મમતા બેનર્જી વિશે ચોંકાવનારો ખૂલાસો કરતો રાજીવ ગાંધીનો એક 15-20 વર્ષ જૂનો વીડિયો વાયરલ, દરેક હિંદુને આ વીડિયો જોઈને આવી શકે છે ગુસ્સો

સ્વ રાજીવ દીક્ષિતે મમતા બેનર્જી વિશે એક એવો ચોંકાવનારો ખૂલાસો કર્યો છે જે સાંભળીને દરેક સનાતની હિંદુ વ્યક્તિના રૂંવાડા ઉભા થઈ જશે. દરેક હિંદુ માટે ગાય પૂજનિય છે અને હિંદુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે મમતા બેનર્જીના ગાયને લઈને અને ગૌહત્યા ને લઈને કેટલી હલકી કક્ષાની માનસિક્તા છે. તે આ વીડિયો દ્વારા જાણવા મળે છે.

મમતા બેનર્જી વિશે ચોંકાવનારો ખૂલાસો કરતો રાજીવ ગાંધીનો એક 15-20 વર્ષ જૂનો વીડિયો વાયરલ, દરેક હિંદુને આ વીડિયો જોઈને આવી શકે છે ગુસ્સો
| Updated on: May 07, 2026 | 5:41 PM

હાલ બંગાળ વિધાનસભાની ચૂંટણી બાદ મમતા બેનર્જીની હિંદુ વિરોધી હોવાની છબી જ્યારે સમગ્ર દેશ સમક્ષ ખુલ્લી પડી ગઈ છે અને બંગાળની દરેક ગલીઓમાં મમતા બેનર્જીની પાર્ટી TMCના ગુન્ડાઓ હિંદુઓ પર કઈ હદનું દમન અને અત્યાચાર કરતા હતા તેના વિશે હવે ખૂલીને કહી રહ્યા છે ત્યારે સ્વ રાજીવ દીક્ષિતનો 15 થી 20 વર્ષ જુનો એક વીડિયો આજકાલ વાયરલ થઈ રહ્યો છે. જેમા તેઓ મમતા બેનર્જીની માનસિક્તા વિશે ચોંકાવનારા ખૂલાસા કરી રહ્યા છે.

રાજીવ દીક્ષિત જણાવે છે કે સંસદમાં જ્યારે ગૌત્યા બંધ થવી જોઈએ તેના પર ગૌરક્ષા વિધેયક લાવવા અંગે ચર્ચા થઈ રહી હતી. ત્યારે સંસદમાં એક મહિલા સાંસદ ઉભી થઈને એવો સવાલ કરે છે કે ગાયનું માંસ ખાવુ એ મારો મૌલિક અધિકાર છે તેનુ શુ? મમતા બેનર્જી જે ખુદ બ્રાહ્મણ જ્ઞાતિમાંથી આવે છે તેઓ સંસદમાં ખુલ્લેઆમ ગૌહત્યા ચાલુ રાખવાની પેરવી કરી રહ્યા છે. તેઓ કહે છે કે ગૌમાંસ ખાવુ એ મારો મૌલિક અધિકાર છે. જે ગાયને હિંદુઓ પૂજનિય માને છે. તેને કાપીને ખાવાની વકીલાત સંસદમાં મમતા બેનર્જી કરી રહ્યા છે.

જુઓ Video

આટલુ જ નહીં મમતા બેનર્જીએ સંસદમાં સુપ્રીમ કોર્ટના એક જજમેન્ટને ક્વોટ કરીને કહ્યુ કોઈ કસાઈ ગાયની કતલ કરે છે એ તેનો મૌલિક અધિકાર છે તેનુ શું?

રાજીવ દીક્ષિત કહે છે કે એ દિવસે હું ખુદ સંસદની દર્શક ગેલેરીમાં સંસદમાં ચાલી રહેલી ચર્ચા જોઈ રહ્યો હતો. એ સમયે ગૌરક્ષા બિલ લાવવા અંગે ચર્ચા ચાલી રહી હતી. એ સમયે તમામ સાંસદો ગૌરક્ષાની તરફદારી કરી રહ્યા હતા. ત્યાં સુધી કે તત્કાલિન મુસ્લિમ સાંસદ જી.એમ બનાતવાલાએ પણ કહ્યુ કે જો ગૌરક્ષા પર બિલ પાસ થાય છે તો ગૌરક્ષાના સમર્થનમાં પહેલો વોટ મારો પડશે. અન્ય મુસ્લિમ સાંસદોએ પણ જણાવ્યુ કે બિલ સામે તેમની કોઈ આપત્તિ નથી પરંતુ TMC ની સાંસદ મમતા બેનર્જીએ ગૌરક્ષા બિલની સામે તેનો વિરોધ દર્શાવ્યો હતો. આપને જણાવી દઈએ કે રાજીવ દીક્ષિતનો આ વીડિયો 15 થી 20 વર્ષ જૂનો છે. પરંતુ તેમણે જે વાતો કહી છે તે 13મી લોકસભાની છે. જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી. ઓગસ્ટ 2003માં મોનસુન સેશન દરમિયાન TMCના સાંસદ રહેતા મમતા બેનર્જીએ ગૌરક્ષા બિલ પર ચર્ચા દરમિયાન ખુલ્લેઆમ તેની આપત્તિ દર્શાવી છે.

ગુજરાતના ‘રોડ ટુ હેવન’ ના આનંદ મહિન્દ્રા પણ થયા મુરીદ, દિલ ખોલીને કરી પ્રશંસા, જાણો ક્યાં આવ્યો છે આ માર્ગ?

Published On - 5:39 pm, Thu, 7 May 26

Follow Us