રાજસ્થાન વિધાનસભામાં સરકારનું બજેટ રજૂ થાય તે પહેલા જ વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો છે. મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી અશોક ગેહલોતના ત્રીજા કાર્યકાળના છેલ્લા બજેટની રજૂઆત દરમિયાન ભાષણ શરૂ થતાં જ વિપક્ષોએ હંગામો શરૂ કર્યો હતો. વિપક્ષનો આરોપ છે કે સરકારે બજેટ લીક કર્યું અને મુખ્યમંત્રીએ બજેટની જૂની લાઈન વાંચી હતી. બીજી તરફ ભારે હોબાળો બાદ વિપક્ષના સભ્યો ગૃહના વેલમાં આવી ગયા હતા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા.
બીજેપી નેતા વસુંધરા રાજેએ આરોપ લગાવ્યો કે સીએમ 8 મિનિટ સુધી જૂનું બજેટ વાંચતા રહ્યા, આ કેવું રહસ્ય છે. અહીં ભાજપના પ્રદેશ પ્રમુખ સતીશ પુનિયાએ કહ્યું કે, રાજસ્થાનમાં પેપર બાદ હવે બજેટ પણ લીક થઈ ગયું છે. આ સમગ્ર ઘટના પર સ્પીકર સીપી જોશીએ કહ્યું કે જે પણ ઘટના બની તે દુર્ભાગ્યપૂર્ણ છે.
અહીં વિપક્ષના ભારે હોબાળાને જોતા સ્પીકર સીપી જોશીએ ગૃહની કાર્યવાહી અડધા કલાક માટે સ્થગિત કરી દીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાજસ્થાન વિધાનસભાના ઈતિહાસમાં પહેલીવાર મુખ્યમંત્રીના ભાષણ દરમિયાન ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે.
“इतिहास में पहली बार हुआ जब पुराना बजट पढ़ा गया”
पूर्व मुख्यमंत्री वसुंधरा राजे ने कहा- मैं जब मुख्यमंत्री थी तो 2 बार बजट को पढ़ती थी, CM अशोक गहलोत 8 मिनट तक पुराना बजट पढ़ते रहे।#RajasthanWithTV9 #Budget2023OnTV9 @VasundharaBJP @BJP4Rajasthan pic.twitter.com/ce7Aw86Xd0— TV9 Rajasthan (@TV9Rajasthan) February 10, 2023
તમને જણાવી દઈએ કે સીએમએ બજેટ ભાષણ શરૂ કરતાની સાથે જ કહ્યું હતું કે કામમાં સચ્ચાઈ હશે તો કામ સફળ થશે, દરેક સંકટનો ઉકેલ મળશે, આજે નહીં તો કાલે થશે. આ પછી મુખ્યમંત્રીએ બજેટની જાહેરાતો વાંચવાનું શરૂ કર્યું.
રાજ્યના પૂર્વ સીએમ વસુંધરા રાજેએ કહ્યું કે, જે મુખ્યમંત્રી આટલા મોટા દસ્તાવેજમાં બેદરકારી દાખવી શકે છે, તમે સમજી શકો છો કે તેમના હાથમાં રાજ્ય કેટલું સુરક્ષિત છે? રાજેએ કહ્યું કે બજેટ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે અને જ્યારે હું મુખ્યમંત્રી હતી ત્યારે બે-ત્રણ વખત બજેટ વાંચતી હતી.
અહીં ભાજપના વિધાનસભ્ય પ્રતાપ સિંહ સિંઘવીએ આરોપ લગાવ્યો છે કે, મુખ્યમંત્રી અશોક ગેહલોતે જૂનું બજેટ વાંચ્યું છે અને મુખ્યમંત્રી જે બ્રીફકેસ લઈને આવ્યા હતા તેમાં જૂનું બજેટ હતું અને ત્યારબાદ નવી કોપી ગૃહમાં લાવવામાં આવી હતી. સિંઘવીએ કહ્યું કે, સીએમને અધવચ્ચે જ રોકી દેવામાં આવ્યા, તે સ્પષ્ટ છે કે બજેટ લીક થઈ ગયું છે અને ભાજપ ઈચ્છે છે કે મુખ્યમંત્રી બજેટ ફરીથી ગૃહમાં લાવે.
Published On - 12:53 pm, Fri, 10 February 23