Rajnath Singh Live on China : સમજૂતિના ભાગરૂપે પૈગોગ તળાવ એલએસી પરથી સૈન્ય હટાવવાનું શરુઃ રાજનાથસિંહ

|

Feb 11, 2021 | 11:28 AM

Rajnath Singh Live on China: એલએસી (LAC) ઉપર તણાવ દુર કરવા ચીને ભરેલા પગલા બાદ, કેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાથસિંહ આજે સંસદમાં ચીન સાથે ચાલી રહેલા ઘર્ષણ મુદ્દે નિવેદન કર્યુ છે. જેમાં કહ્યુ છે કે, પૈગોગ તળાવ એલએસી ખાતેથી ગઈકાલથી બન્ને દેશના સૈન્યે પરત ફરવાનું શરુ કર્યુ છે.

કેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાથસિંહ ( Rajnath Singh ) આજે સંસદમાં ચીન સાથે ચાલી રહેલા ઘર્ષણ મુદ્દે નિવેદન કરતા જણાવ્યુ કે, ચીન સાથે થયેલી સમજૂતીના ભાગરૂપે પૈગોગ તળાવ ખાતે એલએસી (LAC) ઉપરથી સૈન્ય હટાવવાનું શરૂ થઈ ચુક્યુ છે. ગત વર્ષે પૈગોગ તળાવ ખાતેથી જ બન્ને દેશના સૈન્ય જવાનો વચ્ચે ઘર્ષણ થયુ હતું. આપણા સૈન્ય જવાનોએ ચીનને જડબાતોડ જવાબ આપ્યો છે. જેનો દેશને ગર્વ છે.

 

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 11 Feb 2021 11:10 AM (IST)

    ચીન સાથેની સમજૂતીમાં 3 મુદ્દે મૂકાયો ભાર, LACનો આદર કરી સરહદ પર કોઈ ફેરફાર ના કરવો

    રક્ષાપ્રધાન રાજનાથસિંહે કહ્યું કે, મિલિટ્રી અને ડિપ્લોમેટીક સ્તર પર થયેલી વાતચીત મુજબ ત્રણ મુદ્દે ભાર મુકવામાં આવ્યો હતો. (1) લાઈન ઓફ એકચ્યુલ કંટ્રોલ (LAC) માનવામાં આવે. તેનો આદર કરવામાં આવે. (2) સરહદ ઉપર કોઈ પણ સ્થિતિને એક પક્ષીય રીતે બદલવી નહી (3) તમામસ્તરે અત્યાર સુધી કરાયેલ સમજૂતીનું પાલન કરવું.

     

  • 11 Feb 2021 11:03 AM (IST)

    સમજૂતી મુજબ પૈગોગ તળાવની ઉતર દક્ષિણે પેટ્રોલીગ નહી કરાય, બન્ને દેશના સૈન્યદળ ગઈકાલથી પરત ફરી રહ્યા છે

    ચીન સાથે સતત થઈ રહેલી વાતચીતના ભાગરૂપે કેટલીક સમજૂતી થઈ છે. જેનો ઉલ્લેખ કરતા રાજનાથસિંહે કહ્યું છે કે, પૈગોગ તળાવના ઉતર અને દક્ષિણ કાઠે પેટ્રોલિગ નહી કરાય. બન્ને દેશની સૈના તબક્કાવાર પરત હટશે. જે ગઈકાલથી શરુ થઈ ચુક્યુ છે.

    પૂર્વ લદ્દાખમાં એલએસી ઉપર અનેક ગતિરોધ કેન્દ્ર બન્યા છે. જે રીતે ચીને હથિયાર અને દારુગોળો એકઠો કર્યો હતો તેને ધ્યાને લઈને ભારતે પણ આધુનિક શસ્ત્રો અને દારુગોળો સરહદ પર ખડક્યો હતો.  બન્ને પક્ષકારોએ નક્કી કર્યુ છે કે, લદ્દાખના ઉતર ભાગમાં પેટ્રોલિગ નહી કરાય. જેનો અમલ ગઈકાલથી શરૂ થયો છે.

     


  • 11 Feb 2021 10:43 AM (IST)

    ભારતની એક ઈંચ પણ જમીન ચીનને નહી, પેગૌગ તળાવથી સૈન્ય ખસેડવા બન્ને દેશ રાજીઃ રાજનાથસિંહ

    રાજ્યસભામાં ચીન મુદ્દે નિવેદન કરતા રક્ષાપ્રધાન રાજનાથ સિહે કહ્યું હતું કે, બરફની વચ્ચે પણ રક્ષા માટે ઊભા છે. ભારતની સર્વભૌમત્વની રક્ષા માટે ખડે પગે છે. ચીન સાથે સંબધ બની રહ્યો હતો. ચીનને કહ્યુ હતું કે, બન્ને પક્ષ દ્વારા એલએસીનુ પાલન થાય. એક ઈંચ જમની પણ આપવામાં નહી આવે. સમાધાન માટેની ભૂમિકા બની છે. 9 રાઉન્ડમાં સિનીયર કોર કમાન્ડર કક્ષાએ વાતચીત થઈ છે. તો રાજકીય ક્ષેત્રે પણ વાતચીત થઈ છે. આ બધા પગલાને કારણે, પેગૌગ તળાવે સૈન્ય પરત ખેચવાનું શરૂ થયુ છે. 48 કલાકમાં સિનીયર કમાન્ડર કક્ષાએ વાતચીત થાય અને તમામ મુદ્દે સમાધાન થાય. બન્ને પક્ષ ફોર્વડ દળને હટાવશે. પૂર્વ દિશા તરફ રાખશે તો ફિગર 3 પર ભારત કાયમી સૈન્ય રાખવા મુદ્દે બન્ને પક્ષની સમજૂતીથી કરવામાં આવશે.

Published On - 11:10 am, Thu, 11 February 21