રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત કોરોના પોઝિટિવ થયા છે, તેમને ટ્વીટ કરી માહિતી આપી હતી. ફરી એકવાર કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. મંગળવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ સીએમ વસુંધરા રાજેને પણ કોરોના થયો હતો. અડધા કલાકની અંદર બંને નેતાઓએ કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી અને પોતાને ક્વોરેન્ટાઇન કર્યા છે.
આ પણ વાચો: Breaking news : કોરોનાના વધતા કેસોથી હાહાકાર! ત્રણ રાજ્યોમાં માસ્ક ફરજિયાત, શું હવે દિલ્હીનો વારો?
पिछले कुछ दिनों में देशभर में कोविड के मामले बढ़े हैं। मैं स्वयं भी हल्के लक्षणों के साथ कोविड से संक्रमित हो गया हूं। डॉक्टरों की सलाह के अनुसार अगले कुछ दिन निवास से ही कार्य जारी रखूंगा। आप सब सावधानी बरतें एवं कोविड प्रोटोकॉल का पालन करें।
— Ashok Gehlot (@ashokgehlot51) April 4, 2023
મુખ્યમંત્રીએ કહ્યું છે કે તેમને હળવા લક્ષણો છે. અશોક ગેહલોતે એક દિવસ પહેલા જ સુરતમાં રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. કોર્ટમાં જતા સમયે તેઓ રાહુલ ગાંધીની સાથે હતા અને કોંગ્રેસના ઘણા નેતાઓના સંપર્કમાં આવ્યા હતા.
कोविड की जांच में मेरी रिपोर्ट पॉजिटिव आई है।
चिकित्सकों की सलाह पर मैं पूर्ण रूप से आइसोलेशन में हूं। जो लोग मेरे संपर्क में रहे, वे अपनी जांच करवाएँ और सावधानी बरतें।— Vasundhara Raje (@VasundharaBJP) April 4, 2023
રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજેએ ટ્વિટ કર્યું અને લખ્યું- કોવિડની તપાસમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ડોક્ટરોની સલાહ પર ક્વોરેન્ટાઇનમાં છું. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેઓ કોરોના ટેસ્ટ કરાવે અને સાવચેતી રાખે.
તમને જણાવી દઈએ કે વસુંધરા રાજેએ રવિવારે બીજેપી હેડક્વાર્ટરમાં વિધાયક દળ અને કોર કમિટીની બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં પ્રદેશ ભાજપના મોટા નેતાઓ હાજર રહ્યા હતા અને પાર્ટી કાર્યાલય પણ ખીચોખીચ ભરાયેલું હતું. આવી સ્થિતિમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભાજપના અન્ય ઘણા નેતાઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવી શકે છે.
આજે સવારથી જ સીએમ અશોક ગેહલોતની તબિયત ખરાબ હતી, ત્યારબાદ તેમનો અમૃતસર જવાનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો હતો. આગામી થોડા દિવસો સુધી મુખ્યમંત્રી તેમના નિવાસ સ્થાનેથી સરકારી કામકાજ કરશે અને વિડીયો કોન્ફરન્સ દ્વારા વિભાગીય બેઠકોમાં હાજરી આપશે.
Published On - 4:49 pm, Tue, 4 April 23