જમિયત ઉલમા એ હિંદે અયોધ્યા કેસમાંથી વકીલ રાજીવ ધવનને હટાવ્યા, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પોતાની પીડા જણાવી

અયોધ્યા રામજન્મભૂમિ અને વિવાદિત બાબરી ઢાંચા કેસમાં જમીયત ઉલેમા એ હિંદ તરફથી સુપ્રીમ કોર્ટમાં વકીલ રાજીવ ધવનને રિવ્યૂ પિટિશનથી હટાવી દેવામાં આવ્યા છે. ધવને ફેસબુક પોસ્ટ લખીને તેની જાણકારી આપી છે અને પોતે બીમાર હોવાના જમીયતના નિવેદનને બકવાસ ગણાવ્યું છે. ચર્ચિત વકીલ રાજીવ ધવને ફેસબુક પોસ્ટમાં લખ્યું કે બાબરી કેસમાંથી મને નિકાળી દેવામાં આવ્યો છે. […]

જમિયત ઉલમા એ હિંદે અયોધ્યા કેસમાંથી વકીલ રાજીવ ધવનને હટાવ્યા, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પોતાની પીડા જણાવી
| Updated on: Dec 03, 2019 | 5:26 AM

અયોધ્યા રામજન્મભૂમિ અને વિવાદિત બાબરી ઢાંચા કેસમાં જમીયત ઉલેમા એ હિંદ તરફથી સુપ્રીમ કોર્ટમાં વકીલ રાજીવ ધવનને રિવ્યૂ પિટિશનથી હટાવી દેવામાં આવ્યા છે. ધવને ફેસબુક પોસ્ટ લખીને તેની જાણકારી આપી છે અને પોતે બીમાર હોવાના જમીયતના નિવેદનને બકવાસ ગણાવ્યું છે.

ચર્ચિત વકીલ રાજીવ ધવને ફેસબુક પોસ્ટમાં લખ્યું કે બાબરી કેસમાંથી મને નિકાળી દેવામાં આવ્યો છે. જમીયત તરફથી હવે એડવોકેટ એજાજ મકબૂલ વકીલાત કરશે. રાજીવ ધવને કોઈ વાતચીત કર્યા વગર પોતાને નિકાળી દેવાની વાતને કબૂલ કરીને એક ઔપચારિક પત્ર જમીયતને લખ્યો છે. હવે મારે આ કેસની રિવ્યુ પીટીશન સાથે કોઈ લેવાદેવા નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ધવને લખ્યું કે તેમને જણાવવામાં આવ્યું કે તેમને કેસમાંથી હટાવી દેવાનો નિર્ણય જમીયત ઉલેમા એ હિંદના પ્રમુખ સૈયદ અરશદ મદનીનો છે. તેની પાછળ મારા બીમાર હોવાનું કારણ જણાવ્યું, જે બિલકુલ બકવાસ છે. તેમને કહ્યું કે મદનીને હક્ક છે કે તે તેમના વકીલ મકબૂલને મને કેસમાંથી હટાવવા માટે કહી શકે છે પણ તેમને જે કારણ જણાવ્યું છે તે ખોટું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બીજી તરફ રિવ્યુ પિટિશનથી જોડાયેલા વકીલ એજાજ મકબૂલે તે વિશે કહ્યું કે મદની સોમવારે જ પિટિશન દાખલ કરવા ઈચ્છતા હતા પણ રાજીવ ધવન હાજર ના થઈ શક્યા. તે ડેન્ટીસ્ટના ક્લિનિકમાં હતા, તેથી તેમનું નામ અરજીમાંથી હટાવી દેવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારે મદનીએ પિટિશન દાખલ થયા પછી પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે રાજીવ ધવન બીમાર છે, તેથી રિવ્યુ પિટિશનથી તેમનું નામ હટાવી દેવામાં આવ્યું છે. આ કેસને હવે એજાજ મકબૂલ આગળ લઈ જશે. મળતી માહિતી મુજબ રાજીવ ધવન અયોધ્યા મામલે બાકી મુસ્લિમ પાર્ટી તરફથી વકીલ રહી શકે છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ સહિત 5 મુસ્લિમ પાર્ટીઓ સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન માટે ધવનની આગેવાની ઈચ્છે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]