8:08 PM

સંસદના શિયાળુ સત્રના ચોથા દિવસે ગુરુવારે ડેમ સેફ્ટી બિલ, 2019 (The Dam Safety Bill, 2019) રાજ્યસભામાં પસાર થઈ ગયું છે. રાજ્યસભામાં (Rajya Sabha) આ બિલ પર 4 કલાક ચર્ચા થઈ હતી. આ બિલ લોકસભામાં પહેલા જ પાસ થઈ ચૂક્યું છે. બિલ પર ચર્ચા દરમિયાન વિપક્ષી સાંસદોએ માગ કરી હતી કે સરકાર ડેમ સેફ્ટી બિલને પસંદગી સમિતિ પાસે મોકલે.

રાજ્યસભામાં ડેમ સેફ્ટી બિલ પાસ થયા પહેલા આ બિલ ઓગસ્ટ 2019માં લોકસભા (Lok Sabha) દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. ડેમ સેફ્ટી બિલ એક નિયમનકારી સંસ્થા દ્વારા ભારતમાં નિર્દિષ્ટ ડેમનું નિરીક્ષણ, સુરક્ષા, સંચાલન અને જાળવણી માટે પ્રદાન કરે છે. તેમાં 15 મીટરથી વધુની ઊંચાઈ અથવા 10-15 મીટરની ઊંચાઈ ધરાવતા ડેમ, ચોક્કસ ડિઝાઇન અને માળખું ધરાવતા ડેમનો સમાવેશ થાય છે.

ચર્ચા બાદ રાજ્યસભામાં પાસ
બિલ પર લાંબી ચર્ચા બાદ આજે રાજ્યસભામાં વોટિંગ કરવામાં આવ્યું હતું, જે બાદ બિલને પાસ કરવામાં આવ્યું હતું. આ પહેલા ડેમ સેફ્ટી બિલ પર રાજ્યસભામાં ચાલી રહેલી ચર્ચામાં જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું હતું કે, દેશમાં અત્યાર સુધીમાં 42 ડેમ તૂટી ગયા છે. 2010માં આ બિલ લાવવાની વાત થઈ હતી અને તે ઓગસ્ટ 2019માં લોકસભામાં પસાર થયું છે.

આ કાયદો તાત્કાલિક બનાવવો જોઈએ. આ બિલ સ્ટેન્ડિંગ કમિટીના રિપોર્ટના આધારે બનાવવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી શેખાવતે વિપક્ષી સાંસદોને આશ્વાસન પણ આપ્યું હતું કે, જો બિલ પસાર થશે તો રાજ્યોમાં રાજ્ય સમિતિઓમાં પૂરતું પ્રતિનિધિત્વ હશે.

ડેમ પર નિયમો બનાવવાનો અધિકાર કેન્દ્રને નથીઃ વિપક્ષ
બિલ પર ચર્ચા દરમિયાન, વિપક્ષી સાંસદોએ ગુરુવારે માગ કરી હતી કે સરકાર ડેમ સેફ્ટી બિલને પસંદગી સમિતિને મોકલે. સાંસદોએ કહ્યું કે બંધ એ રાજ્યનો વિષય છે અને કેન્દ્ર રાજ્ય માટે નિયમો બનાવી શકે નહીં. તૃણમૂલ કોંગ્રેસ (TMC), DMK અને કોંગ્રેસ જેવા પક્ષોના કેટલાક સાંસદોએ કહ્યું કે રાજ્ય સરકાર ડેમની સુરક્ષાનું ધ્યાન રાખે છે અને તેની જાળવણી કરે છે.

YSRCPના વી વિજયસાઈ રેડ્ડીનું કહેવું હતું કે, ડેમ સેફ્ટી બિલ પાસ કરવું જરૂરી છે. તેમણે કહ્યું કે ડેમની સલામતી સુનિશ્ચિત કરવા માટે બિલ પસાર કરવાની જરૂર છે અને ડેમની યોગ્ય કામગીરી સુનિશ્ચિત કરવા માટે સલામતી તપાસ કરી શકાય છે.

 

આ પણ વાંચો : India-China Border: ચીનની પહેલ પર 15 ડિસેમ્બર બાદ કમાન્ડર સ્તરની મંત્રણાનો 14 માં રાઉન્ડ યોજાશે, હોટ સ્પ્રિંગ્સ પર અવરોધ દૂર થશે !

આ પણ વાંચો : Ayodhya Terror Alert: અયોધ્યામાં હાઈ એલર્ટ, બોમ્બ બ્લાસ્ટની ધમકી બાદ બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનો પર સુરક્ષામાં વધારો

Published On - 8:07 pm, Thu, 2 December 21